Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૬૮૧
માનવામાં આવે છે. તે નંદિ મુનિ ક્યા? તે પ્રશ્નનો સ્પષ્ટ નિકાલ આવેલ નથી. તેથી શ્રી નેમિનાથ પ્રભુના શાસનમાં એક મંદિર મુનિ થયા છે. તેઓ આ સ્તોત્રના કર્યા છે, એમ કેટલાક ઉલ્લેખો ઉપરથી જણાય છે. અને કોઈ ઉલ્લેખ શ્રી મહાવીર સ્વામીના શાસનમાં થયેલા નંદિણ મુનિને ટેકો આપે છે.
શ્રી શત્રુંજયગિરિની ૬ ગાઉની પ્રદક્ષિણાએ જતાં ચિલ્લાણા તલાવડીની પાસે શ્રી શાંતિનાથ પ્રભુ અને શ્રી અજિતનાથ પ્રભુની બે દેરીઓ છે. તે પ્રથમ સામસામી હતી, ત્યારે એકનું ચૈત્યવંદન કરવા બેસવા જતાં બીજાને પૂંઠ પડે, ને આશાતના થાય તેવી સ્થિતિ હતી, ત્યારે આ સ્તોત્રકારે આ સ્તોત્ર એવી ભકિતભાવથી ગાયું કે બન્નેય દેરીઓ પાસે પાસે જોડાઈ ગઈ જેથી ચૈત્યવંદન કરવાને હરકત આવી નહીં. આટલો હેવાલ આ સ્તોત્ર વિષે પરંપરાથી ચાલ્યો આવે છે, તેથી વિશેષ કાંઈ પણ જાણવામાં નથી.
આ સ્તોત્રની કઈ ગાથામાં બેમાંના કયા ભગવંતની સ્તુતિ છે તે દરેક સ્થળે બતાવેલ છે, તે ઉપરથી બન્નેયની સાથે સ્તુતિ હોય, તે અને એક એકની જુદી સ્તુતિઓ હોય, તે સર્વ એકસાથે વાંચવાથી બન્નેયની સ્તુતિઓના સ્વરૂપનો ખ્યાલ આવશે.
પ્રથમની ગાથા મંગળાચરણ રૂપ છે. બીજી ગાથા વિષય નિર્દેશરૂપ છે, અને ત્રીજીથી માંડીને છઠ્ઠી સુધી બન્નેને લાગુ પડે તેવું બનેયનું માહાભ્ય બતાવ્યું છે. પછી
૨. એક એકથી, પછી-૪. બબ્બેથી, પછી૨. એક એકથી, પછી–૪. બબ્બેથી, પછી૭. ત્રણથી અને ચારથી સ્તુતિ કરેલી છે. પછી૬. ચારથી અને બેથી, પછી
૩. ૩ર ગાથાથી ૩૪ સુધી બન્નેની સાથે સ્તુતિ છે. પછી ઉપસંહાર, આશીર્વાદ, કર્તાનું નામ, સ્તોત્ર ભણવાના ખાસ પ્રસંગો, અનુકૂળ વખત તથા અંતિમ ઉપદેશને લગતી ૬ ગાથાઓ છે. એમ મૂળ ૪૦ ગાથામાં રસિક રીતે પ્રભુસ્તુતિ કરવામાં આવેલ છે.
અજિતનાથ પ્રભુના દેશ, શહેર, શારીરિક ગુણો, માનસિક ગુણો, નૈતિક ગુણો, સામર્થ્ય, પ્રભાવ, તીર્થંકરપણું, ઋષિ-પૂજ્યતા વગેરે વર્ણન કર્યું છે.
અને એ જ પ્રમાણે શાંતિનાથ પ્રભુના પણ ગુણો એ જ રીતે વર્ણવ્યા છે. વિશેષતા માત્ર ચક્રવર્તી તરીકેના વર્ણન પૂરતી છે.
બન્નેયના જુદી જુદી ગાથાઓમાં રાગ અને શબ્દરચના જુદી જુદી છતાં ઘણે સ્થળે એક જ મુદ્દાનું વર્ણન કરવામાં આવેલ છે. (જુઓ ૧૫ અને ૧૭મી ગાથા).
તથા આગળ પણ દેવો કેવી રીતે વંદન કરવા આવેલા ? તે ૧૯ થી ૨૧ ગાથા સુધીમાં અજિતનાથ પ્રભુની સ્તુતિ બતાવી છે. અને ૨૨ થી ૨૫ સુધીમાં અજિતનાથ પ્રભુને વંદન કરવા આવેલા દેવોનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org