Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
૧. પાટલીપુત્ર નગરમાં મૌર્ય વંશના અશોકશ્રી નામે રાજાને એક રાણીથી કુણાલ નામે પુત્ર થયો. રાજાએ ઉજ્જયિની નગરી ખચીઁ માટે આપી. જ્યારે તે આઠેક વર્ષ ઉપરનો થયો, ત્યારે દૂતે આવી અશોકશ્રી રાજાને નિવેદન કર્યું કે,
“આપનો પુત્ર હવે આઠેક વર્ષનો થયો છે.’' એ વાત સાંભળી અંતેઉરમાં બેઠેલા રાજાએ સ્વહસ્તથી પોતાને હાથે પુત્ર ઉપર એક કાગળ લખી તેમાં જણાવ્યું કે, ‘ફાનીમધીવતાં વુક્ષ્મ:’ ‘‘હવે યોગ્ય ઉમ્મર થવાથી કુમારને અભ્યાસ કરાવો.” તે કાગળ બીડયા વગર શરીરચિંતા ટાળવા રાજા ગયો. તેવામાં એક રાણીએ તે કાગળ લઈને વાંચી લીધો, અને મનમાં ચિંતવ્યું કે, “મારે પણ પુત્ર છે, પરંતુ તે હજુ નાનો છે. કુણાલ મોટો છે. જો કુણાલ રાજ્ય યોગ્ય થઈ જશે તો મારા પુત્રને રાજ્યપ્રાપ્તિ થઈ શકશે નહીં. તેથી એમ કરું કે જેથી કુણાલ રાજ્યને અયોગ્ય થાય. આ વખત પણ અનુકૂળ આવ્યો છે.’' એમ વિચારી હાથમાં રહેલી અંજનની સળીને થૂંક વડે ભીની કરી અકારની ઉપર બિંદુ કરી દીધું. એટલે -‘ગંધીવતાં માર: .' એમ થયું.
પણ તે કાગળ રાણીએ જ્યાં હતો ત્યાં રાખી દીધો. રાજાએ પણ એ કાગળ ફરીને વાંચ્યા વગર જ બીડી દીધો.
૭૨૩
હવે પહોંચ્યા પછી કોઈ એક અધિકારીએ તે કાગળ વાંચી જોયો. પરંતુ જોખમકારક જાણીને કુમારને વંચાવ્યો નહીં.
છેવટે અતિ આગ્રહથી તે કુમારે વાંચ્યો. કુમારે વિચાર્યું કે, “મૌર્યવંશના રાજાઓની આજ્ઞા કર્યાંય કોઈ પણ ખંડન કરતા નથી, તો હું જાતે જ પિતાશ્રીની આજ્ઞા ખંડિત કરું ? એમ બને જ નહિ.’’ એક કહીને તત્કાળ ધગાવેલી લોઢાની સળી લઈને હાહારવ કરતાં સહુ જનોએ વાર્યા છતાં તેણે પોતાની બન્નેય ચક્ષુઓને ડાંભી દીધી અને અંધ થયો.
એ બધી હકીકત સાંભળીને રાજા ખેદ પામ્યો.
એક બિંદુ વધવાથી કેટલો અનર્થ થયો ? માટે સૂત્રમાં અધિક પણ અક્ષર ન બોલવો.
૨. કોઈ એક અટવીમાં એક સરોવર હતું. તેને લોકો કામિકા તીર્થં કહે છે. તે સરોવરના તીરે એક વંજુલ નામે વૃક્ષ હતું, તેની “શાખા ઉપર ચઢી કોઈ તિર્યંચ એ સરોવરના જળમાં પડે, તો તે તીર્થના મહિમાથી માનવ થઈ જાય અને જો મનુષ્ય પડે તો તે દેવ રૂપ થઈ જાય. પરંતુ જો અધિક વાનરીના લોભથી તેમાં કોઈ બીજી વાર પડે, તો તે મૂળરૂપ પાછું પામે” એક દિવસ એક વાનર શ્વેતાં જોતાં એક મનુષ્ય અને મનુષ્યણી તે વૃક્ષની શાખા ઉપર ચઢ્યાં; ત્યાંથી તે સરોવરનાં જળમાં પડ્યાં અને દેદીપ્યમાન કાંતિવાળાં દેવદેવી થયાં. તે જોઈ તે વાનર-વાનરી પણ તેવી જ રીતે તે જળમાં પડ્યાં. તે શ્રેષ્ઠ રૂપવાળાં નર-નારી થયાં. પછી પેલા વાનરે કહ્યું કે, આપણે ફરી પડીએ તો દેવરૂપ થઈએ. તે વખતે તેની સ્રીએ તેને બહુ સમજાવ્યો છતાં તે તો પડ્યો જ અને પોતાના મૂળરૂપે વાનર થયો.
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org