Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text ________________
ન્યાયવિશારદ ન્યાયાચાર્ય પૂ. મહામહોપાધ્યાય
શ્રી યશોવિજયજી ગણિવર વિરચિત
શ્રી પ્રતિક્રમણ હેતુ ગર્ભિત સ્વાધ્યાય
હું નમ: પ્રસ્તાવ
ને દૂહા શ્રી જિનવર પ્રણમી કરી, પામી સુગુરુ પસાય, હેતુગર્ભ પડિકકમણનો, કરયું સરસ સઝાય. ૧. સહજ-સિદ્ધ જિન વચન છે, હેતુ-રૂચિને હેતુ; દેખાડે મન રીઝવા, જે છે પ્રવચન-કેતુ. ૨. જસ ગોઠે હિત ઉલ્લશે. તિહાં કહીજે હેતુ'; રીઝે નહિ બૂઝે નહિ, તિહાં હુઈ હેતુ “અહેતુ'. ૩. હેતુ યુક્તિ સમજાવીએ, જે છોડી સવિ ધંધ; તેહ જ હિ તમે જાણો, આ અપવર્ગ સંબંધ. ૪.
પ્રતિક્રમણ અને તેના છ પ્રકાર
I ઢાલ પહેલી છે
ઋષભનો વંશ રયણાયરો - એ દેશી. પડિકામણ તે આવશ્યક, રૂઢિ સામાન્ય પયન્થોરે; સામાયિક-ચઉવીસન્થો, વંદનપડિકકમણન્દોરે. ૧. શ્રુત-રસ ભવિયાં ! ચાખજે, રાખજે ગુરુકુલ-વાસોરે; ભાખજે સત્ય અસત્યને નાખજે, હિત એ અભ્યાસોરે. ૨. ધૃતરસ ભવિયાં! ચાખજે. - એ આંકણી. કાઉસ્સગ્ગ ને પચ્ચકખાણ છે, એહમાં પર્ અધિકારો રે, સાવધ યોગથી વિરમવું, જિન-ગણ-કીર્તન-સારો રે. વ્યુત ૩. ગુણવંતની પ્રતિપતિ તે, અતિક્રમ નિંદા ઘણેરી રે, વ્રત-ચિકિત્સા ગુણ-ધારણા, ધુરિ શુદ્ધિ ચારિત્ર કેરી રે. શ્રુત ૪. બીજે દર્શનના આચારની, જ્ઞાનાદિક તણી ત્રીજે રે, ચોથે અતિચાર અપનયનની, શેષ શુદ્ધિ પાંચમે લીજેરે. શ્રુત ૫. છઠે શુદ્ધિ તપ-આચારની, વિર્યાચારની સર્વેરે, અધ્યયને ઓગણત્રીશમે, ઉત્તરાધ્યયનને ગર્વે રે. ધૃત૬. અરધ નિબુ રવિ ગુરુ, સૂત્ર કહે કાલ પૂરો રે, દિવસનો રાત્રિનો જાણીયે, દસ પડિલેહણથી સૂરો રે. મૃત. ૭. મધ્યાહનથી અધરાતિતાઈ, હુએ દેવસી અપવાદે રે; અધરાત્રિથી મધ્યાહનતાઈ, રાઈય યોગ-વૃત્તિ નાદે રે. થુત૮. સફલ સકલ દેવ ગુરુ નતિ, ઈતિ બારે અધિકાર રે;
૧. હિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883