Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૭૯૧
विशे षार्थ
આ સ્તોત્રના રચનારા પૂ. શ્રી સિદ્ધસેન દિવાકર સૂટ મની પ્રસિદ્ધ કથા બીજ ગ્રંથોમાંથી જાણી લેવી. પાર્શ્વનાથ પ્રભુનું આ સ્તોત્ર ભક્તામરના સ્તોત્ર કરતાં વધારે ગંભીર કાવ્યરચનાવાળું છે, તેથી તેનો અર્થ સમજવો એકાએક કઠણ પડે છે. કોઈ કોઈ ઠેકાણે વિરોધાભાસ-શ્લેષ વગેરે અલંકારો વધારે વાપરેલ હોવાથી સામાન્ય જનસમાજને અર્થ સમજવો મુશ્કેલ પડે તેમ છે. એટલે જો કે અમોએ સળંગ અર્થ સરળતામાં આપ્યા છે છતાં ભણનાર ભણાવનારને ખાસ કાળજી રાખી ભાવાર્થ સમજવા પ્રયત્ન કરવો.
૯ મું સ્મરણ બૃહચ્છાન્તિ ૭૧
નવસ્મરણ-પ્રતિષ્ઠા: શાંતિસ્નાત્ર: વગેરે મંગળમય પ્રસંગોમાં તથા પ્રાત:કાળે પ્રથમ પ્રહર સુધી નમિણ અને કલ્યાણ મંદિર સિવાયનાં સાત સ્મરાગ ગણાય છે. બાકીના પ્રસંગે નવે ય સ્મરણ ગણાય છે. પાઠાન્તરો, વિશેષ અર્થો, વ્યાખ્યાનાન્તરો મંત્રકલ્પ વગેરે ટીકા વગેરે વિશેષ ગ્રંથોથી જાણવા.
I પંચ પ્રતિક્રમણ સૂત્રો અને નવસ્મરણ અર્થ સહિત સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org