Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૩
પંચ પ્રતિકમાણસૂત્રો
એટલે કે એકસામટી વાતમાંથી કોઈ વસ્તુને જુદી પાડવી હોય, ત્યારે ગુજરાતી ભાષામાં સિવાય મૂકીએ છીએ, તેને બદલે સંસ્કૃતમાં અન્યત્ર અને પ્રાકૃત ભાષામાં અન્નત્ય મુકાય છે. અને જે વસ્તુ જુદી પાડવી હોય તેને ગુજરાતીમાં છઠ્ઠી અને સંસ્કૃતમાં પાંચમી તથા પ્રાકૃતમાં પાંચમીના અર્થમાં ત્રીજી વિભકિત મુકાય છે. એ રીતે ઊસસિએશં-આગારેહિં સંચાલેહિં વગેરે ઠેકાણે અન્નત્થના સંબંધથી પાંચમીના અર્થમાં ત્રીજી વિભકિત છે. આ ઉપરથી એમ સમજાશે કે કામિ કાઉસ્સગ્ગ એ પદોનો સંબંધ ઠેઠ આગારેહિં-અન્નત્ય સાથે તો છે જ.
૨. હવે અન્નત્ય સૂત્રનો આગરેહિં પછીનો ભાગ પણ કામિ કાઉસ્સગ્ગ એ બે શબ્દોના વિવેચનરૂપે જ છે. તેમાં પણ બે ભાગ પડે છે. કામિને લગતા ત્રણ ભાગ છે અને કાઉસ્સગ્નને લગતો એક ભાગ છે. તેમાં પણ કાય અને કાઉસ્સગ્નની વ્યાખ્યા રૂપે ત્રણ શબ્દો છે. તે આ રીતે-૧. અભખ્ખોથી કાઉસ્સગ્નમાં દઢ રહેવાની પોતાની ભાવના વ્યકત કરનારો ભાગ, ૨. જાવથી કાઉસગ્ગના વખતની મર્યાદા. ૩. ઠાણેણં કાઉસ્સગ્નમાં સ્થિર રહેવાનો પ્રકાર. અને ૪. કાયું, અપ્પાણે વોસિવ એ ત્રણ પદ કાઉસ્સગ્ન પદનો અર્થ. આ બધું કરેમિ કાઉસ્સગ્ગ પદો હોત તો કદાચ ન બતાવી શકાત. પણ કરેમિને બદલે કામિ પદ વાપરીને કાંઈક વિશેષતા અને સંક્ષેપ સૂત્રકાર ભગવાન બતાવે છે.
૩. ૧. અભગ્ન અને અવિરાધિત કાઉસ્સગ્ગ હોવાની પોતાની ભાવના પણ કામિ પદના જ બળમાંથી પ્રગટ થાય છે. ૨. જાવઅરિહંતાણં થી પારેમિ સુધીનાં પદો વખતની મર્યાદા બતાવે છે. ૩. અને ત્યાં સુધી શું કરવું ? તેના જવાબમાં કામિ. હામિ એટલે સ્થિર થાઉ છું. સ્થિરતા કોની ? શરીર, વચન અને મનની પણ. કાયાની સ્થિરતા ઠાણેણં કાયોત્સર્ગ મુદ્રાથી વચનની મૌનથી મનની સદ્દધ્યાનથી કરવી. તે જ સ્થિર થવું.
૪. હવે કાયોત્સર્ગ શબ્દમાં કાય. અને ઉત્સર્ગ એ બે પદો છે. કાય એટલે કાયા=શરીર. અને ઉપલક્ષણથી મન અને વચન પણ લેવાં એમ મોગેણં, ઝાણાં પદોથી સૂચવાય છે જ. ઉત્સર્ગ એટલે ત્યાગ, એ અર્થસૂચક વોસિરામિ પદ છે. ઉત્સર્ગમાં અને વોસિરામિ એટલે વ્યુત્સુના એ બન્ને પદોમાં જુદી જુદી રીતે પણ ૩-ઉપસર્ગ અને વૃન ધાતુ વપરાયેલ છે, કાયોત્સર્ગ-કાઉસ્સગ્ન એટલેકાયાનો ત્યાગ, એ અર્થ થયો. તે કેવી રીતે કરવો ? તે પણ ઠાણાં પદોથી બતાવેલ છે. કાર્ય વોસિરામિ એમ સંબંધ જોડાય છે. પરંતુ અખાણ પદ વધારે છે. તેનો શો આશય છે ? તે હાથે સમજવો જોઈએ.
૫. અખાણ એટલે પોતાનો. અથવા પોતાને અથવા આત્માને આવા અથ થઈ શકશે. તેથી અપાણે કાર્ય=એટલે પોતાની કાયાનો-કાયાની પ્રવૃત્તિનો ત્યાગ કરું છું, પોતાને તજું છું, એવા અર્થો થશે. પોતાની કાયાને તજવાનો અર્થ તો સમજાશે. પરંતુ, આત્માને કેમ જાય છે ત્યારે ત્યાં આત્માનો અર્થ બહિરાત્મા લેવાનો છે, બહિરાત્મા એટલે મન-વચન કાયાની બાહ્ય પ્રવૃત્તિઓ, કે જેને આત્માએ મોહથી પોતાની માનેલી હોય છે. તેના મમત્વનો ત્યાગ કરવાનો છે.
૬. આ પદોના અર્થો વિષે આટલો વિચાર કેમ કરવો પડે છે ? એ શંકા થશે. તેનું સમાધાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org