Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૧૭
બોલે છે. તેનાં કારણ આદિ મંગળ તરીકે બોલવા માટેનું હોય, તેમ જણાય છે.
અને સઝાય સામાન્ય બોલવાને બદલે ખાસ શાસ્ત્રીય - સાધુ કે શ્રાવકનાં – કર્તવ્યોની ભાવના જગાડનાર બોલાય છે, એમ સમજાય છે.
૧૨. આઠમને દિવસે સંસાર દાવાનલની જ થાય બોલાય છે, તેનું કારણ બરાબર સમજવામાં નથી.
૧૩. આ પરથી વિશેષ સૂક્ષ્મ હેતુઓ પણ હોય છે. તે ગુરુગમથી તથા શાસ્ત્રાભ્યાસથી તથા સામાચારી વિશેષથી જાણવા.
૧૪. ત્રીજા વૈદ્યના ઔષધ સમાન આ પાક્ષિકાદિ પ્રતિક્રમણોનું આવશ્યક આરાધન કરવું.
૧૫. રોજ કચરો વાળનારને પણ મોટા દિવસે અને દિવાળીને દિવસે આખું ઘર સાફસૂફ કરીને લીંપવું ગૂંપવું પડે છે, તેમ રોજ દેવસિઅ વગેરે પ્રતિક્રમણ કરનારને પણ વિશેષ - વિશેષ શુદ્ધિ માટે પાક્ષિક - ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ કરવાની જરૂર છે.
દેવસિઅના, રાઈના, પાક્ષિકના, ચાતુર્માસિકના અને સાંવત્સરિકના
આચારો અને તેના દોષોનાં પ્રતિક્રમણો
સામાયિક ધર્મની આરાધના એ મોક્ષમાર્ગ છે. સમગદર્શન જ્ઞાન ચારિત્ર તેમાં સમાય છે. સામાયિકના ચાર પ્રકારો પાડવામાં આવ્યા છે.
૧. સમ્યકત્વ સામાયિક. ૨. શ્રુત સામાયિક. ૩. દેશવિરતિ સામાયિક અને સર્વવિરતિ સામાયિક: તે દરેકના દિવસના, રાત્રિના, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક તથા ક્ષણેક્ષણના, જીવનભરના અને ભવાન્સરના એવા ભેદ પડે છે. તેમાંના પાંચ સામુદાયિક અને બાકીના ત્રણ વ્યકિતગત છે.
તે દરેકના બાળ મધ્યમ અને બુધ પાત્રને ઉદ્દેશીને ત્રણ ત્રણ ભેદ પડે છે. તે દરેકના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા ત્રણ ત્રણ ભેદ પડે છે. અને તેમાં પણ સામુદાયિક સકળ સંઘ સાથેના અને વ્યક્તિગત ભેદો પડે છે. અને તે દરેક જ આવશ્યકમય હોય છે એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે દરેકના અનેક ભેદો પડે છે. પ્રત્યેક આવશ્યક પણ બાકીના પાંચ આવશ્યકમય પણ હોય છે, એટલે કે પ્રત્યેક આવશ્યક પણ છ છ આવશ્યકમય હોય છે.
ઉપર પ્રમાણેનાં દરેક દષ્ટિબિંદુઓનો સમાવેશ થાય, તે પ્રકારે અનેક વિધિઓ, અનુષ્ઠાનો અને કર્તવ્યો જૈન શાસ્ત્રોમાં બતાવ્યાં છે. અને તે દરેકનો સંક્ષેપમાં પાંચેય પ્રતિક્રમણના વિધિઓમાં યથાયોગ્ય સમાવેશ કરેલો હોય છે.
૧. શાસ્ત્રાભ્યાસ કે દેશ કે સર્વવિરતિ વિનાના છતાં જૈન ધર્મના રાણી અને શ્રી સંઘના સભ્યો સમ્યકત્વ સામાયિકવાળા ગણાય છે. ૨. તેઓ જો શાસ્ત્રાભ્યાસ કરતા હોય, તો તેઓ- શ્રત સામાયિકવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org