Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પર પ્રતિક્રમણ સૂત્રો
૪૮૭
રહેલ હોય, તે દરેક ઉપકરણો પડિલેહવા. રાત્રિપોસહવાળાએ-પહેલાં કામળી પછી બાકીના પડિલેહવા. ને પડિલેહણ બાદ સર્વ ઉપધિ લઈ ઊભા થઈ જવું. પછી ઠંડાસણ યાચી કાજે
લેવાના વિધિ પ્રમાણે કાજે લેવો. ૩૩. રાત્રિપોસહની ઇચ્છાવાળાએ - રાત્રિપોસહ કરવાની ઈચ્છાવાળાએ ઓછામાં ઓછું એકાસણું
તો કરેલું હોવું જ જોઈએ. પોસહ લીધા પહેલાં પડિલેહણ દેવવંદન કરેલ હોય, તો પછી પોસહ લેવાના વિધિ પ્રમાણે પોસહ તથા સામાયિક લઈ બધા આદેશો માગવા અને તે વખતે માત્ર મુહપત્તિનું જ પ્રતિલેખન કરવું. પરંતુ પોસહ ઉચ્ચર્યા બાદ પડિલેહણ તથા દેવવંદન કરાય તે
વધારે યોગ્ય છે.
૩૪. દેવવંદન પહેલાં - પડિલેહણા પછી કાજો પરઠવ્યા સુધી નીચે બેસવું નહીં. પરંતુ પરાઠવ્યા બાદ
દેવ વાંદવાની શરૂઆત કરવી. પરંતુ મુકિસહિઅંના પચ્ચકખાણવાળાએ તે પહેલાં પાણી પી લેવું જોઈએ. અને પ્રતિક્રમણ પહેલાં પાણાહારનું પચ્ચકખાણ કરી લેવું. પરંતુ દેવવંદન બાદ પાણી
પી શકાય નહીં. પ્રથમ જણાવ્યા પ્રમાણેના વિધિ પ્રમાણે દેવવંદન કરવું. ૩૫. માંડલ-સ્થડિલની પડિલેહણા - જેણે સવારે આઠ પહોરની પોસહ ઉચ્ચર્યો હોય, અથવા જેમણે
સાંજે રાત્રિ પોસહ ઉચ્ચાર્યા હોય, તેમણે-સાંજના દેવ વંદન પછી અને પ્રતિક્રમણ કરતાં પહેલાં-“કુંડળ ન લીધા હોય, તો લઈને કાને ભરાવી સાચવી રાખવા, તથા ઠંડાસણ, રાત્રિમાં ઉપયોગમાં આવે માટે ચૂનાવાળું અચિત્ત પાણી, કૂંડી, પૂંજણી, અને જરૂર પડે તેમ હોય તો લોટો, વગેરે યાચી રાખવા.
પછી ખમા ઈરિયાવહિયં પહિકમી લોગસ્સ સુધી કહેવું. પછી ખમાર ઈચ્છાચંડિલ પડિલેહઉ ? ગર- પડિલેહેહ. ઇચ્છે. કહી ચોવીશ માંડલા કરવા. માંડલા કરતી વખતે સંથારાની બાજુ મનમાં કલ્પી, તે તરફ ચરવળો કંપાવતાં, પહેલાં જ માંડલા કરવા, ઉપાશ્રયના બારણાની અંદર કલ્પી, બીજા છ માંડલા કરવા. એ જ પ્રમાણે બારણાંની બહાર ત્રીજા અને ચોથા
ઉપાશ્રય-પોસહ શાળાથી ૧૦ ડગલાં દૂર કલ્પી, છ છ માંડલા કરવા. પછી પ્રતિક્રમણ. ૩૬. પછી દેવસિસ, પાક્ષિક, ચૌમાસિક કે સાંવત્સરિક પ્રતિક્રમણમાંનું યથાયોગ્ય પ્રતિક્રમણ શરૂ કરવું.
શરૂઆતમાં ઇરિયાતિય પડિકકમીને મુકિસહિઅને પચ્ચકખાણવાળાઓએ પાણાહારનું પચ્ચકખાણ કરવું. ત્યવંદન શરૂ કરવું. સાત લાખ અને અઢાર પાપ સ્થાનકને બદલે ગમાણાગમાણેનો ઉચ્ચાર કરવો. અને કરેમિ ભંતે! માં જ્યાં જાવ નિયમં આવે, ત્યાં જાવ પોસહં
બોલવું. ૩૭. રાત્રિ પોસહવાળાએ શાંતિ પછીના લોગસ્સથી જુદા પડી જવું. અને દિવસના પોસહવાળાઓએ પોસહ પારવાની નીચે પ્રમાણે શરૂઆત કરવી
ખમા, ઈરિયાવહિયં-લોગસ્સ સુધી. ચઉકસાય-નમુત્યુ જાવંતિ, ખમા જાવંત. નમોડર્વત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org