Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૭૧૮
પંચ પ્રતિકમાણસૂત્રો
ગણાય છે. ૩. શ્રાવનાં એકથી માંડીને સર્વ વ્રતો સુધીનાં વ્રતો ઉચ્ચરેલ હોય, તો તેઓ દેશવિરતિ સામાયિકવાળા કહેવાય છે. ૪. અને મુનિ મહારાજાઓ સર્વ વિરતિ સામાયિકવાળા ગણાય છે.
૧. સમ્યકત્વવાળાને પણ છ આવશ્યક રોજ દિવસમાં, રાત્રિમાં અને પાક્ષિકાદિમાં સાચવવાનાં હોય છે. અને તેમાં શમ, સંવેગ, નિર્વેદ, આસ્તિકય અને અનુકંપા રાખે, તે અને તેવી બીજી ભાવનાઓ, તેનું સામાયિક આવશ્યક ગણાશે, દેવગુરુ ધર્મની શ્રદ્ધા, તત્વાર્થ શ્રદ્ધાન “તમેવ સર્ચ નિસર્સકે જે જિગેહિં પઇય' વગેરે પ્રકારની શ્રદ્ધા. “જીવાઈ નવપયભે જો જાગઈ તસ્સ હોઈ સમ્મત્ત અયાણમાણે વિ- ૨. રોજ ત્રણ કાળ જિનદર્શન, પૂજા, મહોત્સવો વગેરે તેના ચતુર્વિશતિ સ્તવ આવશ્યક ગણાશે. ૩. ત્રણેય વખત ગુરુવંદન, ગુરુ મહારાજને ચોમાસામાં લાવવા વગેરે ઉત્કૃષ્ટ ગુરુવંદન આવશ્યક. ૪. મિથ્યાત્વનો ત્યાગ, તેવી પ્રવૃત્તિઓનો ત્યાગ વગેરે પ્રત્યાખ્યાન આવશ્યક. ૫. ભૂલનો પશ્ચાત્તાપ વગેરે પ્રતિક્રમણ આવશ્યક. ૬. દેવ, ગુરુ, ધર્મ ખાતર ભોગ આપવો, તેના વહીવટ ચલાવવા, ઉજમણાં કરવાં, શાસનની જાહોજલાલી વધે તેવા પ્રયાસો કરવા, શાસન ખાતર કષ્ટ સહન કરવું વગેરે કાયોત્સર્ગ આવશ્યક ગણાશે.
સમ્યકત્વ સામાયિકવાળાને – દેવ ગુરુ ધર્મ ઉપર દઢ શ્રદ્ધા [લૌકિક વ્યવહાર દૃષ્ટિથી પ્રશસ્તકષાય] તે સમગદર્શન, જ્ઞાન અને જ્ઞાનીઓની ભકિત તે સમગજ્ઞાન ચારિત્ર અને ચારિત્રપાત્રોની, તીર્થંકર પરમાત્માની, શાસનની ભકિતના કામમાં જાતે ભળવું તે સમ્યફચારિત્ર.
આ પ્રમાણે શ્રુત સામાયિકવાળા માટે ૧. શાસ્ત્રાભ્યાસમાં લાગ્યા રહેવું, રોજ ભણવું, વાંચવું વિચારવું વગેરે પ્રકારે પંચવિધ સ્વાધ્યાય. જ્ઞાનારાધનની તપશ્ચર્યા, જ્ઞાનની ભક્તિ, લખવું, લખાવવું, ભણવા-ભણાવવાનાં સાધનો પૂરા પાડવાં, મેળવવા વગેરે, સામાયિક આવશ્યક. ૨. તેમાં ગુરુની પરતંત્રતા – ગુરુવંદન. ૩. ચોવીસ તીર્થંકર પરમાત્માની આજ્ઞાનુસારના શાસ્ત્રને માનવું, તે ચતુર્વિશતિ સ્તવ, જ્ઞાનપંચમી વગેરે જ્ઞાનને ઉદ્દેશીને દેવ વાંદવા વગેરે. ૪. ક્ષયોપશમ ખીલે તેવા પ્રયાસ કરવા, અવજ્ઞા આશાતના નિવારવા વગેરે પ્રત્યાખ્યાન. ૫. જ્ઞાનાચારના આઠ અતિચારો આલોવવા. તેનાં પ્રાયશ્ચિત્તો લેવાં વગેરે પ્રતિક્રમણ. ૬. અને જ્ઞાનાભ્યાસ, તેની સાર-સંભાળ, લખવું-લખાવવું, જાતે રચના કરવી. તે સર્વમાં એકાગ્રતા, પરિચય, ચિનાન, મહેનત વગેરે કાયોત્સર્ગ.
શ્રુતસામાયિકવાળાને – શાસ્ત્રો પર શુદ્ધ શ્રદ્ધાન, તે સમ્યગદર્શન, શાસ્ત્રાભ્યાસ, તે સમગજ્ઞાન, તે પ્રમાણે વર્તવા પ્રાથમિક પ્રયાસ, તે ઉપધાન વગેરે સમ્યગચારિત્ર, એ પ્રમાણે પાંચ આચાર પણ ઘટાવી શકાય.
તે પ્રમાણે દેશવિરતિ અને સર્વવિરતિ માટે પણ છ આવશ્યક ત્રણ રત્ન, પાંચ આચાર વગેરે ઘટાવી શકાય. તેનો ઘણો વિસ્તાર હોવાથી અત્રે આપતા નથી. લગભગ ર૭૫ પૃષ્ઠ જેટલી હાથનોટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org