________________
૩૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સમજમેં આયા? જ્ઞાન સ્વરૂપી ભગવાન અજ્ઞાની થા? આહાહા! ભગવાન જ્ઞાન સ્વરૂપી પ્રભુ, ઉસકા જ્ઞાન ન કરે તો એ જ્ઞાન સ્વભાવી પ્રભુ અજ્ઞાની થા, પર્યાયમેં. આહાહાહા!હૈ? એસા હૈ તો જાનનેક કારણસે પૂર્વ કયા આત્મા અજ્ઞાની હી હૈ? આત્મા અજ્ઞાની હૈ. આહાહા!
વેદાંતવાળાને તો આ ભારે (પડે!). આહાહા! એક આયા થા ને ત્યાં નવ્વાણુંની સાલમાં એક વેદાંતી આવ્યા, કે આ જૈનમાં આવી અધ્યાત્મની વાત, આવી જૈનમાં ક્યાંથી આવી? કોણ કહે છે આ? એમ કે જૈનમાં તો આ વ્રત પાળવા ને ભક્તિ કરવી આ બધું એમ ? એટલે કહે લાવને સાંભળવા જાઉં. એમ કરીને આવ્યો. વાત કરતાં-કરતાં એવી વાત નીકળી, પરમહંસ હતો કોક વેદાંતિ, કે જુઓ ભાઈ આત્મા નિત્ય તો હૈ, પણ અનિત્ય ભી હૈ, ભાગ્યો ! કે હાય હાય અનિત્ય? અરે ભાઈ ! આત્મા હૈ ઐસા નિર્ણય કોણ ધ્રુવ કરતે હૈ કે પર્યાય કરતી હૈ? અનિત્ય નિર્ણય કરતી હૈ કે નિત્ય નિર્ણય કરતે હૈ? એને પણ એ વાત (ન રુચિ) અત્યારે બધે ગરબડ ચાલી રહી છે. આહાહા.... આવો એમ કે જૈનમાં વળી આધ્યાત્મની વાત ને આત્માની વાત એ ક્યાંથી આવી? એમ કે જૈનમાં તો જાણે ક્રિયાકાંડ ને વ્રત ને એ જ. એવું લોકોએ માન્યું છે, બહારનું જૈન ધર્મનું. (શ્રોતા – જૈનમાં હોય એટલે કર્મની વાત હોય) કર્મની વાત ને ક્રિયાની વાત. (શ્રોતા - આત્માની વાત બિલકુલ છે નહીં.) આહાહાહા ! ત્યારે એને કહેતે હૈ કે બાપુ ભગવાન તો સચ્ચિદાનંદ પ્રભુ હૈ, પણ ઉસકા નિર્ણય કરનેકી પર્યાય અનિત્ય હૈ. અરે ! આત્મા અનિત્ય? ભાગ્યો! આહાહા !
એ શાસ્ત્રજ્ઞાન ભી અનિત્ય હૈ, એ તો ક્ષણિક પર, વાસ્તવિક એ જ્ઞાન નહીં, પણ આત્માકા જ્ઞાન હુઆ, આહાહાહા. એ ભી પર્યાય ક્ષણિક હૈ, ધ્રુવક જ્ઞાન હુઆ પણ પર્યાય ક્ષણિક છું. આહાહા! અરેરે બે વસ્તુ જ ઐસી હૈ. અપરિણામી પરિણમન પરિણમનમેં અપરિણામી પારિણામિક ભાવના જ્ઞાન હોતા હૈ, કયા કહા? પરિણમનમેં, પરિણમન અનિત્ય હૈ, પરિણમનમેં અપરિણામી પારિણામિકભાવકા જ્ઞાન હોતા હૈ. આહાહા! એ અપરિણામીનો અર્થ પર્યાય હોતી નહીં ઉસમેં, પણ હૈ ઉસકા નામ પારિણામિક ભાવ. આહાહાહા ! પારિણામિક ભાવકો અર્થ પરિણમે તેથી પરિણામિક એમ નહીં. સહજ સ્વભાવકો અપરિણામીકો પારિણામિકભાવ કહેતે હૈ. આહાહાહા ! અરે કોઈ દિ' આવું તત્ત્વ, વીતરાગ સર્વજ્ઞ પરમાત્માના પંથમાં જન્મ્યા એનેય ખબરું ન મળે. અરેરે ! આહાહા !
કયા જાનનેક કારણસે પૂર્વે સ્વયં આત્માના જ્ઞાન હોતા નહીં અને પૂર્વે ગુરુસે ભી હુઆ નહીં, તો વો પહેલ કયા અજ્ઞાની થા? આહાહા ! કયા અજ્ઞાની હી હૈ? આત્મા અજ્ઞાની હૈ? આહાહા ! જ્ઞાન સ્વભાવનો ભંડાર પ્રભુ એ અજ્ઞાની ? આહાહા ! કયોં કિ ઉસે સદા અપ્રતિબુદ્ધત્વ હૈ. આહાહા! કયોંકિ સ્વભાવના અપના જ્ઞાન હૈ નહીં. અપ્રતિબુદ્ધ, દેખો! આ સમયસારમાં અપ્રતિબુદ્ધકો સમજાતે હૈ, કેટલાક કહેતે હૈ કે આ સમયસાર તો મુનિકે માટે હૈ, અહીંયા તો (શ્રોતા- એ થવા માટે) એ થવાનો થાય પછી પણ આ તો અપ્રતિબુદ્ધકો સમજાતે હૈ, સમયસાર. આહાહાહા !
અપ્રતિબુદ્ધ જ હૈ? ઉસકા ઉત્તર ઐસા હી હૈ, એ અજ્ઞાની હી હૈ, અપના જ્ઞાન સ્વભાવકી એકાગ્રતા હુઈ નહીં, એ સન્મુખ સ્વીકાર હુઆ નહીં, મેં તો આનંદ ને જ્ઞાન સ્વરૂપ હું ઐસી દૃષ્ટિ