________________
૧૪૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ગાથાર્થઃ- [] જે નય [માત્માનમ] આત્માને [૩વરૃણમ] બંધ રહિત ને પરના સ્પર્શ રહિત, [અન્ય$] અન્યપણા રહિત, [નિયતમ] ચળાચળતા રહિત, [ વિશેષમ] વિશેષ રહિત, [ સંયુ$] અન્યના સંયોગ રહિત-એવા પાંચ ભાવરૂપ [પશ્યતિ] દેખે છે [તં] તેને, હે શિષ્ય! તું [ શુદ્ધયં] શુદ્ધનય [ વિનાનાદિ] જાણ.
ટીકા-નિશ્ચયથી અબદ્ધ-અસ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત-એવા આત્માની જે અનુભૂતિ તે શુદ્ધનય છે, અને એ અનુભૂતિ આત્મા જ છે; એ રીતે આત્મા એક જ પ્રકાશમાન છે. (શુદ્ધનય કહો યા આત્માની અનુભૂતિ કહો યા આત્મા કહો-એક જ છે, જુદાં નથી.) અહીં શિષ્ય પૂછે છે કે જેવો ઉપર કહ્યો તેવા આત્માની અનુભૂતિ કેમ થઈ શકે?તેનું સમાધાન- બદ્ધસ્પષ્ટત્વ આદિ ભાવો અભૂતાર્થ હોવાથી એ અનુભૂતિ થઈ શકે છે. આ વાતને દૃષ્ટાંતથી પ્રગટ કરવામાં આવે છે -
જેમ કમલિનીનું પત્ર જળમાં ડૂબેલું હોય તેનો જળથી સ્પર્શાવારૂપ અવસ્થાથી અનુભવ કરતાં જળથી સ્પર્શાવાપણું ભૂતાર્થ કેન્સત્યાર્થ છે, તોપણ જળથી જરાય નહિ સ્પર્શાવાયોગ્ય એવા કમલિની-પત્રના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં જળથી સ્પર્શાવાપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે; એવી રીતે અનાદિ કાળથી બંધાયેલા આત્માનો, પુદ્ગલકર્મથી બંધાવા-સ્પર્શાવારૂપ અવસ્થાથી અનુભવ કરતાં બદ્ધસ્પષ્ટપણે ભૂતાર્થ છેન્સત્યાર્થ છે, તોપણ પુદ્ગલથી જરાય નહિ સ્પર્શાવાયોગ્ય એવા આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં બદ્ધસ્પષ્ટપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે.
વળી, જેમ માટીનો, કમંડળ, ઘડો, ઝારી, રામપાત્ર આદિ પર્યાયોથી અનુભવ કરતાં અન્યપણું ભૂતાર્થ સત્યાર્થ છે, તોપણ સર્વતઃ અખ્ખલિત (-સર્વ પર્યાય-ભેદોથી જરાય ભેદરૂપ નહિ થતા એવા) એક માટીના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અન્યપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે; એવી રીતે આત્માનો, નારક આદિ પર્યાયોથી અનુભવ કરતાં (પર્યાયોના બીજા-બીજાપણારૂપ) અન્યપણે ભૂતાર્થ છે-સત્યાર્થ છે, તોપણ સર્વત: અખ્ખલિત (સર્વ પર્યાયભેદોથી જરાય ભેદરૂપ નહિ થતા એવા) એક ચૈતન્યાકાર આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અન્યપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે.
જેમ સમુદ્રનો, વૃદ્ધિહાનિરૂપ અવસ્થાથી અનુભવ કરતાં અનિયતપણું (અનિશ્ચિતપણું) ભૂતાર્થ છેક્સત્યાર્થ છે, તોપણ નિત્ય-સ્થિર એવા સમુદ્ર સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અનિયતપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે; એવી રીતે આત્માનો, વૃદ્ધિહાનિરૂપ પર્યાયભેદોથી અનુભવ કરતાં અનિયતપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે, તોપણ નિત્ય-સ્થિર (નિશ્ચલ) એવા આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અનિયતપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે.
જેમ સુવર્ણનો, ચીકણાપણું, પીળાપણું ભારેપણું આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતાં વિશેષપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે, તોપણ જેમાં સર્વ વિશેષો વિલય થઈ ગયા છે એવા સુવર્ણસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં વિશેષપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે; એવી રીતે આત્માનો, જ્ઞાન, દર્શન આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતાં વિશેષપણું