________________
( શ્લોક - ૨૦
(માલિની) कथमपि समुपात्तत्रित्वमप्येकताया अपतितमिदमात्मज्योतिरुद्गच्छदच्छम्। सततमनुभवामोऽनन्तचैतन्यचिह्नं
न खलु न खलु यस्मादन्यथा साध्यसिद्धिः।।२०।। હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે
શ્લોકાર્થ- આચાર્ય કહે છે કેઃ [ અનન્તચૈતન્યવિહં] અનંત (અવિનશ્વર) ચૈતન્ય જેનું ચિત્ર છે એવી [ રૂમ માત્મળ્યોતિઃ] આ આત્મજ્યોતિને [ સતતમ અનુમવામ:] અમે નિરંતર અનુભવીએ છીએ [ યાત] કારણ કે[ અન્યથા સાથ્ય-સિદ્ધિ: નું ન
Jતેના અનુભવ વિના અન્ય રીતે સાધ્ય આત્માની સિદ્ધિ નથી. કેવી છે આત્મજ્યોતિ? [થમ પિ સમુપાત્રિમ ગ િવતાયા: અપતિતમ] જેણે કોઈ પ્રકારે ત્રણપણું અંગીકાર કર્યું છે તોપણ જે એકપણાથી ટ્યુત થઈ નથી અને [કચ્છમ ૩ છત] જે નિર્મળપણે ઉદય પામી રહી છે.
ભાવાર્થ:- આચાર્ય કહે છે કે જેને કોઈ પ્રકારે પર્યાયદેષ્ટિથી ત્રણપણું પ્રાપ્ત છે તોપણ શુદ્ધદ્રવ્યદૃષ્ટિથી જે એકપણાથી રહિત નથી થઈ તથા જે અનંત ચૈતન્યસ્વરૂપ નિર્મળ ઉદયને પ્રાપ્ત થઈ રહી છે એવી આત્મજ્યોતિનો અમે નિરંતર અનુભવ કરીએ છીએ. આમ કહેવાથી એવો આશય પણ જાણવો કે જે સમ્યગ્દષ્ટિ પુરુષ છે તે, જેવો અમે અનુભવ કરીએ છીએ તેવો અનુભવ કરે. ૨૦.
ટીકા- હવે, કોઈ તર્ક કરે કે આત્મા તો જ્ઞાન સાથે તાદાભ્યસ્વરૂપે છે, જુદો નથી, તેથી જ્ઞાનને નિત્ય સેવે જ છે; તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાની શિક્ષા કેમ આપવામાં આવે છે? તેનું સમાધાન: તે એમ નથી. જોકે આત્મા જ્ઞાન સાથે તાદાભ્યસ્વરૂપ છે તોપણ એક ક્ષણમાત્ર પણ જ્ઞાનને સેવતો નથી; કારણ કે સ્વયંબુદ્ધત્વ (પોતે પોતાની મેળે જાણવું તે) અથવા બોધિતબુદ્ધત્વ (બીજાના જણાવવાથી જાણવું તે) એ કારણપૂર્વક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. (કાં તો કાળલબ્ધિ આવે ત્યારે પોતે જ જાણી લે અથવા તો કોઈ ઉપદેશ દેનાર મળે ત્યારે જાણે-જેમ સૂતેલો પુરુષ કાં તો પોતે જ જાગે અથવા તો કોઈ જગાડે ત્યારે જાગે.) અહીં ફરી પૂછે છે કે જો એમ છે તો જાણવાના કારણ પહેલાં શું આત્મા અજ્ઞાની જ છે કેમ કે તેને સદાય અપ્રતિબદ્ધપણું છે? તેનો ઉત્તર: એ વાત એમ જ છે, તે અજ્ઞાની જ છે.
એ અર્થનું કળશ કાવ્ય કહે છે લ્યો. कथमपि समुपात्तत्रित्वमप्येकताया अपतितमिदमात्मज्योतिरुद्गच्छदच्छम्। सततमनुभवामोऽनन्तचैतन्यचिहं न खलु न खलु यस्मादन्यथा साध्यसिद्धिः।। २०।।