Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
તીર્થંકર પરમાત્માઓના-શાસનાધિષ્ઠાયક દેવો અને દેવીઓ તથા અન્ય સમ્યગ્દષ્ટ દેવદેવીઓની શાંતિકાર્યમાં અનુકૂળતા ખેંચવામાં આવી છે.
આ સ્તોત્રની ૧૨મી ગાથામાં કર્તાનું નામ આવી જાય છે જેથી ૧૪મી ગાથા બોલાતી નથી તેને પ્રક્ષિપ્ત ગણવામાં આવે છે. કેટલેક ઠેકાણે આ સ્તોત્ર-પાક્ષિક-ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણને અંતે બોલાય છે. આ સ્તોત્રની અસર ઘણી જ ત્વરાથી થાય છે. એટલે તેની સિદ્ધિ બહુ જ સરળતાથી થાય, તેવા મંત્રાક્ષરો આ સ્તોત્રમાં ગોઠવેલા છે. તેમાં બીજી અને ત્રીજી ગાથા ખાસ મહત્ત્વની છે.
વિશેષ વિસ્તાર સમજવા જેવો છે, તે ટીકામાંથી સમજી લેવો.
૭૦૫
શ્રી પાક્ષિક પ્રતિક્રમણનો વિધિ
૧. પ્રથમ, દૈવસિક પ્રતિક્રમણમાં “વંદિત્તુ” કહી રહિએ, તિહાં સુધી સર્વ કહેવું. પણ ચૈત્યવંદન ‘‘સકલાર્હત્’’નું કહેવું, અને થોયો ‘‘સ્નાતસ્યા’’ની કહેવી.
૨. પછી ખમા-સમણ દઈને દેવિસઅ આલોઇઅ પડિકંતા, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! પખિમુહપત્તિ પડિલેહુ ?’’ [ગુરુ- “પડિલેહેહ.’”] “ઇચ્છું,’’ એમ કહી મુહપત્તિ પડિલેહવી. ૩. પછી “વાંદણાં” બે દેવાં.
૪. પછી ‘ઇચ્છાકારેણ- સંદિ૰ ભગ- અભુટ્ઠિઓહં સંબુદ્ધા-ખામણેણં અભિંતર પખિએં ખામે ? [ગુરુ- - ‘“ખામેહ.”] ‘‘ઇચ્છું ખામેમિ પખિઅં, એક પક્ખસ્સુ પનરસ દિવસાણું, પનરસ રાઇઆણં, જંકિંચિ અપત્તિઅંદ’'
૫. ‘ઇચ્છાકારેણ. સં. ભગ- કિખરું આલોઉ ? [ગુરુ- “આલો એહ.'’] “ઇચ્છું. આલોએમિ. જો મે કિઓ અઇયારો કઓ.” કહી. “ઇચ્છાકારણ. સં. ભ. પખિ અતિચાર આલોઉં ?'' [ગુરુ ‘“આલોએહ.”] ‘‘ઇચ્છું’’ એમ કહી અતિચાર કહેવા. મુનિ મહારાજ હોય તો વિશેષત:થી કહેવા. પછી “એવંકારે શ્રાવકતણે ધર્મે શ્રીસમકિત મૂલ બાર વ્રત એકસો ચોવીસ અતિચાર માંહે જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ, બાદર, જાણતાં, અજાણતાં હુઓ હોય, તે સવ હુ મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડં'' કહેવું.
૬. ‘‘સવ્વવિ પખ઼િઅ દુષ્ચિતિઅ, દુમ્ભાસિઅ, દુચ્ચિટ્ઠિઅ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! [ગુરુ--‘“પડિક્કમેહ.’’] ‘“ઇચ્છે. તસ્સ મિચ્છામિ દુક્કડં’’
૭. ‘ઇચ્છાકારી ભગવન્ ! પસાય કરી ખિ તપ પ્રસાદ કરશોજી,' એમ ઉચ્ચાર કરીને, આવી રીતે ગુરુએ કે વડીલે કહેવું, ‘‘ચઉત્થગં-એક ઉપવાસ, બે આયંબિલ, ત્રણ નીવિ, ચાર એકાસણાં, આઠ બેઆસણાં, બે હજાર સજ્ઝાય યથાશક્તિ તપ કરી પહોંચાડવો.'' પછી જો પ્રવેશ કર્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org