Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૯.
આવી નથી.
બેત્રણ ઠેકાણે શબ્દો પ્રમાણે અર્થ કરવો મુશ્કેલ પડે છે. છતાં બહુ-શ્રુતો પાસેથી તે સમજી
લેવો.
પંચ પ્રતિક્રમણસૂત્રો
નાનપણમાં એક દંતકથા નીચે પ્રમાણે સાંભળવામાં આવી છે, તે કોણે કહી ? કયારે કહી ? તે યાદ નથી. તેમાં કાંઈ તથ્યાંશ હોય કે નહિ. તો પણ એક જૂની વાત તરીકે તેનો સંગ્રહ કરી લેવો અત્રે ઉચિત લાગવાથી તે કરી લેવામાં આવે છે.
‘‘૧૪૪૪ ગ્રંથના નિર્માતા શ્રી હરિભદ્રસૂરીશ્વરના સંસારી અવસ્થાના ભાણેજો અને પછીથી તેમના શિષ્યો થયેલા હંસ અને પરમહંસ કે જેઓ બૌદ્વશાળામાં ભણવા ગયેલા. પરંતુ પછીથી જૈન જાણીને તેઓને મારી નાંખવાની ગોઠવણ કરવામાં આવી. તેઓ ત્યાંથી નાઠા, રસ્તામાં એકને મારી નાંખવામાં આવ્યા અને બીજા બહાદુરી સાથે ઠેઠ ઉપાશ્રય પાસે આવી પહોંચતાં તેમની પાસેનું પુસ્તક ઉપાશ્રયમાં ફેંકી દીધું. ને બૌદ્ધ ભિક્ષુઓએ તેમનેયે મારી નાંખ્યા. પછી તો હરિભદ્રસૂરિની બીકથી નાઠા. [પછીની બધી વાતો જાહેર છે] તે પુસ્તકમાંથી આ બૃહચ્છાન્તિ સ્તોત્ર મળી આવેલ હતું.”
આ સ્તોત્ર શાન્તિ-સ્નાત્ર, બૃહદ્ સ્નાત્ર, શાન્તિ સ્નાત્ર વગેરેને અંતે બોલાય છે. શાન્તિ કલશ કરતી વખતે બોલાય છે, તેમજ નવ સ્મરણ તથા સાત સ્મરણ ગણવાના પ્રતિષ્ઠા જળયાત્રામાં વગેરે પ્રસંગે બોલાય છે. તેમજ પાક્ષિક, ચૌમાસી અને સાંવત્સરિક એ ત્રણ પ્રતિક્રમણને અંતે દુ:ખ ક્ષય કર્મ ક્ષય નિમિત્તના કાયોત્સર્ગ પછી તેમજ ચોમાસી દેવવંદન પછી પણ, તથા એવા બીજા પ્રસંગમાં સંઘમાં શાંતિ કરવાને નિમિત્તે શાન્તિપાઠ બોલવામાં આ બૃહચ્છાન્તિ બોલાય છે. લઘુશાન્તિ કરતાં રચના વિસ્તૃત તેમજ ાહેર જનતામાં બોલવા લાયક પ્રૌઢ અને ભવ્ય છાપ પાડે તેવી રચના શૈલીની સંગ્રાહિકા હોવાથી બૃહચ્છાન્તિ કહેવાય છે, તેનું ગદ્ય એટલું બધું મનોહર છે કે આવું સુંદર જાહેરમાં બોલવા લાયક ગદ્ય સંસ્કૃત સાંભળવામાં આવ્યું નથી.
તેમાં વચ્ચે વચ્ચે જે શ્લોકો મૂકવામાં આવેલા છે, તે સંભવ છે કે પ્રક્ષિપ્ત હોય. પહેલો શ્લોક તો સ્તોત્રના સંદર્ભની સાથે સંબંધ ધરાવતો જ છે. પરંતુ શાન્તિનાથ પ્રભુની સ્તુતિના શ્લોકો જોકે બંધબેસતા છે છતાં સંભવ છે કે બીજા કોઈ સંદર્ભના હશે. પરંતુ શ્રી શ્રમણ સંઘાદિકના નામ વ્યાહરણ પૂર્વક શાંતિ ઉચ્ચાર કરવાની શ્લોકમાંની ભલામણ અને પછી તે નામ લઈને શાંતિનો ઉચ્ચાર, એ બધું તો આ મૂળ સન્દર્ભનું લાગે છે. અથવા પ્રાચીનકાળમાં બીજા કોઈ શાન્તિ પાઠ હોય કે શ્રી શાન્તિનાથપ્રભુના સ્તોત્ર હોય, તેમાંથી એ શ્લોકો બંધબેસતા હોવાથી મૂકયા હોય, અથવા પદ્યમાંથી ચાલુ આ સ્તોત્ર ગદ્યમાં બનાવ્યું હોય. જેમ લઘુશાન્તિ ગદ્યમાં પૂર્વેમાં હતું, જે હાલ શ્રી પાદલિપ્તસૂરીશ્વરજીની નિર્વાણકલિકામાં મળે છે, જે શ્રી માનદેવસૂરીશ્વરજીએ પદ્યમાં બનાવી આપ્યું છે, તેમ આમાં કદાચ બન્યું હોય. તે વખતે અમુક ભાગ શ્લોકોમાં કાયમ રાખ્યો હોય.
શિવમસ્તુ સર્વ જગત: આ શ્લોક કયાંનો હશે ? તે ચોકકસ કહી શકાતું નથી. આ શ્લોક ભવભૂતિકવિ કૃત માલતી-માધવ નાટકના અંતમાં ભરતવાકયના અંતિમ આશીર્વાદમાં આ જ શ્લોક લગભગ જેમનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org