________________
શ્લોક - ૧૧
૨૦૩ ધંધાના પાપ એટલા તો લીન, લીન ને આર્તધ્યાન ને રોદ્રધ્યાન, હજુ ધર્મ શ્રવણ કરનેકા દો ચાર કલાક ભી હૈ નહીં, ને ધર્મ તો હું નહીં, પણ ધર્મ શ્રવણ સન્ શ્રવણ કયા હૈ ઉસકે માટે ચાર કલાક દિવસમાં નિકાલના તો નહીં એક આધા ઘંટા એક કલાક મળ્યા ને તે પણ એને કુગુરુ મિલા ઐસી બાત, ઐસે તમારે વ્રત કરો ને તપ કરો ને કુગુરુ લૂંટી લેતા ઉસમેં કલાક, સમજમેં આયા?
એય ! (શ્રોતા- કરે કયા સાહબ) આ કહેતે હૈ, કયા કરે? ઉસકી દૃષ્ટિ છોડકર અંદર દ્રવ્યમેં જાના. એ કરના હૈ. આહાહા ! (શ્રોતા- જાનેકી વિધિ બતા દો આપ.) આ કહેતે હૈં ને આ.
હુમારા તો ભાગીદાર થા ભાઈ, ફઇના દિકરા, ઉસકો ભી મૈં (ને) કહા થા ૬૬ ની સાલ, કહ્યું ને ૬૬ સાલ ૬૬ કેટલા વર્ષ થયા? ૧૯૬૬ હૈ? (શ્રોતાઃ- ૬૮ વર્ષ) ૬૮ વર્ષ પહેલે કહા થા, મેરી ઉંમર વીસ વર્ષથી થી, અત્યારે ૮૯ ચલતે હૈ. એ જનમના હોં, ગર્ભના તો ૮૯ પૂરા હો ગયા, સવા નવ મહિના યહાંસે ગિનતીમેં આતા હૈ ને? તે ૯૦ ચલતે હૈ. એ વખતે હમારા ભાઈ થા ને મોટી દુકાન થી બે દુકાન હૈ અભી દુકાન બડી હૈ. પાંત્રીસ ચાલીસ લાખ રૂપિયા હૈ, દુકાન હું અમારી પિતાજીકી થી ઔર દૂસરી હમારા ફઈના લડકાની થી. પાંત્રીસ ચાલીસ લાખ રૂપિયા અભી હૈ. તીન ચાર લાખકી આમદની હૈ. અભી પાલેજમેં, ભરૂચ વડોદરા બીચમેં, મૈને ભી ત્યાં પાંચ વર્ષ દુકાન ચલાઇ થી. ૧૭ વર્ષથી ૨૨ વર્ષ ઉંમર સંવત ૧૯૬૩ ૧૯૬૮, પણ વો કહા મૈ તો કહા થા ઉસમેં ઉસકો ભાઈકો મૈં તો ભગત પહેલેસે કહેલાતા છોટી ઉંમરમૅસે મેં તો ઉસકો કહા થા મેં દુકાને થડામેં બૈઠે થે કુંવરજી. મારાસે ચાર વર્ષ મોટા થે મેરેકા ૯૦ હુઆ ઉસકો ૯૪, મરીને તિર્યંચ હોને જાયેગા એ ધ્યાન રાખે તું. આપણે વાણીયા છીએ એટલે માંસ ને દારૂ ને ઇંડા તો ખાતા નથી એટલે નરકમાં તો નહીં જાવ એ યાદ રાખો કીધું. એ ગોદિકાજી! આ ૬૬ સંવત ૧૯૬૬ (શ્રોતા – આપનો અનુયાયી તો ક્યાંય જાય નહીં) આનો અનુયાયી ક્યાં છે? એ આત્માનો અનુયાયી થાય. એય તો જેને બે ચાર કલાક સૂનનમેં મિલા હૈ, સંસ્કાર હૈ એ પ્રાણી તો સ્વર્ગમેં હો જાયેગા. પણ આંહી તો જેને સંસ્કારેય નહીં કાંઇ સૂનનમેં આયા નહીં. સત્ અને બહારમેં ઐસા માથા ફોડ ઘાણીમેં પિલાય એમ આત્મા તો પિલ દિયા હૈ રાગ અને દ્વેષમેં, આહાહા! એ પ્રાણી તો કીધું મૈને ઉસકો કહા થા યાદ રાખો કીધું બોલે નહીં મારી સામે, હું તો ભગત કહેવાતો હતો. છોટી ઉંમરમૅસે હમારી તો દુકાન ચલતી થી મેં તો વાંચતા થા શાસ્ત્ર વાંચતા થા, (મૈને કહા) તિર્યંચમેં જાયેગા, દેવ હોનેકી મને તો લગતા નહીં તેરેકો, ઔર મનુષ્ય હોનેકા મેરે લગતા નહીં તેરે તું મનુષ્ય હો, બોલે નહીં. આહાહા ! એક તિર્યંચ ગતિ અને હુઆ ઐસા, મરતા આમ બહુ પૈસા પેદા કરવામાં બે-બે લાખની પેદાશ દસ-દસ લાખ રૂપિયા મૂકીને ગયો'તો. હવે તો અત્યારે વધી ગયું તો. મેં કિયા, મેં કિયા (કહા) ઐસી દુકાનકી ચલાઇ વ્યવસ્થા, ધૂળેય નહીં હૈ સાંભળને. તેં ક્યા કિયા? તેં કિયા અજ્ઞાન ને રાગદ્વેષ. એ મહેન્દ્રભાઈ !
(શ્રોતાઃ- આપકો કૈસે પતા ચલા કે વો ઢોરમેં ગયા.) કહાને યહાં ગતિ નહીં, ઐસા ઉસકી તેરા લક્ષણ નહીં દિખતે કીધું. હમ વો વખતે પણ શાસ્ત્ર વાંચતે થે ને હમ, દુકાન ચલાતે થે, ભાગીદાર જબ બૈઠે હો ત્યાં થડે તો હમ અંદર વાંચતે થે, ભાગીદાર ન હો તો હમારે દુકાને