Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૭૦૮
પંચ પ્રતિક્રમણ સૂત્રો
ફરીથી શરૂઆત કરવી જોઈએ. અને દફખ-ફખય કમ્મખિયના કાઉસ્સગ્ન પહેલાં છીંકનો કાઉસ્સગ્ન કરવો, અને માંગલિક માટે શ્રી સકલચંદ ઉપાધ્યાયની રચેલી સત્તર ભેદી પૂજા ભણાવવી.
અતિચાર પછી છીંક આવે, તો માત્ર છીંકનો કાઉસ્સગ્ન કરવો, અને સત્તર ભેદી પૂજા ભણાવવી.
છીંકના કાઉસ્સગ્નની વિધિ ઇરિયાવહિયાથી કાઉસ્સગ્ન કરી લોગર ઇચ્છા સંદિસહ ભ. શુદ્રોપદ્રવ હરાવણહ્યું કાઉસ્સગ્ન કરું ? “ઇચ્છે” [ગુરુદ- “કરેહ”] શુદ્રોપદ્રવ અન્નત્ય કહી, ચાર લોગસ્સનો કાઉસ્સગ્ન સાગરવરગંભીર સુધીનો લોગસ્સ ન આવડે તો સોળ નવકાર ગણવા ને પછી નીચેની થાય કહેવી.
સર્વે યક્ષાઅમ્બિકાદ્યા, યે વૈયાવૃત્ય-કરા જિને !
શુદ્રોપદ્રવ-સંઘાત, તે દ્રુતં દ્રાવયન્ત ન: ૧૫ પછી “લોગસ્સ" કહી, પ્રતિક્રમણનો દુઃખ-ફખયનો આગળનો વિધિ કરવો.
પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણના વિધિના હેતુઓ. ૧. શ્રાવકને લગતા-પાક્ષિક, ચોમાસી અને સાંવત્સરિક, છ આવશ્યકો અને તે ત્રણેયના-પ્રતિક્રમણ
આવશ્યકના-પેટા-છ આવશ્યકો, ત્રણ ગમ, આલોચન – પ્રતિક્રમણ - તપ - કાયોત્સર્ગ – વગેરે પ્રાયશ્ચિત્તો. પાંચ આચાર, મુનિઓનાં પાંચ મહાવ્રત, શ્રાવકોનાં બાર વ્રત, બન્નયના અતિચારો, વિવિધ ગુરુવંદનો, મહા ક્ષમાપના વગેરેનો વિચાર આ પ્રસંગે કરવો પડશે. ૨. હવે પછી આગળ બતાવ્યા અનુસાર, શ્રાવકને તથા મુનિને પાક્ષિક, ચોમાસી અને સાંવત્સરિક
છ આવશ્યકો કરવાનાં હોય છે. તે, જેમણે તે તે પ્રસંગે કદાચ ન કર્યા હોય, તો પણ તે પાક્ષિક, ચોમાસી અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં થઈ જાય, તેવી ગોઠવણવાળા આ વિધિઓ છે. તથા તે જ દિવસે દિવસનું દેવસિઅપ્રતિક્રમણ કરવાનું હોય, તેનો પણ વિધિ સાથે જ થાય છે. એ મોટા ત્રણ પ્રતિક્રમણના પેટા જ આવશ્યકો પણ તે ત્રણેયના મુખ્ય વિધિઓમાં જ ગોઠવાયેલા
છે, તે નીચે સમજાવીએ છીએ : ૩. દેવસિસ પ્રમાણે મુખ્ય છ આવશ્યકો નીચે પ્રમાણે છે : ૧. સામાયિક લેવું તેથી સામાયિકાવશ્યક સચવાય છે. ૨. બે વાંદણા દેવા, તેથી ગુરુવંદનાવશ્યક સચવાય છે. ૩. અને પચ્ચખાણ લેવું. પછી ઓછામાં ઓછું કે એક ઉપવાસ, છઠ્ઠ અને અમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org