Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૨૭૫
આચાર છે, તે બધા અહિંસાને જીવનમાં ઉતારવાને માટેના જુદા જુદા પ્રયોગો છે.” જૈન ધર્મ :
આજ્ઞામય ધર્મ છે, વિનયમૂળ ધર્મ છે, સત્યમય ધર્મ છે, સામાયિકમય ધર્મ છે, ચાર સામાયિકમય ધર્મ છે, આવશ્યકમય ધર્મ છે, પંચ પરમેષ્ટિમય ધર્મ છે, ચાર શરણ રૂપ ધર્મ છે, પાંચ જ્ઞાનમય ધર્મ છે. ત્રણ રત્નમય ધર્મ છે, ત્યાગમય ધર્મ છે, સત્તર સંયમમય ધર્મ છે, બાર પ્રકારના તપોમય ધર્મ છે, આશ્રદ્વાર નિરોધ-સંવર પ્રવર્તનમય ધર્મ છે, પંચાચારમય ધર્મ છે, સર્વ કષાય ત્યાગમય ધર્મ છે, પંચ મહાવ્રત રૂપ ધર્મ છે, બ્રહ્મચર્ય-ગુરુકુળવાસરૂપ ધર્મ છે, ચતુર્વિધ સંઘામ્નાયમય ધર્મ છે, શાસનસેવામય ધર્મ છે, જ્ઞાન ક્રિયામય ધર્મ છે, અષ્ટપ્રવચન માતારૂપ ધર્મ છે, ચરણસિત્તરી કરણ સિત્તરીમય ધર્મ છે, હેય ઉપાદેય જોયપણે વિભકિત નવ તત્ત્વમય ધર્મ છે. ઉપશમ રૂપ ધર્મ છે, વૈરાગ્ય ધર્મ છે, વિવેક-સ્વ-પર તથા સાચા-ખોટાની વહેંચણ રૂપ ધર્મ છે. દર્શન વિશુદ્ધિમય ધર્મ છે, તીર્થ સંસ્થારૂપ ધર્મ છે, પ્રવચનથુતધર્મમય ધર્મ છે, સ્યાદવાદ જ્ઞાનમય ધર્મ છે, વૈયાવૃત્ય-સેવામય ધર્મ છે, આચારમય ધર્મ છે, સમ્યકત્વમૂલક ધર્મ છે, શિક્ષા-આસેવન રૂપ ધર્મ છે, નવપદની આરાધના મય ધર્મ છે, સાત નયજ્ઞાનાત્મક ધર્મ છે, ચાર નિક્ષેપાત્મક ધર્મ છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમય ધર્મ છે, થામણ્ય પ્રધાન ધર્મ છે, અધ્યાત્મમય ધર્મ છે, ઉચ્ચનીતિમય ધર્મ છે, દાન-શીળ-તપ ભાવનામય ધર્મ છે. વીશસ્થાનકારાધનામય ધર્મ છે, દેવ, ગુરુ, ધર્મમય ધર્મ છે.
ઉપર જણાવેલામાંનો કોઈ પણ એક પ્રકાર લઈ ઘટાવશો, તો પ્રાય: સમગ્ર જૈન ધર્મ એટલે તેના આચારો અને વિચારો, તેમાં સ્વતંત્રપણે ઘટી શકશે. કોઈ પણ એક વસ્તુને ધ્યાનમાં રાખીને જૈન ધર્મ તરફ જોશો તો તે તન્મય જ દેખાશે. વળી બીજી વસ્તુ ધ્યાનમાં રાખીને ઘડાવશો, તો ત્યારે વળી તન્મય જણાશે જ. છ આવશ્યકને દૃષ્ટિમાં રાખીને વિચારશો, તો જૈનધર્મની કોઈ પણ ક્રિયા તેના ક્ષેત્ર બહાર નહીં રહે. પંચ પરમેષ્ઠીમાં ઘટાવશો, તો તેમાં ઘટી શકશે.
લાદી પાથરનાર કારીગર લાદીના અનેક આકારના ટુકડા પરથી નાના નાના જુદા જુદા આકારો બનાવે છે. તે આકારો બીજા મોટા આકારોમાં કારણભૂત થાય છે. તે બધા આકારો એવી ખૂબીથી ગોઠવ્યા હોય છે કે એક રીતે જોઈએ તો તે ગોઠવણ ચોરસ દેખાય, બીજી રીતે ગોળ દેખાય, ત્રીજી રીતે આઠ ખૂણિયા દેખાય, ચોથી રીતે ફૂલને આકારે દેખાય. તેની પેઠે અનેક આચારમાં વ્યવસ્થિત, સમગ્ર અધ્યાત્મશાસ્ત્ર જુદા જુદા આકારના પ્રયોગોમાં વહેંચી નાંખી પાત્રો પ્રમાણે સગવડ કરી આપી છે.
લંબાણના ભયથી દરેક દાખલા અમો અત્રે ટાંકી બતાવી શકતા નથી. મુનિ, શ્રાવક, સમકિતી, થતાભ્યાસી પાત્રોને ઉદ્દેશીને રોજના, પાક્ષિક, માસિક, વાર્ષિક, જિંદગીના, જઘન્ય, ઉત્કૃષ્ટ, મધ્યમ, જુદા જુદા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, જુદા જુદા તીર્થંકરના તીર્થ કલ્પ અનુસાર, જુદી જુદી શકિત અનુસાર, એમ અનેક વિકલ્પોથી પડાવશ્યકો બતાવેલાં છે. તેમાં નય, નિક્ષેપની વિચારણાઓ સમાયેલી છે. સામાયિક આવશ્યક પણ ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ગ અને પ્રત્યાખ્યાનમય હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org