Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
વર્ણન છે, તે બન્ને પ્રસંગનું ચિત્ર બહુ જ સુંદર આપ્યું છે. એ કુશળ ચિત્રકાર ચિત્રમાં ઝીલી લે, તો તેના ચિત્ર પણ બહુ જ આકર્ષક બનવા સંભવ છે.
એ જ પ્રમાણે ૨૬ થી ૨૯ સુધી, અને ૩૦ થી ૩૧ સુધી, દેવાંગનાઓએ કહેલી વંદનાના વર્ણનનું ચિત્ર પણ એવું જ આબેહૂબ આકર્ષક થાય તેવું ચીતરી શકાય તેમ છે. વર્ણનનું સ્વરૂપ લગભગ સરખું છતાં છંદભેદ અને શબ્દભેદ તથા રચનાભેદથી ઘણી જ સુંદરતા ઉત્પન્ન કરી છે. અસાધારણ કુશળતાથી ભકિતરસનું સ્વરૂપ બહુ જ સુંદર રજૂ કર્યું છે.
આમાંના છંદો, પ્રાકૃત છંદ શાસ્ત્રને અનુસારે છે, તેમાં કેટલાક એક જ જાતના છતાં રચનામાં ફરક આવે છે, જેમ કે, વેષ્ટક નારાચક, ક્ષિપ્તક અને લલિતક. તે જુદી જુદી જાતના પણ આપ્યા છે.
સુંદર કંઠવાળા ગાનારા પ્રતિક્રમણ વખતે સુંદર રાગમાં ગાઈને શ્રોતાઓને આનંદ આપે છે. બનતાં સુધી પ્રાચીન પદ્ધતિ પ્રમાણે આ સ્તોત્રના છંદો ગાવાથી તેની ગંભીરતા વધારે સારી રીતે જળવાય છે, અને તે જાળવવા પ્રયત્ન કરવો. કોઈ કોઈ છંદ આજે નાટકી રાગમાં ગાવાથી જોઈએ તેવી ગંભીરતા જળવાતી નથી.
આ સ્તોત્રમાં વપરાયેલા છંદો પ્રાકૃત છંદ શાસ્ત્ર અનુસાર
નીચે પ્રમાણે આપવામાં આવેલા છે. છંદમાં - ગુરુ અને લઘુ અક્ષરોની ખાસ જરૂર પડે છે, ગુરુ - દીર્ધસ્વર કે તે સાથેનો કોઈપણ વ્યંજન, તથા અનુસ્વાર, વિસર્ગ કે જોડાયેલો અક્ષર જેની
પછી આવેલો હોય, તેવા હસ્વ સ્વર કે તે સાથેનો વ્યંજન-ગુરુ અક્ષર કહેવાય છે. (ડ) ગુરુની
નિશાની છે. ગુરુની માત્રા છે. લઘુ - હસ્વ સ્વર કે તે સાથેનો વ્યંજન લઘુ અક્ષર કહેવાય છે. [1] લઘુની નિશાની છે, લઘુની
માત્રા એક. પૂર્વાર્ધ - કવિતાનો આગલો અર્ધો ભાગ પૂર્વાર્ધ ઉત્તરાર્ધ - પાછલો અર્ધો ભાગ ઉત્તરાર્ધ પાદ - કવિતાના એક ભાગને પાદ કહે છે. પતિ - કવિતામાં જે ઠેકાણે વિસામો લેવાનો હોય, તેને પતિ કહે છે, ગણ - કવિતામાં ત્રણ ત્રણ અક્ષરોને ગાણ હોય છે. ગુરુ અને લઘુ અક્ષરોની મેળવણીથી ગણો
થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org