Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૪૮
પંચ પ્રતિકમાગસૂત્રો
કે જ્ઞાનભંડારો કે સાધુઓની અસર અને માન-સન્માન, ભકિતની અનન્યતાની વાત જ નહીં હોય, માત્ર હઠીસિંગનું દેરું કે એવી પ્રાચીન શોધખોળની દૃષ્ટિથી કે રાજી રાખવાની દૃષ્ટિથી એવું એકાદ નામ આપીને સંતોષ માન્યો હોય છે. તે જ પ્રમાણે તે તે દેશોમાં તે યુરોપ વગેરે દેશની ભૂગોળોમાં પ્રજાનું ખમીર ખીલે તેવી વાતો અને સંજોગો વર્ણવ્યા હશે. અહીંની કોઈ બાબત ઉપર ટીકા કરી ખંડન કરવામાં કદાચ નહીં આવ્યું હોય, છતાં ગુણોની ઉપેક્ષાનો પ્રચાર કરવો એ પણ મોટામાં મોટી યોજના હલકા પાડવાની છે, તથા એ પણ મોટામાં મોટું ખંડન જ ગણાય.
પ્રજાનાં તત્ત્વો કેવી રીતે તે તે સ્થળે તૂટે છે, અને નવાં તત્ત્વો કેવી રીતે ગોઠવાય છે તે વાત તો તમને હાલની ભૂગોળમાંથી જાણવા જ મળે જ નહીં. વ્યાપારી ભૂગોળ કે ઈતિહાસોમાંથી પણ યુરોપ દેશના લોકોના વ્યાપારની દૃષ્ટિથી જ લખાણ હોય અને અહીંના ભણેલા તેમના સારા કલાર્ક તરીકે કામ આવે, એ સિવાય બીજું સત્ત્વ તેનામાં આવે જ નહીં. અર્થશાસ્ત્રના આજના ધનોત્પાદક સિદ્ધાંતો આપણામાં બેકારી ફેલાવે. આ દાખલા પરથી આજનાં બધાં શાસ્ત્રો માટે સમજી લેવું.
પાક્ષિક અતિચારની આલોચના પછી
અતિચાર પછી પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તના અંગ તરીકે પ્રાયશ્ચિત્ત તપ ગુરુ સંભળાવે છે, અને પછી વ્રતના રચનાત્મક સ્વરૂપના જ્ઞાન માટે પફખી સૂત્રાદિ અને તેને સ્થાને શ્રાવકો માટે વંદિતુ સૂત્ર આવે છે, પછી તરત જ શુદ્ધ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત રૂપે મુનિઓને પગામ સજઝાય અને શ્રાવકોને વંદિનુ સૂત્ર બોલવાનું હોય છે, પછી બળવાન પ્રાયશ્ચિત્ત ક્રિયા તરીકે ૧૨, ૨૦, ૪૦ વગેરે લોગસ્સના કાયોત્સર્ગ આવે છે. અંતિમ પાક્ષિકાદિ વંદન કરી અભુઠીઓ ગુરુ મહારાજને શિષ્ય ખામી લે છે, અને પાક્ષિક પ્રતિક્રમણની સંપૂર્ણતા સુધી પહોંચી જાય છે. પાક્ષિક તપ ઉપરથી આ પ્રતિક્રમણ ભલે પાખીને દિવસે સાંજે થાય છે. પણ તેનો સંબંધ ૧૫ દિવસો સાથે છે. એ બરાબર સમજાશે.
આલોચન પ્રતિક્રમણ-તપ, કાયોત્સર્ગ વગેરે પ્રાયશ્ચિત્તો ૧૦ પ્રાયશ્ચિત્તોમાં આવે છે, તે આ રીતે આ વિધિમાં ઉપર પ્રમાણે સચવાય છે.
૧૨ લોગસ્સના કાઉસ્સગ્ન પછી, પ્રગટ લોગસ્સ કહી પાક્ષિક પ્રતિક્રમણની સમાપ્તિસૂચક મુહપત્તિ પડિલેહિ બે વાંદાણા દઈ સમાપ્તિનો અભુકિઓ ખામી ગુરુ-શિષ્યના અંગત સંબંધને લગતા ચાર ખામણાં ખમાસમણ દઈને આદેશ માંગીને ખમાવવાની શરૂઆત કરે છે. આ ખામણાંનો પાઠ જે કે મુખ્ય રીતે મુનિ મહારાજાઓને જ બોલવાનો છે. છતાં વિધિમાં ખામણાંના હેતુઓ શ્રાવકોને પણ બરાબર સમજાય, માટે અમોએ પણ એ અર્થ સાથે આપેલ છે:
દરેક ખામણાંની શરૂઆતમાં-ખમાસમણ દઈ, સંડાસા પ્રમાઈ, અવગ્રહમાં પ્રવેશ કરી, પંચાંગ પ્રણિપાત કરી શિષ્ય ગુરૂને ચરણે હાથ સ્થાપે છે, અને ગુરુ વાત્સલ્યભાવથી તે હાથ ઉપર હાથ મૂકી રાખી “પોતે શરણે સ્વીકારેલ છે,” એવો ભાવ બતાવે છે. પછી શિષ્ય નીચે પ્રમાણે અનુક્રમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org