Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૭૦૭
૨૦. પછી દેવસિઅ પ્રતિક્રમણમાં “દિનું સૂત્ર કહ્યા પછી, બે “વાંદણાં” દઈએ તિહાંથી તે સામાયિક પારીએ ત્યાં સુધી સર્વ દેવસિઅ પ્રતિકમણના વિધિ પ્રમાણે જાણવું.
પરંતુ - સુદેવયાની થોયને ઠેકાણે “જ્ઞાનાદિ.”ની થોય, અને “જિગ્ને ખિજો.” ની થોયને ઠેકાણે “યસ્યા: ક્ષેત્ર” ની થોય કહેવી.
સ્તવન “અજિતશાંતિનું કહેવું.
સજઝાયને ઠેકાણે “ઉવસગ્ગહર” તથા “સંસારદાવા"ની સ્તુતિ ચાર કહેવી. તેમાં ચોથી સ્તુતિનાં છેલ્લાં ત્રણ પાદો સકળ સંઘે એકીસાથે ઉચ્ચ સ્વરે કહેવાં.
અને “લઘુશાંતિને ઠેકાણે “મોટી શાંતિ” કહેવી. પછી કેટલેક ઠેકાણે સંતિકર બોલવાનો રિવાજ જોવામાં આવે છે.
ગુરુ મહારાજ હોય, ત્યારે જેમ તેઓ સ્થાપનાચાર્ય ભગવંતને વંદન કરી આદેશ માગે છે, તેઓ કાઉસ્સગ્ગ પારે ત્યારે આપણે પારીએ છીએ, કંઈ સૂત્ર કહેવું હોય ત્યારે, તેઓની પાસે તે કહેવાનો આદેશ માગીએ છીએ, તે જ પ્રકારે તેમના અભાવે કરેમિ ભંતે !' ઉચ્ચરાવનાર જ્ઞાન-ચારિત્રાદિ વડે વૃદ્ધ સાધર્મિક પ્રત્યે પણ પ્રતિક્રમણ કરતી વખતે વિનયથી વર્તવું યોગ્ય છે.
શ્રી ચઉમાસી પ્રતિક્રમણનો વિધિ એમાં ઉપર કહ્યા મુજબ પકિખના વિધિ પ્રમાણે કરવું, પરંતુ એટલું વિશેષ છે કે, બાર લોગસ્સના કાઉસ્સગ્નને ઠેકાણે વીસ લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો. અને પકિખ શબ્દને ઠેકાણે ચઉમાસી શબ્દ કહેવો. તથા તપને ઠેકાણે “છઠેણં, બે ઉપવાસ, ચાર આંબિલ, છ નીવિ, આઠ એકાસણાં, સોલ બેઆસણાં, ચાર હજાર સજઝાય.” એ રીતે કહેવું.
શ્રી સંવત્સરી પ્રતિક્રમણનો વિધિ એમાં પણ ઉપર લખ્યા મુજબ પખિના વિધિ પ્રમાણે કરવું, પણ એટલું વિશેષ છે કે, બાર લોગસ્સનો કાઉસ્સગ્નને ઠેકાણે ચાળીસ લોગસ્સ અને એક નવકાર, અથવા એકસોને સાઠ નવકારનો કાઉસ્સગ્ન કરવો અને તપને ઠેકાણે “અઠમભત્ત, ત્રણ ઉપવાસ, છ આંબિલ, નવ નીવિ, બાર એકાસામાં, ચોવીસ બેઆસણાં, અગર છ હજાર સઝાય.” એ રીતે કહેવું અને પકિખના શબ્દને ટેકાણે સંવચ્છરીનો શબ્દ કહેવો.
છીંક આવે તો
પખિ-ઉમાસી અને સંવર્ચ્યુરી પ્રતિક્રમણમાં જો છીંક અતિચાર પહેલાં આવે, તો ચૈત્યવંદનથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org