Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૬૫૩
ભાવવાહી શબ્દોમાં ખામણાથી ગુરુ-શિષ્ય ભાવનું અસાધારણ ઉચ્ચ વાતાવરણ જામે છે.
ગુરુ મહારાજની ગંભીરતા પણ સાગરથીયે ચડી જાય છે. શિષ્ય વિનય-નમ્રતાથી ઓછો ઓછો થઈ જઈને ગુરુમાં લીન થઈ જવા પ્રયાસ કરે છે, ત્યારે ગુરુ તદ્દન તટસ્થ ભાવ બતાવે છે ને પોતાની યે નમ્રતા ટકાવી રાખે છે, અને શિષ્ય ઉપર થોડા શબ્દોથી પણ પરમ વાત્સલ્ય વહેવડાવતા હોય તેવો ભાસ ઉત્પન્ન કરે છે. ગુરુની નિરભિમાન સ્થિતિ સંપૂર્ણ જળવાઈ રહે છે, ગુરુ જરા પણ અભિમાન જણાવતા નથી. ટૂંકા પણ સચોટ અને બંધબેસતા જવાબ ગુરુની પરમ મહત્તા સ્થાપિત કરવાને બસ થઈ પડે છે. આટલી અને આવી અંતરની વાતચીત બહુ ઉચ્ચ કોટિના સાધકો વચ્ચે જ સંભવે છે.
ખરેખર, મહાવીર દેવ જેવા ગુરુ અને ગૌતમ સ્વામીની કોટિના શિષ્ય તથા સુધર્માસ્વામી જેવા ગુરુ અને બૂસ્વામી જેવા શિષ્યો આ ખામણાં બોલતા હશે, ત્યારે સાક્ષાત્ આત્માની પવિત્રતાની જાહેર ગંગા વહેતી હશે !!
ગીતામાં-શિષ્યૉડ શાઈ માં ત્યાં પ્ર. ગણો મોદઃ તિર્તવ્ય - વગેરેમાં કાંઈક આવો રણકાર સંભળાય છે. પરંતુ આ ખામણાંમાં તો શિષ્યના ચિત્તની આર્દ્રતા પરાકાષ્ઠાએ પહોંચાડેલી જણાય છે.
બાપ-બેટા વચ્ચે, મા-દીકરા વચ્ચે, પતિ-પત્ની વચ્ચે, દરદી ને વૈદ્ય વચ્ચે, અસીલ ને વકીલ વચ્ચે, ગુનેગાર ને સાચા ન્યાયાધીશ વચ્ચે જે ઐકયનું વાતાવરણ જામે છે, તેના કરતાં કંઈક ઘણી ચડિયાતી કોટિએ જામતું વાતાવરણ આ ખામણામાં જોવામાં આવે છે. કેમ કે, પરમ વૈરાગ્યવાનું આધ્યાત્મિક જીવનની પરાકાષ્ઠાએ પહોંચેલા પરમ ત્યાગી ગીતાર્થી જ્ઞાની ગુરુ અને તેવા થવા મથતા આધ્યાત્મિક માર્ગમાં પ્રયાણ કરવાના ઈષ્ણુ શિષ્ય છે. જ્યાં દુનિયાદારીના જીવનના ઉચ્ચ દરજ્જા પૂરા થાય છે, ત્યાંથી જૈન મુનિ-જીવનની શરૂઆત થાય છે. એટલે તેમની વચ્ચેની થોડી પણ વાતચીત અત્યન્ત ભવ્ય હોય, તેમાં નવાઈ શી ? ખરેખર, જગતમાં જૈન શાસન પરમાર્થ રૂપ અને સારરૂપ છે. તેના આવી જાતના સંખ્યાબંધ પુરાવા આપણને ડગલે ને પગલે મળ્યા કરે છે.
પહેલા ખામાનામાં: પાક્ષિક પર્વ દિવસ ગુરુ મહારાજનો સુખે સમાધિએ પસાર થયો. તેથી શિષ્ય બહુ જ ખુશી થાય છે, અને બીજો પક્ષ શરૂ થવાની તૈયારી સૂચવી “તે પણ આવી જ રીતે પસાર થશે.” એમ ખુશાલી જાહેર કરી ઈચ્છા પૂર્વક વંદન કરે છે.
અહીં ગુરુ જવાબ આપે છે કે, “અમારે જેમ ધર્મ-ધ્યાનમાં નિમગ્ન રહીને આનંદપૂર્વક પાક્ષિક પર્વ દિવસ વીતેલ છે, તેમ તમારો પણ વીત્યો છે અથવા તમારા સહકારથી વીત્યો છે.”
એમ કહીને શિષ્યને ઉત્સાહિત કરે છે અને ગંભીર રીતે તેની લાયકાત કબૂલે છે. એવી જ રીતે શિષ્યને એ પ્રમાણે સુખપૂર્વક પાક્ષિક પર્વ દિવસ વ્યતીત થયેલ છે. તે પોતાને ય પ્રિય છે. ગુરુ પણ તેમ થાય તેમ ઈચ્છે પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org