________________
૨૦૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ થડે બેઠના પડે. આ તો ૬૩ સે ૬૮ કી બાત હૈ. સંવત ૧૯૬૩ સે ૬૮ કિતનેકા તો ઉસ ( સમય ) જનમેય નહીં હુઆ હોગા અભી. આહાહા ! આ તો પૂર્વકા સંસ્કાર થા ને તો ઐસે કીધું આપણે માણસ છીએ વાણીયા છીએ ને માંસ દારૂ નથી ને દેવમાં જવાના લક્ષણ મને લાગતા નથી. કેમકે તે૨ા પુણ્યકા પરિણામ ઐસા હૈ નહીં, ઔર મુનષ્ય હોનેકી લાયકાત મેરે દિખતી નહીં કે ઐસા ભી તેરી વિનયપણા, કષાયકી મંદતા એ ભી દિખતી નહીં, બોલે નહીં. (શ્રોતા:- મોઢે કહ્યું'તું ) મોઢે કહ્યું ને બેઠે થે ને થડે બેઠા થા ને કીધું ને હમારી બે દુકાન થી, બે દુકાન તીસ માણસ થા હમ, એક ૨સોડે જમતે થે તો એક દુકાનમેં રસોડે જમનેકો ગયે તો ત્યાં મેરેસે ઐસા બોલાઇ ગયા મે૨ા ભાઈ ભી બૈઠા થા ત્યાં બડા વો તો સ૨ળ થા મારા બડા ભાઈ ને એ, એના બડા ભાઈ ને મૈં બે દુકાન થી, કયા. આખો દિ' આ આર્તધ્યાન, સૂના હૈ કોઇ ધર્મ કયા કોઇ ચીજ કયા ગામમેં સાધુ આવે ( શ્રોતાઃ– એના માનેલા ) તો રાત્રે આઠ વાગ્યા પછી જાય. દિવસે સામું જોવે નહીં, ગામમાં સાધુ આવ્યા હોય તો. એ માનેલા સાધુ એના સંપ્રદાયના જો કે સાધુ હૈ નહીં, સમજમેં આયા ? પણ એની સ્થિતિ બહા૨ એવી સાધુ આવે તોય જાય નહીં, રાતે આઠ વાગે જાય.
શું આ માંડી છે કીધું આખો દિવસ તે ? દુનિયા ભલે ડાહ્યા ને દુનિયા બધા વખાણ કરે ગાંડા પાગલો, પાગલ વખાણ કરે, એથી તેરી રીપોર્ટ આ ગયા પરિણામ, ઉસકા શું કહેવાય એ રીપોર્ટ શું કહેવાય એ ? સર્ટીફીકેટ. આ પાગલો બધા સર્ટીફીકેટ આપે તને કે, ઓહોહો ! ભારે તમે કર્યાં ને, આહાહા ! પૈસા પેદા કર્યાં ને એમાંથી તમે પાંચ હજાર આપ્યા ત્યાં ને દસ હજાર આપ્યા ને એમાંય માન હોય પાછું ત્યાં, મારું નામ રાખજો મોઢા આગળ, તકતી, તકતીમાં તસદી લે એટલી બધી કે તખતી પડાવે. આ તારા તો પુણ્યનાય ઠેકાણાં નથી માળા !
આંહી કહેતે હૈ એ ચીજ તો કંઇ દૂસરી રહી પણ આંહી તો પર્યાયમેં જો પાંચ બોલ હૈ પ્રભુ તેરી ચીજ વો અંતર આનંદનો નાથ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ ઉસમેં યે હૈ હી નહીં. આહાહા ! ઉસકી દૃષ્ટિ કર, ઉસકા અનુભવ કર તો તેરે સમ્યગ્દર્શન હોગા ને જનમ મરણકા તબ અંત આયેગા, નહીંતર અંત નહીં આયેગા. આહાહાહા ! સમજમેં આયા ?
એ કહેતે હૈ. કયા ? એ દેખો ! આહાહા ! ઉપર તિરતે હૈ, તિરતે હૈ, હૈ કે નહીં અંદર ? ‘સ્ફુટમ ઉપરિ તરન્તમ્' આહાહા ! કયા કહેતે હૈ આ ? શરીર, વાણી, કર્મ, બાઇડી, છોકરા ઉપર તરતે હૈ એ તો બાત હૈ હી નહીં, એ તો દૂર રહેતે હૈ, પર્યાયમેં રહા આહાહા ! ગોદિકાજી ! આહાહા ! આ અમેરિકામાં જાવ છો ને રળવા, ૨ળવા, ૨ળવા, આર્તધ્યાન ને આ પૈસા આવે બે ચાર લાખ આવે જઇને આવે ત્યાં, હવે ધૂળમાં આ ક્યાં તારા લાખ શું કરોડ આવે તો ય કયા ચીજ હૈ ? આંહી તો કહે એ ચીજ તો દૂર રહી ગઇ એ આત્માકી પર્યાયમેં ભી લક્ષ્મી, સ્ત્રી, કુટુંબ, પરિવાર તો હૈ નહીં, પણ તેરી પર્યાયમેં એ વસ્તુ નહીં, પણ એ પર્યાયમેં રાગાદિ હૈ, આકૂળતાકા ભાવ હૈ, એ ત્રિકાળી આનંદકંદમેં ઉસકે ઉ૫૨ ઉપ૨ હૈ અંદરમેં નહીં. આહાહા ! સમજમેં આયા ? હૈં ? કયા કહેતે હૈ ?
તથાપિ કયા કહેતે હૈ ? હજી તો પર્યાયના નામ સૂના ન હોય, મજૂરની પેઠે જિંદગી કાઢી બધી, મોટા મજૂરો ઓલા મજૂર તો હજી સવારમાં આઠથી બાર, ચાર કલાક કામ કરે અને