________________
૨૨૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨
जो पस्सदि अप्पाणं अबद्धपुट्ठे अणण्णमविसेसं । *अपदेससंतमज्झं पस्सदि जिणसासणं सव्वं ।। १५ ।।
હૈ ? અપદેસમાં દ્રવ્ય લીધું, મજ્યં શાંતિસૂત્ર સમ્યગ્દર્શન ભાવશ્રુત લિયા, આ કહેતે હૈ કે નહીં ? અપદેસમેં અખંડ દ્રવ્ય અખંડ પ્રદેશ લેના, ઐસા અહીં બાત હૈ નહીં. સમજમેં આયા ? અભી છપા હૈ, સમયસારમેં ઐસા હૈ નહીં, એમકે દ્રવ્યશ્રુતમાં પણ આ દ્રવ્યશ્રુત શબ્દ જ દ્રવ્યશ્રુત હૈ. દ્રવ્યશ્રુતમાં એમ કે અમૃતચંદ્રાચાર્યે દ્રવ્યશ્રુતકા અર્થ, ઉસમેંસે અપદેસકા અર્થ નિકાલા હી નહીં પણ એ અપદેસ કહા વો હી દ્રવ્યશ્રુત હૈ. આહાહા ! અને દ્રવ્યશ્રુતભેંસે ભાવશ્રુત કહેના થા, દ્રવ્યશ્રુતમેં ભી, કે અંતર આનંદકા અનુભવ કરના, ભાવશ્રુત દ્વારા એ (વો ) ભાવશ્રુત હૈ, દ્રવ્યશ્રુતમેં ભી ઐસા કહા. આહા !
દેખો કળશટીકા હૈ ને આની કળશટીકા આ ૧૩ માં આ પહેલાં ૧૩ મો શ્લોક ગયો ને આપણે ઉસકી કળશટીકામાં ઐસા લિયા હૈ. કળશટીકા હૈ ને ? કેટલામું થયું તેર, દેખો આત્માનુભવ એમ કહેતે હૈ, જ્ઞાનાનુભવ ઐસા કહ્યા નામ ભેદ હૈ, વસ્તુ ભેદ નહીં. ગુજરાતી હૈ આત્માનુભવ મોક્ષમાર્ગ હૈ. આ પ્રસંગે બીજો પણ સંશય ઉત્પન્ન હોતા હૈ, રાજમલ્લની ટીકા હૈ, કે કોઇ જાણશે કે દ્વાદશાંગજ્ઞાન કોઇ અપૂર્વ લબ્ધિ હૈ. દ્વાદશાંગજ્ઞાન કોઇ અપૂર્વ લબ્ધિ કોઇ કહે તો ઐસા હૈ નહીં, એ તો વિકલ્પ હૈ. પંડિતજી ! એ તો દ્વાદશાંગજ્ઞાન પણ વિકલ્પ હૈ.
હવે, આપણે તો અપદેસમાંથી નિકાલના હૈ, ઉસમેં પણ દ્વાદશાંગજ્ઞાનમેં પણ ઐસા કહા હૈ, કે સ્વાનુભૂતિ મોક્ષમાર્ગ હૈ. સમજમેં આયા ? બાર અંગમેં ભી યે કહા હૈ, એ દ્રવ્યશ્રુત હૈ, વિકલ્પાત્મક ભાવ હૈ પણ કહા હૈ ઉસમેં એ, કે આત્માની અનુભૂતિ તે મોક્ષમાર્ગ હૈ, ઐસા કહા. તો દ્રવ્યશ્રુતમેં ભી આ આયા. એથી અમૃતચંદ્રાચાર્યે અપદેસનો અર્થ ન કિયા, કયુંકિ અપના સૂત્ર જ એ હી હૈ, એ સૂત્ર હી અપદેસ હૈ. એ સૂત્રમેં ભી ઐસા કહા, દ્રવ્યશ્રુતમેં અને ભાવશ્રુત તો, ભાવશ્રુત તો ઉસકો તો હૈ. અંતર અનુભવ હુઆ તો ભાવશ્રુતજ્ઞાન દ્વારા, તો ભાવશ્રુતમેં તો આત્મા હી જાનનેમેં આયા થા. આહાહા ! આ કળશની ટીકા કિયા હૈ, આ ગુજરાતી છે. હિન્દી નહીં હોય અહીં હિન્દીમેંય ઐસા હૈ. દ્વાદશાંગજ્ઞાન, એ અપદેશ આયા ઉસમેં દ્રવ્યશ્રુત આ
ગયા.
ઉસમેં અમૃતચંદ્રાચાર્ય બોલ લિયા તીન પણ પાંચેય લેના, (ગાથા ) પંદરમેં તીન બોલ લિયા હૈ ને ? પાંચમેંસે પણ એ તો ગાથા સંકીર્ણ હૈ વો કા૨ણે એ પ્રશ્ન હુઆ થા બહોત, દસદસકી સાલમેં ચોવીસ વર્ષ પહેલે વો થા ને વો મુખત્યાર દિલ્હી, એ કયા મુખત્યાર, હા જુગલિકશો૨. આ જુગલજી ગયા ? આ ટીકા કિયા ને ઉસને કિયા થા, ખબર હૈ એમ કે આ તીન બોલ હૈ. તીન બોલ લેના પાંચમેંસે, પણ તીનમેં પાંચ આતા હૈ. અમૃતચંદ્રાચાર્યે ટીકામેં લિયા હૈ ને, પણ એ ટીકા કરતે થે, ખબર હૈ ઠુમકો, દસની સાલ ચોવીસ વર્ષ હુઆ અમારે લાઠી ગયે થે ત્યાં આયા થા વો લખાણ કે પંદરમી ગાથામેં તીન બોલ કહા હૈ પાંચ બોલમેં દો – દો બોલ કહાંસે નિકલા ? પણ અમૃતચંદ્રાચાર્ય કહેતે હૈ એ તો સંકીર્ણ કરકે બનાયા હૈ દેખો. આહાહા ! ટીકાઃ- ટીકા હૈ ને ! જો યહ અબદ્ધસૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ ને અસંયુક્ત પાંચેય નિકાલા હૈ અમૃતચંદ્રાચાર્યે નિકાલા હૈ. અરે માણસ અપની કલ્પનાસે કરે ઐસા ન ચલે ભાઈ.