________________
૨૦૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ભગવાન આત્માકા ત્રિકાળી તો નિત્ય સ્વભાવ હૈ, હૈ? એકરૂપ. બે, એક તો ત્રિકાળી નિત્ય હૈ અને એકરૂપ હૈ, પર્યાય અનિત્ય હૈ ને અનેકરૂપ હૈ. આહાહાહા ! સમજમેં આયા? ભાઈ, આ તો ભગવાન જિનેશ્વરદેવની ધર્મકથાની વાત છે બાપુ, આ કોઇ ચકલી લાવી ચોખાનો દાણોને ચકલો લાવ્યો મગનો દાણો, બનાવી ખિચડી ને આ એવી કથાઓ હાલે છે અત્યારે તો. વ્રત કરો ને અપવાસ કરો ને આ કરો ધૂળેય નથી બધું સાંભળને.
આંહી તો પરમાત્મા જિનેશ્વરદેવ ઇન્દ્રોની સમક્ષમાં એમ કહેતે થે, ઇન્દ્રો જે એકાવનારી જેની સભામાં ભગવાન પાસે આતે હૈ. અભી મહાવિદેહમાં બિરાજતે હૈ, તો ઉસકી પાસ આ કહતે થે, ઉસકે કાંઇ કોઇ ઇન્દ્ર છે ને રાંક લે તે ઉસમેં ફેર હૈ? સબ એક હૈ એ તો બારી પર્યાય હૈ.
આ દ્રવ્યસ્વભાવ તો નિત્ય હૈ. કયા કહેતે હૈં? પર્યાયમેં અવસ્થામેં અનેકતા પર્યાયકી અને રાગકા સંબંધ એ અનિત્ય હૈ અને અનેક હૈ, ત્યારે વસ્તુસ્વભાવ નિત્ય હૈ અને એક હૈ. આહાહા ! આવી વાતું છે. નિત્ય એકરૂપ હૈ ઔર વહ ભાવ અનિત્ય હૈ દેખો, બેય આયા દેખો, પર્યાયે અનેક ઔર અનિત્ય હૈ, જોયું? વસ્તુ સ્વભાવ જે ત્રિકાળી નિત્ય હૈ, ઔર એકરૂપ હૈ સદેશ સ્વભાવ એકરૂપ હૈ, ત્યારે પર્યાય અનેક હૈ, ઔર અનિત્ય હૈ આ નિત્ય હૈ અને એક હૈ, આહાહાહા. પર્યાય, દ્રવ્ય સ્વભાવમેં પ્રવેશ નહીં કરતી. આહાહાહાહા !
શરીર, વાણી, કર્મ અને બાઇડી, છોકરા, કુટુંબ તો ક્યાંય ( દૂર) રહી ગયા ક્યાં આત્મામેં હૈ યે નહીં. પરને મેરા માનતે હૈ મૂરખ હૈ મોટો, આહાહા... જગતકી ચીજ હૈ, એ તો જગતકી ચીજ હૈ. આ મારી બાઈડી ને મારા છોકરા થયા ક્યાંથી તને આ? સનેપાત લાગ્યો છે એને, આહાહા... એવી વાત છે બાપલા અહીં તો, આહાહા!હૈં સનેપાતવાળો દાંત કાઢે તો શું એ સુખી છે? દુઃખી છે. આ મજા છે અમારે. શેની મજા ધૂળમાં સનેપાતીયો દાંત કાઢીને ખુશી માને છે, છે દુઃખી, એમ આ પૈસા ને બાઇડી છોકરાના સંબંધમાં બેઠો હોય જાણે આહાહા.. સાત આઠ છોકરા હોય ને બાઇડી બેઠી હોય ને છોડીઓ બેઠી હોય ને જમાઈ બેઠા હોય, જાણે મોટો વાતો કરતો હોય હોંશે હોંશ, ઓહોહો.. બધું અમે તો જોયું છે ને બધું, આહાહા... પ્રભુ તેરી અનિત્યતા એ ઉપર ઉપર રહેતી હૈ. આહાહાહા !
યહ શુદ્ધ સ્વભાવ સર્વ અવસ્થાઓમેં પ્રકાશમાન હૈ, કયા કહેતે હૈ એ. પ્રત્યેક અવસ્થા ભલે રાગવાળી હો, આકૂળતાવાળી હો, વિશેષતા હો દરેક અવસ્થામેં, એ શુદ્ધસ્વભાવ તો પ્રકાશમાન પડા હી હૈ અંદર. આહાહાહા! ત્યાં દેષ્ટિ દેનેસે અનુભવ હોતા હૈ, આ વાત હૈ. તો સમ્યગ્દર્શન હોતા હૈ. સત્યદર્શન, બાકી થોથા હૈ સબ. સમજમેં આયા? એ સમ્યક સ્વભાવ જો ત્રિકાળ હૈ, શુદ્ધ સ્વભાવ સર્વ અવસ્થાઓમેં એકરૂપ ત્રિકાળ પ્રકાશમાન હૈ. આહાહાહા ! સારા, હૈં? (શ્રોતા:- એ ધ્રુવને સમ્યક્રસ્વભાવ કીધો.) ત્રિકાળ સમ્યક સ્વભાવ જીવકા, નિત્ય નિત્ય અંદર નિત્ય સ્વભાવ ઉત્પાદું વ્યય ધ્રુવ યુક્ત સત્ હૈ ને? તો જે ધ્રુવ જે હૈ, એ ઉત્પાદું વ્યયમેં આતા નહીં, ને ઉત્પાદુ વ્યય ત્યાં જાતે નહીં. આહાહાહા ! ધ્રુવ હૈ એ નિત્ય હૈને એકરૂપ હૈ, પર્યાય અનિત્ય હૈ ને અનેકરૂપ હૈ, એ અનેક ને અનિત્યતા, નિત્ય અને એકરૂપમાં પ્રવેશ નહીં કરતી. આહાહાહા !
શું ગાથા ! આહાહા!માખણ હૈ, માખણ નીકળતે હે ને! ઐસા રખતે હૈ માખણ છાસમેસે