________________
ગાથા – ૧૭–૧૮
૨૯૭ અરે આ વાત ક્યાં સાંભળવા મળે છે બાપા, દિગંબર સંતો હશે. આહાહાહા ! કેવળજ્ઞાનના વિરહ ભુલાવે એવી વાત છે. આહાહાહા! બીજાને દુઃખ લાગે કે આ તમારો એક જ ધર્મ? બાપુ, તમારો અમારો નથી, આ તો વસ્તુનું સ્વરૂપ જ આવું છે. આહાહા!
કયા કહા? કે આત્મા પર્યાયમેં અબંધ સ્વરૂપ હું એ પર્યાયમેં પર્યાયકા સ્વપરપ્રકાશક સ્વભાવ હોનેસે, અજ્ઞાનીકી પર્યાયમેં ભી એ દ્રવ્ય જ જાનનમેં આતા હૈ, પણ અજ્ઞાની રાગકા સંબંધમેં રુકનેસે, રાગકો જાનતે હૈ, જે ઉસમેં હું નહીં ઉસકો જાનતે હૈ, અને જે હૈ પર્યાયમેં જાનનેવાલી ચીજ ઇસકો જાનતે નહીં. આહાહાહા ! કહો સુમનભાઈ ! ન્યાં ક્યાંય મળે એવું નથી આવું. આહાહાહા ! રખડવાના રસ્તા છે બાપા. આહાહા!
અરે એને કાને ન પડે સત્ય, સત્તને કઈ રીતે શોધે? આહાહા !
ભગવાન તેરા સ્વરૂપ જે પૂર્ણ અબદ્ધસ્વરૂપ હૈ, આહાહાહા.... એ તેરી પર્યાયમેં અબદ્ધ જ સ્વયં સદા સબકો જાનનમેં આતા હૈ, ઐસા હોને પર ભી રાગકા સંબંધમેં બંધમેં ત્યાં રુકનેસે પર્યાયમેં જાનનેમેં આતા હૈ અબંધ વો નહીં જાન સકતે. આહાહાહા! આવી વાત છે. ચાહે તો ભગવાનકી ભક્તિકા રાગ હો, ચાહે તો શાસ્ત્રકી ભક્તિકા રાગ હો. આહાહાહા.. પણ એ રાગકો બંધ, રાગ એ બંધ હૈ, ભગવાન અબંધસ્વરૂપ હૈ, તો પર્યાયમેં અબંધ સ્વરૂપ જાનનેમેં આતા હૈ, સ્વભાવ જ ઐસા હૈ. પર્યાયકા સ્વભાવ જ ઐસા હૈ. આહાહાહા ! જ્ઞાનકી પર્યાયમેં અવસ્થામેં ત્રિકાળી અવસ્થાયી પ્રભુ સ્વયં જાનનમેં આતા હૈ ઐસા પર્યાયકા ધર્મ હૈ, આહા ! સ્વભાવ હૈ, ઐસા હોને પર ભી રાગકા સંબંધમેં રુકનેસે ઔર રાગકો જાનનેસે, રાગ વિનાની ચીજ પર્યાયમેં જાનનમેં આતી હૈ, ઉસકો જાનતે નહીં. આહાહાહાહા!
કહો આવી વાત છે બાપુ, આકરી વાત ભાઈ ! વીતરાગ મારગ, રાગની પર્યાયમેં રુકનેસે વીતરાગ ભગવાન આત્મા જિનસ્વરૂપી, આહાહાહાહા... જિનસ્વરૂપી ભગવાન આત્મા એ પર્યાયમેં એ જિનસ્વરૂપ જ જાનનમેં આતા હૈ. આહાહા! ઐસા હોને પર ભી જિનસ્વરૂપસે વિરૂદ્ધ જે રાગ ચાહે તો દયા, દાન, ભક્તિ, વ્રત આદિ કોઇ પણ વિકલ્પ હો, આહાહાહા... ઉસકો દેખનેસે બંધને વશે હોકર, પર્યાયમેં અબંધ સ્વરૂપ હી જાનનેમેં આતા હૈ, છતાં એ જાનતે નહીં. આહાહા !
આવી વાત છે ભાઈ ! કેટલાકને તો નવી લાગે. આ સમયસાર કંઇ નવું છે? હૈં? બે હજાર વર્ષથી તો કરેલું છે, આહાહાહા... વસ્તુનું સ્વરૂપ જ ઐસા હૈ પ્રભુ!
જ્યાં સ્વયં-સદા, પર્યાયમેં જ્ઞાનકી દશામૈં જાનનમેં આતે (ઐસા) હોને પર ભી લક્ષ બંધ ઉપર હૈ, રાગનો વિકલ્પ ચાહે તો દયા, દાન, વ્રત ભક્તિ, રાગમેં એકાકાર હુઆ હૈ, રાગકો દેખતે હૈ, તો રાગકો દેખતે હૈ, તો પર્યાયમેં અરાગી અબંધ સ્વરૂપ જાનનમેં આતા હૈ, ઉસકો નહીં જાનતે. આહાહાહા! અરે! આહાહા! બહુ જ ભર્યું છે. ઓહોહોહોહો !! સંતોએ તો કરુણા કરીને જગતને આત્માની જાહેરાત કરી છે. ભાઈ ! ભગવાનની જાહેરાત તેરી પર્યાયમેં હોતી હૈ, પણ તેરી નજરું રાગ ને પર્યાયમેં રુકનેસે એ પર્યાયમેં જાનનેવાલી શક્તિને જાનતે હોને પર ભી નહીં જાનતે. આહાહાહાહા... એકલી જ્ઞાનની ક્રિયાની વાત છે આંહીયા તો.
જબ ઐસા અનુભૂતિ સ્વરૂપ આ ભગવાન આત્મા, દેખો!ભગવાન આત્મા! આહાહાહા !