________________
૨૨૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આત્મા જે મુક્ત સ્વરૂપ, સામાન્ય સ્વરૂપ, નિયત-નિશ્ચય સ્વરૂપ, આહાહા... આકૂળતાના ભાવ રહિત આનંદસ્વરૂપ પ્રભુ, ઐસા પાંચ ભાવસ્વરૂપ પ્રભુ પોતે આત્મા હૈ, ઉસકો શેયાકા૨કા વિશેષસે છૂટકર એકીલા શાયકસ્વભાવકા જ્ઞાનાકાર હોના, ભાવશ્રુતરૂપે હોના, શુદ્ધ ઉપયોગ રૂપે હોના એ સામાન્ય જ્ઞાન કહેનેમેં આતા હૈ. આહાહા! સમજમેં આયા ? ( શ્રોતાઃસામાન્યજ્ઞાનકા નમૂના આયા) નમૂના આયા અંદર, સામાન્ય એ, એ પ્રશ્ન અત્યારે નહીં.
અહીંયા સામાન્ય નામ એકીલા શાયક સ્વભાવકે અવલંબનસે એ ઇન્દ્રિયકા વિષયસે રહિત, ઇન્દ્રિયના વિષયથી અનેકાકાર હોતા થા જ્ઞાન, એ વિશેષ જ્ઞાન, એ વિશેષ જ્ઞાનનો અર્થ ? એ મિથ્યાજ્ઞાન, આહાહા... ઔર ભગવાન આત્મા પાંચ ભાવસ્વરૂપ પ્રભુ વો તો દ્રવ્ય, એ તો સામાન્ય દ્રવ્ય, હવે એ સામાન્ય દ્રવ્યમાં એ દ્રવ્યકે અવલંબનસે ભાવશ્રુતજ્ઞાન જે હુઆ વીતરાગી પર્યાય હુઇ, ઇસકો યહાં સામાન્ય જ્ઞાન કહેતે હૈ, પર્યાયકો. આહાહાહા ! હૈ ? દેખો અંદર, હજી આવશે વિશેષ સ્પષ્ટીકરણ.
( શ્રોતાઃ– શેયાકાર જ્ઞાન મિથ્યા હોતા હૈ ? ) પર્યાયકા અનેકાકા૨ ઇન્દ્રિયજ્ઞાનકા વિશેષ જ્ઞાન, અનેકાકાર જ્ઞાન એ વાસ્તવિક જ્ઞાન હૈ હી નહીં. એટલે વિશેષ જ્ઞાનકા ઢંક જાના અને એકીલા આત્માકે અવલંબનસે જો ભાવશ્રુતજ્ઞાન હુઆ, વીતરાગી પર્યાય હુઇ, ઉસકો સામાન્ય જ્ઞાનકા આવિર્ભાવ કહનેમેં આતા હૈ. આહા... અને વિશેષ જ્ઞાનકા ઢંક જાના, ઇન્દ્રિયકા વિષય, ઇન્દ્રિયકા જ્ઞાન જો ૫૨કા વિષય કરતે હૈ, ઉસમેં અનેકાકાર હોતે હૈ એ અનેકાકા૨કા ઢંક જાના, અને એ જ્ઞાયક સ્વભાવકા એકાકારકી પર્યાય ઉત્પન્ન હોના, ઉસકા નામ સામાન્ય જ્ઞાન. હૈ કે નહીં અંદર ? એમાં આવશે હજી વિશેષ સ્પષ્ટીકરણ. આહાહા !
ઔર વિશેષ શેયાકા૨ જ્ઞાનકે દેખો, જુઓ વિશેષ શેયાકાર જ્ઞાન, શેયાકાર જે ઇન્દ્રિયોના વિષયો. શેયાકાર જ્ઞાન, ઉસકા ઢંક જાના અણીન્દ્રિય જ્ઞાનકા અંદર ઉત્પન્ન હોના એ જ્ઞાનકો સામાન્ય કહેતે હૈ. ઔર ઇન્દ્રિયજ્ઞાનસે જો જ્ઞાન હોતા હૈ એને વિશેષ કહેતે હૈ, એ જ્ઞાન મિથ્યા હૈ, ઢંક જાના. આહાહાહા ! આવી વાત છે પ્રભુ, શું થાય ? આહાહા ! સમજાય એવું છે, ભાષા જરી સાદી છે. ભાષા એવી કઠણ નથી કોઇ સંસ્કૃત ને ભાવ તો છે એ છે ભગવાન, શું થાય ? ૫૨કા ઇન્દ્રિયજ્ઞાનના વિષયથી હુઆ અનેકાકાર જ્ઞાન, ઉસકા લક્ષ છોડકર, આહાહા... એકીલા આત્મસ્વરૂપ ભગવાન પાંચ ભાવસ્વરૂપ ઉસમેંસે જો જ્ઞાન હુઆ એ સામાન્ય જ્ઞાન કહેનેમેં આતા હૈ. પર્યાયકો સામાન્ય જ્ઞાન કહેનેમેં આતા હૈ. વીતરાગી પર્યાયકો ભાવશ્રુતજ્ઞાનકો સામાન્યજ્ઞાન કહેનેમેં આતા હૈ. આહાહા ! હૈં ? ( શ્રોતાઃ– કોં ) કેમ એ વસ્તુ ૫૨કા ઇન્દ્રિયકા જ્ઞાનકે આકારસે રહિત એકાકાર જ્ઞાનકા આકાર હૈ. ભગવાન આત્મજ્ઞાન સ્વરૂપ જે ત્રિકાળ પાંચ ભાવસ્વરૂપ કહા ઉસકે એકાકાર હુઆ, ઉસકે એક દ્રવ્યકે આકાર એકાકાર જ્ઞાન હુઆ, એકાકાર જ્ઞાન હુઆ વો સામાન્ય જ્ઞાન કહેનેમેં આતા હૈ. આહાહા ! આવી વાત છે.
કહો, ગોદિકાજી ? એમાં ક્યાંય નિલમ ફિલમમાં મળે એવું નથી. ન્યાં ક્યાંય, રખડા રખડ કરે છે જ્યાં ત્યાં તે, આંહી જાવાનું છે અંદ૨માં એમ કહે છે એય ! આ વળી વધારે કરોડપતિ છે. ધૂળ ધૂળ, આહાહા!
અહીંયા તો ભગવાન પાંચ સ્વરૂપે પ્રભુ, આહાહા... આચાર્યની શૈલી તો જુઓ એક.