Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 878
________________ પંચ પ્રતિક્રમણસૂત્રો પ્રતિક્રમણનો સાતમો પર્યાય ગઈ ॥ ઢાલ સત્તરમી ॥ રાજાજી હો રાણાજી અથવા રાણીજી હો જાતીરો' કારણ માહરે કોઈ નહિજી - એ દેશી. ગહ તે નિંદા પરસાખિસ્યુંજી, તે પડિકકમણ પરયાય; દૃષ્ટાંત તિહાં પતિ-મારિકાજી, વર્ણવ્યો ચિત્ત સુહાય. સાચલો' ભાવ મન ધારોજી. ૧. કિહાં એક અધ્યાપક વિપ્ર છેજી, છેરે તરૂણી તસ ભજ્જ; ‘કાક બલિ દેહિ પ્રિય !' ઈમ કહેજી, સા કહે ‘બિહું હું અજ્જ’ સાચલો ૨. ભીરૂ તે જાણી રાખે ભલેજી, વારે વારે ઘણા છાત્ર; ઉપાધ્યાયના રે આદેશથીજી, માન્ય છે તેહ ગુણપાત્ર. સાચલો ૩. મહાઠગ તે ઠગને ઠગ્રેજી, એક કહે ‘મુગ્ધ ન એહ: જોઉં હું ચરિત્ર સવિ એહનુંજી, સહજથી કપટ અòહ.’ સાચલો. ૪. નર્મદાના પર ફૂલમાંજી, ગોપજ્યું સા નિશિ આય; અન્યદા નર્મદા ઉતરેજી, કુંભે સા ચોર–પણે જાય. સાચલો ૫. ચોર એક ગ્રહ્યો રે જલજંતુએજી, રોઈ કહે સા દગ ઢાંકી; ‘તીરથ મેલ્હીને મ ઉતરોજી, જાઈ કુતીર્થ તે વાંકી.' સાચલો ૬. જોઈ ઈમ છાત્ર પાછો વલ્યોજી, બીજે દિને બલિ દેત; રાખતો છત્ર ભલી પરે કહેછ, શ્લોક એક જાણણ હેત. સાચલો ૭ શ્લોક. યત: ૮૦૫ दिवा बिभेषि काकेभ्यो रात्रौ तरसि नर्मदां । कुतीर्थानि च जानासि जलजंत्वक्षिरोधनं ।। ઢાલ પૂર્વલી સા કહે ‘શું કરૂં ઉપવરેજી, તુઝ સરિખા નવિ દક્ષ'; તે કહે ‘બીહું તુજ પતિ થકીજી', હુઈ તે પતિ મમારી વિલક્ષ. સાચલો ૮. પોટલે ઘાલી અટવી ગઈજી, થંભે શિરવ્યંતરી તેહ; વન ભમે માસ પર લગેજી, ભૂખ ને તૃષા રે અòહ. સાચ૰ ૯. ઘરિ ઘરિ ઈમજ ભિક્ષા ભમેજી, પતિ મારીને દિયો ભિખ; ઈમ ઘણે કાલે જાતે થકેજી, ચિત્તમાં લહિઅ સા દિફ્ન. સાચલો ૧૦. અન્યદા સંયતણી વંદતાંજી, શિરથકી પડીયો તે ભાર; વ્રત ગ્રહી તે હલુઈ થઈઝ, ગર્હાએ સુજસ સુખકાર. સાચલો ૧૧ પ્રતિક્રમણનો આઠમો પર્યાય શુદ્ધિ-શોધન ।। ઢાલ અઢારમી ॥ તે તરિયા રે ભાઈ તે તરિયા, જે વિષય ન સેવે વિરૂઆરે - એ દેશી. તે તરિયારે ભાઈ તે તરિયા, ક્રોધાદિકથી જે ઉતરીયા રે; સોહી-પડિકકમણે આદરિયા, વસ્ત્ર ૧. રણાજી હો નાતરો. ૨. સાંભલો. ૩. ખાય. ૪. ઉપવરેજી. ૫. અડી. ૬. મલેજી. ૭. સંયતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 876 877 878 879 880 881 882 883