Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
આગળ જતાં નવા ઊછરતા યુવાનોમાં બીજા પણ વિચારો પ્રચારમાં મૂકયા હોય, તેની અસરથી પછી બીજા પણ રિવાજોમાં ફેરફાર કરાવી શકાય. એમ ફેરફાર કરાવતા કરાવતા ઉપર જણાવેલાં ધ્યેયો તરફ લઈ જવાને નાતાતમાં લડાઈ કરનારો એક વર્ગ ઊભો રહે. આ મૂળ હેતુને ધ્યાનમાં રાખી, કન્યાવિક્રયના રિવાજને આગળ ધરવામાં તે વખતે આવેલો હતો. આજે પરદેશના પૈસાઓને લીધે તેમાં વધારે ઉછાળો આવે, તેમ તેની નિંદા કરવાને વધારે ઠીક પડે, અને તે મારફત બીજા નાતના તંત્રમાં પણ યુવકો મારફત માથું મારવાની સગવડ રહ્યા કરે, એ હેતુ સિવાય બીજું કાંઈ કારણ જણાતું નથી.
બેકારી અને મદદ
આજની સંસ્થાઓ પણ પ્રજામાં ફેલાતી બેકારીના પુરાવારૂપ છે. આગળ આવી બેકારી જ ન હોતી કે જેથી આવી સંસ્થાઓની જરૂર પડતી હતી, આગળ ઓછે વ્યાજે નાણાં લેવામાં, વખતસર દેવું ન ચૂકવવામાં નાનમ સમજાતી હતી. વધુ વ્યાજ આપીને નાણાં લેવામાં પણ નાનમ ગણાતી હતી. અરે દેવાળું કાઢવાના પ્રસંગો ભાગ્યે જ બનતા. અને કદાચ કોઈને નછૂટકે કાઢવું પડ્યું હોય તો ૧।। ગણું દેવું ચૂકવ્યા પછી જ નોકારસી વગેરે પ્રસંગો કરી શકે. આટલું દબાણ હોવાથી ભાગ્યે જ તેવા પ્રસંગો આવતા હતા. દરેક ખબરદાર રહેતા હતા. જ્ઞાતિમાંથી કોઈ ભાગ્યે જ બેકાર પડે અને બેકાર પડે તો જ્ઞાતિવાળા તેનું પોષણ કરે, તો તે જ્ઞાતિના સભ્ય તરીકે ન રહે. એટલે તેમને સમાજમાંથી કન્યા ન મળે અર્થાત્ કમાવાની અશકિતને લીધે તેનો સમાજિક મોભો જાય. જો કે આમ કવચિત્ બનતું હતું.
૬૪૫
સારાંશ કે, દરેક પોતાનો સામાજિક મોભો કાયમ ટકાવી રાખવા સંપૂર્ણ પુરુષાર્થ કરતા હતા, અને તેવો અવકાશ પણ રહેતો હતો. એમ પ્રજા ટકી રહે, પ્રજાનું ખમીર ટકી રહે, હજુ આવા પ્રસંગો ખમીરવાળી પ્રજાને મન મરવા બરાબર ગણાય છે.
કુટુંબની મિલકતમાંથી ખર્ચ ન કરવામાં લોભ નહોતો પરંતુ, કુટુંબના વારસામાંથી મળેલી સ્થાવર-જંગમ મિલકત ધંધો, ધર્મ, લાજ, આબરૂ, સંસ્કાર, પ્રતિષ્ઠા, મોભો વગેરે ઉત્તરોત્તર વારસામાં જવા જોઈએ. પોતે નવું મેળવે તો ઠીક, નહીંતર વારસામાં મળેલામાંથી ઓછું કરી શકાય જ નહીં. કેમ કે, મળેલું પોતાનું નથી પણ કુટુંબનું છે. માટે તે હજારો વર્ષ સુધી કુટુંબને મળવું જોઈએ. જે તત્ત્વ પ્રજાના ટકાવનું ઘણું જ મહત્ત્વનું છે, ત્યારે આજે છૂટાછેડા લેનારી હોય તેવી સ્ત્રી પણ પોતાનો ભાગ લઈ જાય છે. પ્રજા કેવી રીતે ટકી શકે ?
આજે બૉર્ડિંગો, અનાથાશ્રમો તથા બીજી મફત સગવડ આપતી સંસ્થાઓ મારફત પ્રજા જેટલો મત લાભ લે છે. અને તેવો વર્ગ વધતો જાય છે, તેટલું પ્રજાનું ખમીર તૂટતું જાય છે અને પ્રજા નબળી પડતી જાય છે એ સમજવાનું છે. વળી ઘણા દુ:ખી અને ગરીબ હોવા છતાં ખાનદાન લોકો આજના જમાનાની સંસ્થાઓ, તેમાં નોકરીઓનો કે તેવાં ખાતાંઓનો આશ્રય નથી લેતા તે સહેતુક છે અને પ્રજાના વ્યકિતત્વની દૃષ્ટિથી ઉપયોગી પણ છે. “તે જ જડતા, જૂની રૂઢિને વળગી રહેવું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org