________________
૨૦૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ પર્યાયમેં ભી એ નહીં. પૈસા બૈસા, ગોદિકાજી ! આ તમારા કરોડો રૂપિયા બુપિયા એ આત્માની પર્યાયમેં નહીં હૈ. બાઇડી, છોકરા, કુટુંબ, ધૂળ ને મકાન એ બધાં તેરી પર્યાયમેં ભી નહીં, પર્યાય સમજે ? અવસ્થા, વર્તમાન અવસ્થા ઉસમેં ભી નહીં. આહાહા !
હવે જો અવસ્થા જો હૈ બદ્ધસૃષ્ટઆદિ પાંચ બોલકી દશા એ પર્યાયમેં હૈ, નહીં હૈ ઐસા નહીં. પણ વો ઉ૫૨ ઉ૫૨ ૨હેતી હૈ, દ્રવ્ય ત્રિકાળી આનંદનો નાથ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ સર્વજ્ઞ ૫૨મેશ્વરે દેખા જિનેશ્વરે તે હોં, અન્યમતિ કહેતે હૈ એ વસ્તુ નહીં. એ વસ્તુ ક્યાંય એને હાથેય નહીં આઇ. આ તો જિનેશ્વર, ત્રિલોકનાથ, ૫૨મેશ્વ૨ વીતરાગ એણે જે અંદર આત્મા (દેખા ) કહા, આહાહાહા... ઐસી ચીજ જો ધ્રુવ આત્મા, ધ્રુવ આત્મા, જ્ઞાયક આત્મા, ભાવ સ્વભાવ શુદ્ધ સ્વભાવરૂપ આત્મા, ઉસમેં વો પાંચ પ્રકા૨કી પર્યાય કહી એ ઉ૫૨ ઉપર તિરતી હૈ. દેખો ‘સ્પષ્ટતયા’ પ્રત્યક્ષ અહીંયા તો કહેતે હૈ. આહાહાહાહાહા ! ઉસ સ્વભાવકે ઉ૫૨ તિ૨તે હૈ, ક્યા કહેતે હૈ આ ? આહાહા ! નિત્યાનંદ પ્રભુ અંદર કાયમી ૫૨મ સત્ય ત્રિકાળ ટીકનેવાલી ચીજ, ઉસમેં વર્તમાન પર્યાયકી આ દશા ઉ૫૨ ૨હેતી હૈ, અંદર નહીં જા સકતે. આહાહાહા! સમજમેં આયા ? પર્યાય હૈ, આ શ૨ી૨, વાણી, મન તો ધૂળ ને ૫૨ એ તો એની બાત તો અહીંયા હૈ નહીં. એ તો ઉસકી પર્યાયમેં ભી નહીં. પણ ઉસકી પર્યાય—હાલત વર્તમાન હાલતમેં પાંચ બોલ હૈ રાગકા સંબંધ અનિયત, અનેક અનેક પર્યાયકા ભિન્ન ભિન્નપણા, વિશેષપણા, અન્ય અન્ય ગતિપણા અને સંયુક્ત નામ વિકા૨ની દશાકી આકૂળતાકા સંયુક્તપણા, એ પર્યાયમેં હૈ, વર્તમાન દશા ઉસકી અવસ્થામેં હૈ. સમજમેં આયા ?
જેમ સુવર્ણ સોના હૈ, એ સોના જો હૈ એ તો પીળાશ ને ચીકાશથી ભરેલો પદાર્થ, એ કાયમ હૈ, ઔર ઉસકા કુંડળ ને કડાં ને વીંટી હોતી હૈ એ અવસ્થા હૈ. એ અવસ્થા સોનેકા ત્રિકાળી સ્વભાવમેં પ્રવેશ નહીં કરતી અવસ્થા. આરે આરે આવું છે. સમજમેં આયા ?
ભાઈ ! ધર્મ સમજના કોઇ અપૂર્વ વાત હૈ. બાકી કોઇ આ પૈસા મિલના, અબજોપતિ ને રાજા પણ એ તો અનંતબૈર મિલા, એ કોઇ નવી ચીજ નહીં. એ તો રખડનેકા ભાવ ચાર ગતિમેં ફુલનેકા ભાવ અને વો ચીજ તો અનંત બૈર મિલી. આહાહા !
પણ અહીંયા પરમાત્મા જિનેશ્વરદેવ ત્રિલોકનાથ કહેતે હૈ, એ સંતો આડતીયા હોકર જગતકી પાસે માલ મૂકતે હૈ. આહાહાહા !( શ્રોતાઃ- ભગવાનમાં આ ગોટો ભર્યો કઇ રીતે ?) ક્યાં ? ભર્યો નથી ને ? કોણે ભર્યો છે? પર્યાયમાં છે, એની દશામાં છે, અંદ૨માં ભર્યો નથી એ તો વાત ચાલે છે. ગોટો પર્યાયમાં ઊભો કર્યો છે, ઇ છે એની દશામાં, વસ્તુમાં નથી. આહાહાહા ! વસ્તુ શબ્દે ત્રિકાળી ચીજ. આહાહાહા !ત્રિકાળી તો અતીન્દ્રિય આનંદનો કંદ, પ્રભુ ધ્રુવ એ ઉ૫૨ ઉ૫૨ પર્યાય હૈ, ધ્રુવમેં કૈસે જા સકતે હૈ, આહાહાહા ! સમજમેં આયા ? આકરી વાત છે, પ્રભુ શું થાય?
અભી તો બહોત માણસ આયેગા તો સબકો આ સમજના પડેગા પ્રભુ, બહારમેં ધૂળમેં કાંઇ નહીં હોં, મરી જશે, એ આ વાણીયા મોટા વહેપારી હોય છે ને, એ માંસ ને દારૂ ન ખાય પણ વેપારના આર્તધ્યાન ને રોદ્રધ્યાનના પરિણામમાં એ મરીને પશુ થવાના છે, ઢોર, માછલીના કુંખે ને બકરીની કુંખે ને કાં કૂતરીને કુંખે જવાના છે. આહાહા ! એય, ધનાલાલજી ! વેપા૨ના