Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૫૪
પંચ પ્રતિક્રમણ સૂત્રો
શિષ્યને પણ હકાણંથી-ભામાણેણં સુધીનાં વિશેષણો લાગુ થાય એમ પણ ઈચ્છે છે. અને તે ગુરુને પ્રિય પણ છે.' એ સર્વ સમં શબ્દમાં ગુંજતું સાંભળી શકીએ છીએ.
બીજા ખામણામાં: “ચૈત્યોને વંદન કરીને ગુરુની આજ્ઞાથી બીજ ચૈત્યોને વંદન કરવા માટે ગામેગામ કલ્પ પ્રમાણે વિહાર કરતા બીજા મોટા વૃદ્ધ મુનિઓ અથવા કલ્પ-આચારમર્યાદા પ્રમાણે વાસ કરી રહેલા મુનિઓએ અને જ્ઞાન તથા બીજી રીતે આત્મિક ગુણોથી સમૃદ્ધિવાળા આચાર્યો વગેરેએ આપના સુખ સાતાના સમાચાર પૂછયા છે. અને આપનાથી નાનાઓએ આપને ત્યાં રહ્યા રહ્યા ભાવથી વાંદ્યા છે. અને હું પણ શુદ્ધ અંત:કરણથી આપને વાંદું છું” જુઓ, મુનિ-સંસ્થામાં પ્રાચીનકાળમાં પરસ્પર કેવા સંબંધો હતા ? નાના અને મોટાઓ એકબીજાની પ્રત્યે કેવું ભાવભીનું વર્તન રાખતા હતા ? કેવું મજાનું વાતાવરણ ! ક્ષણભર આપણને સાંભળતાં જ મુગ્ધ બનાવી દે છે.
એક બીજા પ્રત્યે ઉચિત જાળવવામાં કોઈપણ જરા પણ ભૂલ કરતા જ નથી કે ગલતમાં રહેતા નથી. એ લોકોના મનોરાજ્ય કેટલા બધા નિર્મળ હશે?
આ બધું સાંભળીને ગુરૂમાત્ર પોતે વિહારમાં વાંદેલાં ચૈત્યોને વંદન કરવાની ભલામણ કરે છે, અને ગર્ભિત રીતે શિષ્ય કહેલી બધી ઉચિત વાત સાંભળી લે છે, ને સ્વીકારી લે છે.
સાતા પૂછનારા મોટાઓ તરફ વડીલો તરીકેની ભક્તિ રાખે છે અને પોતાને વંદન કરનાર પ્રત્યે વાત્સલ્યભાવ રાખે છે. પરંતુ તે બધી વાત ગૌણપણે સમાવીને, માત્ર પોતે વાંદેલાં ચૈત્યોને વંદન કરવાનું જ શિષ્યને કહે છે.
પોતાના શિષ્યને માટે, ગુરુને સુખસાતા પૂછનારા મળ્યા હોય, કે તેનાથી નાનાઓએ તેને વંદના કરી હોય, તે શિષ્યને કહેવું ઉચિત નથી. શિષ્યની પ્રતિષ્ઠા, કીર્તિ ગૌરવ, ગુરુ માટે જાણવાનું હોય, તે કહેવાની શિષ્યને જરૂર નહીં. એટલે તે બધું ગૌણ રાખીને માત્ર ચૈત્યોને વંદન કરવાનું જ કહે છે.
અને શિષ્ય પણ ગુરુ આજ્ઞા પ્રમાણે તે સર્વ ચૈત્યોને તરત જ ત્યાં રહ્યા રહ્યા વંદન કરે છે.
સંદર્ભ ઉપરથી છેલ્લાં બે વાકયોના અનુક્રમે ગુના અને શિષ્યના સમજીને અમોએ આ અર્થ કરેલ છે, છતાં તેમાં ખલના થઈ હોય, તો ગુરુગમથી સમજી લેવું
ત્રીજા ખામણામાં: ગુરૂએ વાત્સલ્યથી જે કાંઈ આપ્યું હોય, તે લેવામાંય શિષ્ય અવિનય બતાવ્યો હોય, તેનું શિષ્ય પ્રતિક્રમણ કરે છે, મિચ્છામિ દુકકઈ દે છે. સંભવ છે કે, જોઈએ તે કરતાં ઓછું મળવાથી ખોટું લાગે છે. ન જોઈએ તે કરતાં ગુરુ બળાત્કારે વધારે આપે અને બોજારૂપ કે કંટાળારૂપ થાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org