________________
૨૭૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સાક્ષાત્ પ્રાપ્ત કરના, મુક્ત સ્વરૂપ તો હૈ હી. સમજમેં આયા? એકલા શુદ્ધ સ્વભાવ સ્વરૂપ તો હૈ હીં, પણ પર્યાયમેં સાક્ષાત્ પ્રાપ્તિ કરના અથવા પર્યાયમેં મોક્ષ કરના આ સાધ્ય હૈ. ધ્યેય ભલે મોક્ષ સ્વભાવસ્વરૂપ ભગવાન આત્મા, પણ પર્યાયમેં મોક્ષ પ્રાપ્ત કરના યે સાધ્ય હૈ. આહાહાહા ! સ્વભાવ તો હૈ હી, પણ પર્યાયમેં શુદ્ધ પ્રાપ્ત કરના યહ સાધ્ય હૈ. મુક્ત તો હૈ હી, પણ પર્યાયમેં મુક્તિ પ્રાપ્ત કરના યે સાધ્ય હૈ. આહાહા ! સમજમેં આયા? આવી વાત છે.
- પરમ સત્ય ત્રણ લોકનાં નાથ, તીર્થકરોના આ અવાજ છે, દિવ્ય ધ્વનિ છે, એ સંતો જગતની પાસે આડતિયા બનકર બતાતે હૈ, માર્ગ તો આ હે પ્રભુ! આહાહા ! આત્માને શુદ્ધ સ્વભાવ તો હૈ હી ત્રિકાળ, આત્મા મોક્ષ સ્વરૂપ તો ત્રિકાળ હૈ હી, સાક્ષાત પ્રાપ્તિ, વર્તમાનમાં પ્રાપ્તિ અને વર્તમાનમાં મોક્ષની દશા, આહાહા... એ સાધ્ય હૈ, આત્મા મેચક યા અમેચક, વ્યવહાર અને નિશ્ચય, ભેદ અને અભેદ, ઐસે વિચાર હી માત્ર કરતે રહેનેસે સાધ્ય સિદ્ધિ નહીં હોતી. ઐસે સાધ્ય નામ મુક્તિકી પર્યાય શુદ્ધ સ્વભાવકી પૂર્ણ પ્રાતિ ઐસા વિચાર કરનેસે નહીં હોતી. આહાહાહા.. આત્મા મેચક અમેચક ઐસે વિચાર માત્ર કરનેસે સાધ્ય સિદ્ધ નહીં હોતા.
પરંતુ દર્શન, શુદ્ધ આત્માના અવલોકન પણ દર્શનકા અર્થ એ કે ત્રિકાળીકા અવલોકન, પ્રતીત, ત્રિકાળી સ્વભાવકી, અવલોકન નામ પ્રતીત, અવલોકન નામ જાણના પ્રતીત. આહા! અવલોકન નામ જ્ઞાન, શુદ્ધ સ્વભાવના પ્રત્યક્ષ જાનના એ જ્ઞાન, શુદ્ધ સ્વભાવના જ્ઞાનમેં પ્રત્યક્ષ વેદન હોના એ જ્ઞાન, ઔર ચારિત્ર, આહાહાહા... શુદ્ધ સ્વભાવકા અવલોકન એક, જ્ઞાન શુદ્ધ સ્વભાવના પ્રત્યક્ષ જાનના. આહાહા ! રાગ ને નિમિત્તકા અવલંબન બિના ભગવાનના જ્ઞાન સીધા જ્ઞાન હોના. આહાહાહાહા !
ઈન્દ્રિયસે જો જ્ઞાન હુઆ હૈ જાનકર એ જ્ઞાન નહીં, આહાહાહાહા... શાસ્ત્ર પઢકર, શાસ્ત્ર ભણકર જે જ્ઞાન હુઆ એ તો શબ્દજ્ઞાન હૈ, આત્મજ્ઞાન નહીં. આહાહાહાહા ! સમજમેં આયા? અહિંયા તો જરીક શાસ્ત્રકો જ્ઞાન હો અને કથન કરેનેમેં જોર દે જોર વરસાવે પણ કયા હૈ જોર, પ્રભુ તેરા લક્ષ તો તુમ ચૂક જાતે હૈ. આહાહા ! દુનિયા રાજી થાય. રાજી કરનેકો તો એ કહેતે હૈ, અરેરે ! એ તો વિપરીત દેષ્ટિકા ભાવ હૈ. આહાહા !
અહીંયા કહેતે હૈં કે શુદ્ધ સ્વભાવના પ્રત્યક્ષ જાનના એ જ્ઞાન. આહાહા ! આહાહાહા ! ઔર ચારિત્ર, શુદ્ધ સ્વભાવમેં સ્થિરતા એ સાધ્યકી સિદ્ધિ હૈ. ભગવાન આત્મામાં સ્થિરતા એ ચારિત્ર હૈ, આહાહા ! શુદ્ધ સ્વભાવકી શ્રદ્ધા, આહાહા.. અવલોકન, અવલોકવું એટલે દેખવું એટલે શ્રદ્ધવું. અને શુધ્ધાત્માના જ્ઞાન, આહાહાહાહા... તે પણ પ્રત્યક્ષ જાનનાં. આહાહાહા! ભગવાન પરમાનંદ સ્વરૂપ પ્રભુ ઉસકો જ્ઞાન પ્રત્યક્ષ જાનનાં, પ્રત્યક્ષ જાનનાં, કોઈ અપેક્ષા રાગકી નહીં, અરે પ્રભુ આ તે કાંઈ વાત છે? ઔર એ સ્વરૂપમેં સ્થિરતા કરના. આહાહાહા ! આ દર્શન, જ્ઞાન ને ચારિત્ર, સાધ્યકી સિદ્ધિ હોતી હૈ, એ રીતે હોતી હૈ વહી મોક્ષમાર્ગ હૈ અન્ય નહીં. દૂસરા કોઈ મોક્ષમાર્ગ હૈ નહીં. આહાહાહા...
આ તો કહે મોક્ષમાર્ગ બે છે, એ તો નિરૂપણ કથનની અપેક્ષાએ કહા હૈ, વાસ્તવિક તો એક હી મોક્ષમાર્ગ હૈ. આહાહા! અરેરે બે પડખાના મોક્ષમાર્ગ? એક તો રાગ તો મોક્ષમાર્ગ હૈ એ તો બંધના માર્ગ હૈ, બંધના માર્ગકો આરોપસે મોક્ષકા માર્ગ કહા. આહાહા...