Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
છે. તેને બદલે રચનાત્મક અને તેના ઉપરના પ્રેમની દષ્ટિથી કરવો જોઈએ તો જ તેનું રહસ્ય બરાબર સમજવામાં આવે. પછી ખંડનાત્મક દૃષ્ટિથી પણ અભ્યાસ કરી જોવામાં હરકત નહીં. કેમ કે, તેથી તેની કસોટી કરી શકાય.
તે જ પ્રમાણે આજના જમાનાની વસ્તુઓનો રચનાત્મક દષ્ટિથી પ્રચાર કરવામાં આવે છે, અને તે જ દષ્ટિથી દરેકની સામે રજૂ કરવામાં આવે છે. એટલે લોકો તેનો તે જ દૃષ્ટિથી અભ્યાસ કરે છે. પરંતુ તેનો ખંડનાત્મક દષ્ટિથી અભ્યાસ કરી જોવા જોઈએ અને પછી ખંડનાત્મક દૃષ્ટિથી કરવાથી તેની કસોટી થઈ શકશે.
એટલે ધર્મોનો વિચાર પ્રથમ ખંડનાત્મક દૃષ્ટિથી અને આજની જડવાદની સંસ્કૃતિનો વિચાર પ્રથમ ખંડનાત્મક દષ્ટિથી કરવો જોઈએ. કેમ કે, પ્રથમનો અભ્યાસ વાસ્તવિક રીતે ઉપાદેય અને નિઃસ્વાર્થ વીતરાગોપદિષ્ટ છે, અને પછીનો વાસ્તવિક રીતે હેય છે. પછી બન્નેની કસોટી કરવા ઉલટાવીને વિચારવા. જેથી સત્ય શું, ઉપાદેય શું, તત્વ શું, આદરણીય શું તે બરાબર ધ્યાનમાં આવશે. આજે પ્રજાનો બુદ્ધિભેદ થયો છે તેથી શ્રદ્ધા તૂટતી જાય છે. તેનું મૂળ કારણ ઉપર પ્રમાણે ખોટી રીતે અને એકદેશી રીતે બન્નેયનો અભ્યાસ થાય છે તે છે.
દાખલા તરીકે ઐતિહાસિક સત્ય દષ્ટિ વિષે અમોએ જ્ઞાનાચારમાં લખ્યું છે. તે જ પ્રમાણે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, રાજ્યનીતિ શાસ્ત્ર, ન્યાયશાસ, કાયદા, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન વગેરે શાસ્ત્રો વિષે પણ છે, ત્યારે ગમે તેના લખેલા આજના તે શાસ્ત્રીય ગ્રંથોને સામાન્ય સમજના વિદ્વાનો ગણાતા માણસો અને સામાન્ય લોકો સાચા અને રીતસરના માની લે છે. પરંતુ તેમાં ઠામ ઠામ અપસિદ્ધાંતો જોવામાં આવે છે.
દાખલા તરીકે, ભૂગોળમાં પણ તેમને આવી ભ્રમોત્પાદક રચના દેખાશે.
આ દેશનાં સ્થળોમાં આ દેશની પ્રજા માટેના રચનાત્મક અને સંરક્ષક સાધનો ક્યાં કયાં અને કયા કયા દેશમાં કયા કયા શહેરમાં કે ગામમાં છે તેની વાત જ આવતી નથી. માત્ર –
કોઈ પણ વાત આવે તો તે કેવળ પ્રાચીન શોધખોળના ખાતાને ઉપયોગી માહિતી જ માત્ર હોય જેથી પ્રજા સંતોષ માને અને બાકીની બસો વર્ષમાં જે નવી રચના થઈ હોય તેની વાત હોય. રેલવે સ્ટેશન, કલેકટરની કે એવી કચેરીનું મથક, નિશાળો, કૉલેજો કે પરદેશ નિકાસ કરવા લાયક માલનાં નામો કે કઈ ચીજે પરદેશથી એ દેશમાં કે પરદેશમાં આયાત કરી શકાય? તેવી વાતો હોય છે.
તેમાં પ્રજાની રચનાત્મકતા હોતી જ નથી.
દાખલા તરીકે, “અમદાવાદ મિલોનું મથક છે.” એમ હોય, પરંતુ જૈનોનું કેન્દ્ર છે કે જગતભરના બુદ્ધિમાનમાં બુદ્ધિમાન વેપારીઓની બુદ્ધિને આટે તેવા જૈન વેપારીઓ છે અને તેમની અમુક રીતની રચના તેમને ટકાવી રાખે તેવી ગોઠવાયેલી છે. તેમજ કાશી કે અજમેર કે કોઈ પણ દેશની વાત લઈએ, તો પણ તેમાં શહેર કે દેશ પ્રજાની રચનાત્મક તે વાત તમને મળશે જ નહીં. દેર, ઉપાશ્રય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org