Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમાણસૂત્રો
જેટલી ન જ હોય એ સ્વાભાવિક છે. અહીંના કુટુંબપ્રેમ જુદી જ જાતના છે. ખાસ અભ્યાસી
વિના ન સમજાય તેવા છે. ૫. તે જ પ્રમાણે રડવું કેમ અને રડાવવું કેમ તેની કળા પણ અહીં ખીલી છે. રડાવનારી કોમના
ધંધાર્થી માણસો પણ અહીં હોય છે. ૬. તે જ પ્રમાણે વૈરાગ્યના બોધથી શોકને તદ્દન કેમ ઠારી નાંખવો ? તેની કળાના જાણનાર
આધ્યાત્મિક ધર્મગુરુઓ પણ અહીં એવા જ હોય છે. આથી આ દેશ તેની પ્રજા અને તેની
સંસ્કૃતિ ઘણી જ વિલક્ષણ અને અદ્વિતીય છે. છે. સમાજમાં રહેલ માનવના સુખદુઃખમાં સમાજના બીજા લોકોનો પણ સહકાર હોવો જોઈએ,
એ ધોરણે કુટુંબના દરેક જાહેર કામમાં સમાજ, સ્નેહીઓ, સગાંઓ ભાગ લેતાં હોય જ છે. તેથી લગ્નના હર્ષમાં અને મરણના શોકમાંયે ભેગા ભાગ લેવા આવે છે અને તે ગોઠવણ સમાજશાસ્ત્રની દૃષ્ટિથી બરાબર જણાય છે. આર્યકુળમાં જન્મવું તે જેમ આનંદનો વિષય છે, અને તેને સામાજિક જાહેરાત આપીને સાકર વહેંચીને કે જ્ઞાતિને જમાડીને જન્મમાં અને લાયક કુટુંબના જન્મેલા લાયક જીવ માટે સામાજિક સમ્મતિ મેળવી લેવામાં આવે છે. કેમ કે, તેને સમાજમાં કાયદેસર જન્મ તરીકે પણ સ્વીકારાવવાની યોજના તે જન્મનારના જન્મ મહોત્સવમાં કાયદેથી ગૂંથાયેલી પડી છે.
તે જ પ્રમાણે સમાજમાંથી સમાજના માન્ય (રજિસ્ટર થયેલ) કુટુંબની મરણ પામેલ સભ્ય વ્યકિતના મરણને સમાજમાં કાયદેસર મરણ તરીકે સ્વીકારાવવું, તેમજ સમાજ તરફનું માન અને સન્માન મરનારને અપાવવું, તથા માન આપનારાઓની સેવા, તેમની ભકિત કરવા, સામાજિક મેળાવડા એ જ મરણ પ્રસંગના જમણવારો છે. સર્વ સંસ્કારોની પેઠે એ મરણસંસ્કારની જાહેર ઉજવણી છે. જાહેર મેળાવડામાં દરેક સગા સંબંધીઓ કે અંગત સ્નેહીઓ જ હોય છે તેમ નથી હોતું. તેમાં તો સમાજના દરેક પ્રકારના માણસો હોય તે દરેકને ભોજન પહોંચી વળે તેવું હોવું જોઈએ. અને આગળ તો મીઠાઈ પણ બહુ સાદાઈથી થતી હતી. ગોળના પકવાન કે ચણા જેવી બે જ ચીજો થતી હતી. ખાંડના પ્રચાર પછી વિવિધ ચીને હાલમાં વધી ગઈ છે. રોટલા રોટલી બધાને પહોંચી શકે જ નહિ છતાં સ્નેહીઓને માટે તો તેવી ગળપણ વગરની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. આની કોઈ પણ પ્રવૃત્તિમાં ભોજન તો મુખ્ય હોય છે. ત્યારે હાલની કોઈ પણ પ્રવૃત્તિમાં ભાષણ મોઢે બોલવાનું જ મુખ્ય હોય છે. હવે તેમાં અલ્પાહાર ઉમેરાતો
જાય છે. ૧૦. મરનારની જેવી લાયકાત, તેના પ્રમાણમાં જાહેર ઉજવણી થતી હતી. તેના અનેક
પ્રકારો-ગામ ખર્ચ, પરગણાખર્ચ, તાલુકાખર્ચ, આખી નાત બોલાવવી વગેરે ઘણા પ્રકાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org