Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
७२२
પંચ પ્રતિક્રમણ સૂત્રો
(૧૧) ચાર પ્રકારનાં પાપકર્મ : (૧) સ્પષ્ટ પાપકર્મ - સોયના ઢગલાને હાથ વગેરે લાગવાથી વેરાઈ જાય છે તેમ નિંદા ગીંથી જે પાપ નાશ પામે તે, (૨) બદ્ધ પાપકર્મ - દોરા વડે બાંધેલી સોયો દોરો છોડીએ ત્યારે છૂટી છૂટી થઈ જાય છે, તેમ આલોચન - પ્રતિક્રમણથી જે પાપ ક્ષય થાય તે, (૩) નિધન પાપકર્મ - દોરે બાંધેલી સોયો કટાઈ ગઈ હોય તેને તેલ લગાડીને તાપ દેવાથી તથા અન્ય લોઢા સાથે ઘસવાથી મહામહેનતે જુદી થાય, તેમ જે પાપ તીવ્ર ગહ તથા આકરા તપથી ક્ષય થાય છે તે. (૪) નિકાચિત પાપકર્મ - તેજ સોયના સમૂહને અગ્નિમાં મૂકીને ધમવાથી (ટીપી નાખવાથી) એકાકાર થઈ જાય છે, પછી તે જુદી પડે જ નહીં, તેમ જે પાપ અત્યંત આકરામાં આકરા તપ વડે પણ મુશ્કેલીથી કદાચ ક્ષય પામે, પણ રસ - વિપાક વડે અવશ્ય વેદવું – ભોગવવું - અનુભવવું પડે જ છે તે. આ ચાર પ્રકારનાં પાપકર્મમાંથી પ્રતિક્રમણ કરતાં બે પ્રકારનાં પાપકર્મોનો ક્ષય થાય છે.
(૧૨) તપચિંતવાણીના કાઉસ્સગ્નમાં તપનું ચિંતન જ કરવું જોઈએ, તેની વિધિ આ પ્રમાણે – શ્રી વીર ભગવંતે છ માસી તપ કર્યો, તે ચેતન ! તું તે કરી શકીશ ? (અત્રે ઉત્તર મનમાં ચિંતવવો કે) શકિત નથી, પરિણામ નથી. તો એક ઉપવાસ ઓછો કર ! શક્તિ નથી. પરિણામ નથી. તો બે ઉપવાસ ઓછા કર, એમ યાવતુ ર૯ ઉપવાસ ઓછા કરવા પર્યત ચિંતવવું. અને દરેક વખતે શકિત નથી, પ્રણામ નથી, એમ મનમાં બોલવું. પછી પંચમાસી કર, ચઉમાસી કર, ત્રિમાસી કર, દ્વિમાસી કર, માસક્ષમણ કર. અહીં પણ દરેક વખતે ઉત્તર ચિંતવતા જવું. પછી એક દિવસ ન્યૂન, બે દિવસ ન્યૂન, એમ તેર દિવસ ન્યૂન (૧૭ ઉપવાસ) સુધી વિચારવું. પછી ૩૪ ભકત (૧૬ ઉપવાસ) કરી શકીશ ? ૩ર ભકત કર, ૩૦ ભકત કર, એમ બબ્બે ભકત ઓછા કરતાં યાવતુ ચોથા ભકત સુધી કહેવું. પછી એક ઉપવાસ કર. આયંબિલ કર, નિવિ કર, એકાસણું કર, બેઆસણું કર, અવરૃદ્ર કર, પુરિમઢ કર, સાઢપોરિસિ કર, પોરિસિ કર, નમકકારસી મુટિકસહિએ કર. અહીં સર્વ સ્થાનકે શકિત નથી, પરિણામ નથી, એમ ચિંતવવું, પણ જે તપ કર્યો હોય પણ અત્યારે કરવો ન હોય, ત્યાંથી કહેવું કે “શકિત છે, પણ પરિણામ નથી, અને છેલ્લે જે તપ કરવો હોય ત્યાં શક્તિ પણ છે અને પરિણામ પણ છે,' એક કહી કાયોત્સર્ગ પારીને લોગસ્સ કહેવો.
દ્રા અને ભાવ આવશ્યક.
૧. દ્રવ્ય આવશ્યક.
દ્રવ્ય આવશ્યક - આવશ્યક સૂત્રના પાઠો શુદ્ધ ઉચ્ચારથી બોલવા.
અથવા સૂત્રપાઠ વિના પાપ આલોવવા વગેરે.
આવશ્યકાદિકનાં સૂત્રો સ્પષ્ટ અને અન્યૂનાધિક અક્ષરે બોલવા જોઈએ. જૂનાધિક બોલવાથી થતા અનર્થનું ભાન કરાવવા માટે થોડાંક શાસ્ત્રપ્રસિદ્ધ દષ્ટાંતો :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org