Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૭૧૬
પંચ પ્રતિક્રમણ સૂત્રો
ગર્ભિત પાક્ષિકાદિ છ આવશ્યકમય પ્રતિક્રમણ આવશ્યક પૂરું થાય છે.
૬. સક્ઝાયમાં ઉવસગ્ગહર અને સંસારદાવા શા માટે બોલાય છે ? તેની સમજ અમોને બરાબર નથી. ગુરગમથી જાણી લેવું. ઝંકારાથી ઉચ્ચ સ્વરે કેમ બોલાય છે ? તેનું કારણ સંસારદાવાના અર્થમાં અમોએ વિચારેલ છે, ત્યાંથી જોઈ લેવું.
છે. બૃહસ્થતિ - સંઘમાં પાક્ષિકાદિ શાંતિ તુષ્ટિ પુષ્ટિ ખાસ મજબૂત રૂપમાં કરવા માટે બોલાય છે. ત્યાર પછી લોગસ્સ અંતિમ મંગળ તરીકે બોલાય છે.
૮. પછી સંતિક ખાસ વિશેષ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને ઉદ્દેશીને ઉપદ્રવોની શાંતિ માટે કોઈ ઠેકાણે નિયમિત રોજ, કોઈ ઠેકાણે પાક્ષિકાદિ પ્રતિક્રમણ પછી, અને કોઈ ઠેકાણે પ્રસંગ પડયે ત્રણ કે સાત વાર પણ બોલવાની પરિપાટી છે. તેનાં કારણો ગુરુગમથી જાણવાં. પરંતુ એ પ્રતિક્રમણનું અંગ નથી.
૯. સાંવત્સરિકમાં ૪૦ લોગસ્સ પછી ૧ નવકાર ગણવામાં આવે છે, તેનું કારણ “મંગળ માટે છે.” એમ જણાવેલ છે. પરંતુ અમારી સમજ પ્રમાણે શ્વાસોચ્છવાસોની ગણતરી પૂરી કરવા માટે પણ કદાચ હોય છતાં ગુરુગમથી સમજવું.
૧૦. કેટલાકને છીંકના કાયોત્સર્ગ માટે ઘણું જ આશ્ચર્ય થાય છે. પરંતુ તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી, કેમ કે, નિમિત્તશાસ્ત્રની દૃષ્ટિથી વિજ્ઞાનસિદ્ધ ભલામણ છે. અષ્ટાંગ નિમિત્તશાસ્ત્રમાં અનેક મંગળ તથા અમંગળનાં નિમિત્તો ગણાવ્યાં છે. તેમાં છીંકને અમંગળનું નિમિત્ત પણ બતાવ્યું છે, એટલે તે દૂર કરવા તપશ્ચર્યા, કાયોત્સર્ગ વગેરે બળવાન સાધનો છે. એટલે નિમિત્તશાસ્ત્રનું વિજ્ઞાન તદ્દન ખોટું હોય, તો છીંકનો કાયોત્સર્ગ વગેરે ખોટા ગણાય. પરંતુ નિમિત્તશાસ્ત્રને ખોટું ઠરાવવું એ રેતમાંથી તેલ કાઢવા બરાબર છે. સાંગોપાંગશાસ્ત્રને વૈજ્ઞાનિક કસોટી ઉપર વૈદકશાસ્ત્રની માફક કસી જેવું જોઈએ, અને જે કસોટીમાં પાર ઊતરે, તો પછી છીંકના કાયોત્સર્ગને માટે આશ્ચર્ય પામવા જેવું નથી. છીંકનો કાયોત્સર્ગ નિમિત્તશાસ્ત્રને આધીન છે. માટે જ્યાં સુધી નિમિત્તશાસ્ત્રનું વિજ્ઞાન ખોટું કરે નહીં, ત્યાં સુધી છીંકના કાયોત્સર્ગ સામે ચર્ચા નકામી છે. અને બાળ જીવોએ તેવી ચર્ચા ન કરતાં મહાપુરુષોની આજ્ઞાને અનુસરવું જોઈએ. દુ:ખક્ષય કર્મક્ષયના માત્ર શાંતિ તુષ્ટિ પુષ્ટિના કાયોત્સર્ગ પહેલાં છીંકનો કાઉસ્સગ્ન કરી લેવાય છે. તે ઉપરથી તે પડાવશ્યકનું અંગ નથી, પણ તે છેલ્લા શાંતિના કાયોત્સર્ગનું અંગ બની શકે છે, એમ જણાશે. છીંકના નિવારણ માટે ઈરિયાવહિયા પ્રતિક્રમણ, ખમાસમણ, સત્તરભેદી પૂજા અને છેવટે કાયોત્સર્ગ, ભાવશુદ્ધિ રૂપ સામાયિક અને અપમંગલનું પ્રત્યાખ્યાન એમ છ આવશ્યકો સચવાય છે. સત્તરભેદી પૂજા માંગલિક છે. અને સકળ સંઘે કરેલો કાયોત્સર્ગ પણ દોષનું મહાનિવારણ છે.
૧૧. હવે પાક્ષિક - ચોમાસી અને સાંવત્સરિક પ્રતિક્રમણના આગલા દિવસે, તેમજ મુનિમહારાજાઓ વિહાર કરીને આવે તે દિવસે, ચૈત્યવંદન - હીં પાર્શ્વનાથને કરે છે, સ્તુતિ કલ્લાકંદની બોલે છે, સ્તવન સંતિકરનું અને સક્ઝાય - મુનિમહારાજાઓ - ધોમંગલ અને શ્રાવકો મહજિગાણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org