________________
શ્લોક – ૧૧
૨૦૫ બપોરે બે થી છ આ મજૂર સવારનો ઊઠે છે છ વાગ્યે તે રાતના આઠ વાગ્યા સુધી. અરે ઓલો તો ચાર કલાકમાં તો અડધો કલાક બીજો કાઢી નાખે બીડી પીવી છે ને પેશાબ કરવા જાવું છે અને આ તો ભાઈ સાહેબ બેઠો દુકાને તે રાતના આઠ, આહાહાહા ! મોટા મજૂર, એ હસમુખભાઈ ! આંહી તો એ વાત છે બાપા, કિયા ને મોટા મજૂર એટલે આ મજૂરી નહીં. સમજતે હૈં? બડા મજૂર લ્યો, બડા મજૂર, આ સબ વેપારી આદિ હૈ એ બડા મજૂર હૈ. સવારથી સાંજ સુધી કામ કરતે હૈ એકલા પાપ, પાપ, પાપ, પાપ આંહી તો કહેતે હૈ કે એ પરકી ક્રિયા કર સકતે નહીં, પણ અપની પર્યાયમેં જો રાગ દ્વેષ આદિ આયા, આહાહાહા... એ ભી પર્યાય ઉપર રહેતી હૈ, દ્રવ્ય સ્વભાવમેં જાતી નહીં. આહાહાહા ! સમજમેં આયા?
તથાપિ એ પ્રતિષ્ઠા નહીં પાતે હૈ' આહાહાહા ! એ રાગ દ્વેષ, પુષ્ય ને પાપ, પર્યાયમેં અનેકતાથી વિવિધતા ને વિશેષતા ગુણકી, એ અંદરમેં શોભા નહીં પામતા, અંદરમેં પેઠ સકતે નહીં, ઉસકો અંદરમેં આધાર મિલતે નહીં. આહાહાહા! આવી ચીજ છે (શ્રોતા – મહારાજ, ધ્રુવ સ્વભાવના કયા બિગડા ?) સ્વભાવ તો ઐસા ને ઐસા હૈ, પર્યાયમેં બગાડ હૈ ને પર્યાયમેં દુઃખ હૈ ને પર્યાયમેં સંસાર હૈ, સમજમેં આયા? વસ્તુ તો સ્વભાવ ઐસા ને ઐસા હી હૈ, ઐસા બગાડ હો તો એ પર્યાયમેં હૈ, સંસાર પર્યાયમેં હૈ, રાગદ્વેષ પર્યાયમેં હૈ, સંસાર રખડના પર્યાયમેં, દુઃખ પર્યાયમેં હૈ, વસ્તુ ઉસસે ભિન્ન હૈ, કાયમ ગમે ઇતના પર્યાયમેં દુઃખ આયા, વસ્તુ તો આનંદકંદ શુદ્ધ ચૈતન્યઘન રહા હૈ. આહાહા ! આવી વાત છે ને ? આહાહા!
ભાઈ ! તને ખબર નથી તારી ચીજની. અને ક્યાં ક્યાં તું. વો મૃગલા હોતા હે ને હિરણ, ઉસકી નાભિમેં કસ્તુરી હોતી હૈ, નાભિમેં, પણ ગંધ આવે તો એ જાણે કે બહારસે આતી હૈ, બહાર ભમતે હૈ એમ આનંદ તો અંદરમે હૈ પણ બહારસે જાણે આનંદ મિલતે હૈ પૈસામેંસે, બાયડીમેંસે, છોકરાએંસે, કુટુંબમૅસે. ધૂળમાંય નહીં હૈ સૂન તો સહી. આહાહા! રંગુલાલજી! આહાહા.. આંહી તો ભગવાન ત્રણલોકનો નાથ, જાણ્યા ઐસા કહા, ઐસા સંતો અનુભવીને કહેતે હૈ. આહાહાહા! પ્રભુ! ભગવાન તરીકે હી બોલાતે હૈ, આચાર્ય તો, આત્મા ભગવાન સ્વરૂપ અંદર હૈ. આહાહા ! તેરા ભગવાન સ્વરૂપ જો અંદર હૈ, એમાં આ પર્યાયકી પામરતા અંદર પ્રવેશ નહીં કરતી. એ પર્યાયકી શોભા અંદરમેં નહીં જા સકતી. આત્મા શોભા નહીં દેતા ઉસકો, આહાહાહાહા ! હૈં? પ્રતિષ્ઠા નહીં પાતે, એટલે શોભા નહીં હોતી.
કયોંકિ દ્રવ્યસ્વભાવ તો નિત્ય હૈ. વસ્તુ જે હૈ દ્રવ્યસ્વભાવ પદાર્થ એ તો નિત્ય કાયમ હૈ આહાહાહા ! ભાષા તો સાદી હૈ પણ વસ્તુ તો અલૌકિક હું બાપુ, અરે બિચારાને મળતી નથી અત્યારે તો, આહા... આ આખો દિ' મજૂરી કરી કરીને મરીને હાલ્યા, વયા જવાના. આહાહા... એ ખિસકોલી ત્યાં ફરે હૈં ને બહુ ફરે એટલે એકદમ વિચાર આવી જતો, ખિસકોલી ખિસકોલી કયા કહેતે હૈ? ખિલેહરી હૈ? સ્વાધ્યાય મંદિરમેં બહોત ફિરતે હૈ બહોત ચારે બાજુ ફિર આ તે કિીધું કોણ. બહોત ફિરતે હૈ ત્યાં કાયમ ઘણાં મહિના થયા, કોણ જાણે ક્યાંનો જીવ હશે, કીધું આ. ખિલેહરી બહોત ફિરતી ત્યાં હૈ. આહાહા! અરેરે એનો આત્મા ક્યાં, ક્યાંની થઇ દશા, ક્યારે એ મનુષ્યપણું પામે, આહાહાહા... અને ક્યારે આ વિચાર સૂનનેમેં આવે અને સૂનનમેં આયા પીછે અંદર અમલમાં મૂકના ક્યારે? અરરર! હૈ?