Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્ર
૭૧૧
છે, તેના જવાબમાં ગરમહારાજ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત કરવાની પડિકકમેહ કહીને આજ્ઞા આપે છે. શિષ્ય ઇચ્છ-તસ્સ મિચ્છામિ દુકકડું કહીને તે સ્વીકારી સંક્ષેપમાં પ્રતિક્રમણ કરે છે. છતાં દોષોનું નિવારણ કરવાની વિશેષ તાકાત તપમાં છે. એટલે તપ સાથે પ્રતિક્રમણ થાય તો જ બળવાન પ્રાયશ્ચિત્ત થાય, અને તો જ દોષોની સંગીન શુદ્ધિ થાય.
આ દૃષ્ટિથી પાક્ષિક, ચૌમાસી અને સાંવત્સરિક તપની માંગણી ગુરુ પાસે શિષ્ય કરે છે. ગુરુમહારાજ એક ઉપવાસ, બે ઉપવાસ અને ત્રણ ઉપવાસ અનુક્રમે તપ જણાવે છે. અને તે ન બની શકે તેને માટે પાત્રની શકિત પ્રમાણે જુદા જુદા વિકલ્પો બતાવીને એમ કહેવા માંગે છે કે, “જૈન તરીકેની ઓછામાં ઓછી ફરજ બજાવનાર તરીકે દરેક જૈને એમાંના કોઈપણ પ્રકારે એટલું તપ અવશ્ય કરવું જ જોઈએ.” પક્ષાદિમાં કોઈપણ દિવસે પક્ષાદિને ઉદ્દેશીને તપ કર્યો હોય, કે પકિખ ચોમાસી કે સંવચ્છરીને દિવસે કર્યો હોય, તો તે પણ ચાલી શકે છે. અથવા ભવિષ્યમાં કરી આપવાનો હોય, તો પણ ચાલી શકે, આટલી બધી સગવડો આપવાથી જણાય છે કે, “એ તપ અવશ્ય કરવા જોઈએ જ.”
વળી એકલી માફી માંગવી, મિચ્છામિ દુકક દેવા વગેરે કેવળ શાબ્દિક પણ ગણાય. એટલે સાથે તપ હોય, તો એકદમ વેગથી શુદ્ધિ થાય છે, અને “આલોચક ખરેખર આલોચના માટે પ્રયત્નશીલ પણ છે.” એ પણ સ્પષ્ટ જ થાય. તપ તીવ્રમાં તીવ્ર શીધ્ર શુદ્ધિ કરવાનું સાધન છે, એ પ્રસિદ્ધ જ છે. આ ઉપરથી “દરેક જૈન ક્રિયાઓ સહેતુક, આબાદ પરિણામજનક અને સુસંગત હોય છે, વ્યવહારુ હોય છે, કેવળ ભાવના-પ્રધાન કે શાબ્દિક નથી હોતી” એ સ્પષ્ટ થાય છે. ૬. આ પ્રમાણે આલોચનાથી શુદ્ધિની શરૂઆતમાં ફરી ગુરુ-વંદન અને દરેક પૂજ્યોને અભુટિકાઓ
ખામવાની જરૂરિયાત એટલા માટે છે કે, સંઘની પ્રત્યેક વ્યકિત સાથે પણ મન દુઃખના બનેલા પ્રસંગો યાદ કરીને આલોચના કરી, પરસ્પર ખમતખામણાં કરવાં, [પ્રત્યેકના] દરેકના પરસ્પરના દોષના મિચ્છામિ દુકક દેવાનો પ્રસંગ આવી લાગ્યો છે, એટલે તે ખમાવી, સકળ સંઘને મિચ્છામિ દુક્કડ દેવામાં આવે છે. એટલે જ ગુરુ મહારાજ પણ દરેક મુનિ મહારાજાઓનાં નામ લઈ લઈ ખમાવે છે જેથી બીજા સાધુઓ પણ દરેકને ભેદભાવ વિના જ અંત:કરણના અપરાધ ખાસ ખમાવે.
સકલ સંઘને મિચ્છામિ દુકક દઈ ખમાવાય છે. [સાંવત્સરિકમાં સકલ જીવોને ખમાવાય છે (?)] ૭. ત્યાર પછી વિસ્તારથી પાક્ષિક પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તમાં પ્રવેશ કરવા માટે ગુરુ મહારાજને બે વાંદણાં
દેવામાં આવે છે. ૮. હવે પછીથી વિસ્તારપૂર્વક પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તમાં પ્રવેશ કરવામાં આવે છે, તેનાં બે મુખ્ય અંગો છે.
૧. પાક્ષિક સામાયિક અને પાક્ષિક પ્રત્યાખ્યાનનું સ્મરણ. ૨. પછી પાક્ષિક પ્રતિક્રમણથી દોષોની નિંદા, ગહ અને મિચ્છામિ દુક્કડં. પહેલા વિભાગમાં પખિસૂત્ર આવે છે, જે મુનિમહારાજાઓ ન હોય, તો પખિસૂત્રને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org