Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 794
________________ પંચ પ્રતિકમણસૂત્રો ૭૨૧ નાશ. (૫) રાઈ પ્રતિક્રમણ : મંદ સ્વરે કરવું, કારણ કે ઉચ્ચ સ્વરે બોલવાથી ગરોળી આદિ હિંસક જો હિંસા કરવા માંડે છે. મિથ્યાત્વી તથા હિંસક આદિ પાડોશી હોય તો કોઈ માછલાંની જાળ લઈને નદીએ જાય, કોઈ દળવા માંડે, કોઈ ખાંડવા ભરડવા તથા લીંપવા માંડે, કોઈ ચૂલો સળગાવે, ઈત્યાદિ ઘણા અનર્થ થાય છે, માટે મંદ સ્વરે કરવાનો ઉપયોગ રાખવો. (૬) પ્રતિક્રમણ સંબંધી સકળ ક્રિયા પ્રમાદ રહિત કરવાની છે માટે તેમાં જરૂર સિવાય કટાસણા ઉપર બેસી જવું નહિ. બનતાં સુધી કાઉસ્સગ્ન વંદનાદિ સર્વ આવશ્યકયતનાપૂર્વક ઊભા ઊભા સાચવવા. શરીરે બેચેની હોય તો તે વાત જુદી છે. પ્રતિક્રમણ ડાયા પછી જ આવશ્યક સુધી ઊભા ઊભા ક્રિયા કરવાની હોય છે માટે કટાસણું કાઢી નાંખવું. ફક્ત વંદિતુ તથા છ આવશ્યક પહેલાંની અને પછીની ક્રિયાઓ કટાસણા પર રહીને કરવી. (૭) ગુરુથી શિષ્ય અને શ્રાવક ૩ હાથ દૂર રહી ક્રિયા કરે, તે ગુરુના બહુમાનાર્થે સમજવું અને સાધ્વી કે શ્રાવિકા તેર હાથ દૂર રહે, તે મોહપ્રસંગ દૂર રાખવા અર્થે પણ જાણવું. તે જ પ્રમાણે સાધ્વીથી અન્ય સાધ્વી-શ્રાવિકાઓમાં બહુમાનાર્થે ૩ હાથનું અને સાધ્વીથી સાધુ-શ્રાવકને મોહપ્રસંગ નિવારણાર્થે તેર હાથ દૂર રહેવાનું સમજવું. આ ઉત્કૃષ્ટ અવગ્રહ જાણવો. (૮) મુહપત્તિ : એક વેંત અને ચાર અંગુલ લાંબી, પહોળી, તેમ જ ચરવળો બત્રીસ અંગુલ લાંબો – ૨૪ અંગુલ ડાંડી લાંબી તથા આઠ અંગુલ દશીનો ગુચ્છો લાંબો હોવો જોઈએ. (૯) પ્રતિક્રમણ કેમ કરવું? : કોઈ પણ સાધુ અથવા સાધ્વી અને શ્રાવક અથવા શ્રાવિકાએ તદ્રુપ ચિત્તવાળા થઈને, તન્મય થઈને તદ્રુપ તીવ્ર અધ્યવસાયવંત થઈને, તદર્થ ઉપયુકત થઈને, તેને જ પ્રિય માનીને, તદ્ભાવના ભાવિત થઈને, અન્યત્ર કોઈ પણ સ્થાનકે મનને નહિ ફેરવતાં એક મનવાળા થઈને, વિમનપણા-રહિત થઈને, જિનવચન અને ધર્મમાર્ગને વિષે રકત મનવાળાં થઈને ઉભય કાળ આવશ્યક કરવું. આ પ્રમાણે આવશ્યક કરતાં છતાં ભવ્ય પ્રાણી સંસારસમુદ્રનો પાર પામે, એ નિ:સંદેહ જાણવું. (૧૦) તમસ્કાય : પૌષધ કે પ્રતિક્રમણમાં લઘુશંકા કે વડીલંકા નિવારવા જનારનો ઘણોખરો ભાગ આજકાલ કટાસણું માથે નાખી બહાર નીકળે છે. આ માથે નાંખવાનું કારણ ઉપરથી અપકાયના જીવો વરસે છે, તેની રક્ષા અર્થે છે. આપણા અંગના સ્પર્શથી તે જીવો હણાય છે, પણ અંગ ઉપર ઊનનું વસ્ત્ર હોય તો તેથી તેનો બચાવ થાય છે. માટે કટાસણું માથે નાંખવાથી બાકીનું બધું અંગ ખુલ્લું રહે તેથી તેમાં પૂરતો બચાવ થતો નથી, એટલું જ નહિ પણ કટાસણા પર જે જીવો પડે છે તેમાંના બચ્યા હોય તે જીવો પણ માતરું કરીને સ્વસ્થાને જનાર જ્યારે કટાસણું પાથરીને ઉપર બેસે છે, ત્યારે વિનાશ પામે છે. માટે આવે કારણે ઊનની કામળ આખે શરીરે ઓઢીને બહાર નીકળવાનું જરૂરનું છે. આ અગત્યની બાબત ઉપર ખાસ લક્ષ્ય આપવું અને પાછા આવીને તે કામળ ઉપરના જીવોને કિલામણા ન થાય તેમ તેને ઉપયોગપૂર્વક એક બાજુ ઊંચે મૂકવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883