Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૪૨
પંચ પ્રતિક્રમણ સૂત્રો
મૂળદેવ :- જુઓ, હું બતાવું. [વિરોધવાળું સ્થળ બતાવે છે.] વિશ્વભૂતિ :- તમે કોની પાસે ભણ્યા છો ? તમારો ગુરુ કોણ છે ? મૂળદેવ :- એ પ્રશ્નો નકામા છે. આ૫ આનો ખુલાસો કરી શકો છો કે નહીં ? વિશ્વભૂતિ :- [ક્રોધાવેશમાં યદ્રા તદ્દા બોલે છે અત્યારે અમારે નાટ્યપ્રયોગનો વખત થયો છે. મૂળદેવ :- જિજ્ઞાસુને પ્રશ્નોત્તર ન આપતાં, નાટ્યાચાર્યની સ્ત્રી નટી ચાલતે નાટકે રોષ ભજવી બતાવે,
તે સિવાય નાટ્યાસ્નાયમાં રોષનો અવકાશ કદી જોયો નથી, છતાં આપ રોષ કરો છો ?
[વિશ્વભૂતિ મેણું સાંભળી ગભરાટમાં ચારે તરફ જોઈ રહે છે.] દેવદત્તા :- ગુરુજી ! અત્યારે આપને ઉતાવળ છે, પધારો. પછી વિચારીને ખુલાસો કરજો. વિશ્વભૂતિ :- હું જઈને બધું તૈયાર કરું છું. તું જલદી આવજે. [જાય છે.] દેવદત્તા - હા, અમે પણ સ્નાનાદિક કરી તૈયાર થઈ આવીએ છીએ. [માધવીને] અલી ! આજે
સ્નાન પહેલાં મારે અંગમર્દનની જરૂર પડશે. મૂળદેવ:- નહીં મળે તો આપણું કામ અટકશે નહીં. દેવદત્તા:- શું આપ એ કળા પણ જાણો છો ? મૂળદેવ :- મને તો સહેજ સાજ આવડે છે. અને અત્યંગજ્ઞાન તમે પણ ધરાવતા હશો ? જેથી
આપણું કામ અટકશે નહીં એમ મારું કહેવું છે. દેવદત્તા :- માધવી! જા તૈયારી કર. માધવી :- [જઈને પાછી આવી] બધું તૈયાર છે, પધારો સ્નાનાગારમાં. દેવદત્તા :- ચાલો સ્નાનાગારમાં. મૂળદેવ :- હા. ચાલો! [બન્ને જાય છે.] દેવદત્તા :- આપની અંગમર્દન કળા પ્રથમ બતાવો. મૂળદેવ :- પ્રથમ તમે બતાવો. દેવદત્તા :- આપની આગળ અમારી કળા કશા હિસાબમાં નથી. મૂળદેવ:- [કળાવિધાન યુકત મર્દન કરે છે.] દેવદત્તા :- ખરેખર અંગેઅંગમાં સુખ અને આહલાદનો સંચાર થઈ રહ્યો છે. ખરેખર સર્વ કળામાં
નિષ્ણાત આપ કોઈ મહાપુરુષ જણાઓ છો. મૂળદેવ :- એ તો સહજ મહાવરાથી આવડે છે, તેથી આપણું કામ નભાવી લીધું છે. દેવદત્તા - આવું અદ્ભુત કામ સહજ મહાવરાનું પરિણામ ન હોય. કળજ્ઞાન તરફની આપની નમ્રતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org