Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૧૧. ધનધાન્ય અને સાદા જીવનથી રહેતા પ્રજાના જીવનમાં આવા ખર્ચાઓ કાંઈ હિસાબ વિનાની
બાબત હતી. આજે તે ખર્ચાળ ગણાય છે. ૧૨. તેમાંનું કાંઈ પણ ફરજિયાત હતું જ નહિ પરંતુ સમાજમાં મોભાનું ધોરણ તેવા પ્રસંગો ઉપર
હોવાથી લોકો પોતપોતાના પૂર્વાપરના મોભા અનુસાર કરતા હતા. એમ તો આજે મ્યુનિસિપાલિટી
વગેરેની ચૂંટણીઓમાં હજારોના ખર્ચે રસાકસીમાં કરી નંખાય છે ને શો ફાયદો મળે છે? ૧૩. સામાન્ય સ્થિતિના લોકો ન કરે, તો તેને કોઈ દબાણ કરતું નથી, છતાં અમુક મોભાદાર કુટુંબો
પ્રસંગે દેવું કરીને કરે, તેનો અર્થ તો એ થતો હતો કે, કરજે લેનાર પણ શાખવાળું કુટુંબ ગણાય જ. નાણાં ભરપાઈ કરવા શક્તિ વગરનાને ધીરે પણ કોણ ? કરજે નાણાં મળવાં તે પણ પ્રજાશક્તિનો પુરાવો છે. એમાં કુટુંબની પ્રતિષ્ઠા પણ હતી અને હિંદમાં એવો વ્યવહાર જ
ચાલતો હતો. કરજે લેવામાં પ્રતિષ્ઠા હતી. પ્રતિષ્ઠિતને જ કરજે મળતા હતા. ૧૪. અને તેનું ફળ સામાજિક મોભો ટકાવવામાં આવતું હતું અને તેથી સમાજના મળવા જોઈતા
લાભો તેને સારી રીતે મળ્યા વિના રહેતા નહિ. સમાજમાં વીંટાયેલાં કુટુંબો ગમે તેવી ઊથલપાથલો છતાં આર્યપ્રજા જગતમાં સંગઠિત રીતે ટકી રહી શકી છે, જે જળવાયેલા મોભાથી સમાજ
તરફથી જાણવામાં કે અજાણમાં વ્યકિતને ઘણું રક્ષણ મળે છે. ૧૫ જેમ જેમ લાગણી બૂઠી થશે, જેમ જેમ ગરીબી ફેલાશે, તેમ તેમ રડવું કૂટવું ઓછું થશે અને
તેમ તેમ તેમાં ખર્ચ બંધ કે ઓછા પણ કદાચ થશે, તે એ સાબિત પણ કરશે કે પ્રજાની લાગણી એટલી બૂઠી થઈ છે અને આર્થિક સ્થિતિ નિર્બળ થઈ છે. એટલું પ્રજાનું પતન ગણાશે, પરંતુ ઉન્નતિ નહિ ગણાય.
સારાંશ કે, આવા રિવાજોની પાછળ ચાલુ કરવાની મૂર્ખતા નથી હોતી પરંતુ, ઊલટા સારા હેતુઓયે હોય છે અને તે શિષ્ટ પુરુષોએ જ સમજપૂર્વક પ્રચલિત કર્યા હતા. અર્થાત્ તેને અનુસરવામાં માર્ગાનુસારિતા છે. તે છોડવામાં આપણા સાંસારિક શિષ્ટ વ્યવહારદષ્ટિથી ઉન્માર્ગગામિતા છે. અને આજે તો પરદેશી પ્રચારકો છોડાવીને આપણી આખી પ્રજાના જીવન જ પલટાવીને એકે એક બાબતમાં પોતાને સ્વાધીન લેવા માગે છે. એટલે તેના પ્રચારકાર્યના
એક અંગ તરીકે છોડવામાં તો નુકસાનો છે જ. ૧૬. એક જ મુદ્દો છે કે, શોક વગેરે લાગણીઓ પણ મોહસ્વરૂપ હોવાથી જેમ બને તેમ ઓછા
થાય તેમ આધ્યાત્મિક દૃષ્ટિથી સારું ગણાય અને આધ્યાત્મિક દૃષ્ટિથી વ્રતધારીઓ વગેરે તે છોડે તે ઈષ્ટ પણ છે. પરંતુ આજે તો તે દષ્ટિથી છોડવવામાં આવતું જ નથી, માટે આજની દષ્ટિથી ન છોડવું જોઈએ કારણ કે, તે નુકસાનકારક છે. પ્રજામાં ગરીબી આવે, લાગણી સુકાતી જાય, પ્રજા નિર્બળ બનતી જાય ને આધ્યાત્મિક ત્યાગની ભાવના થાય તેથી, તે રિવાજો કે તેવા બીજા કોઈ પણ રિવાજો બંધ થાય, તે જુદી વાત છે, પરંતુ બીજી સંસ્કૃતિના પ્રચારને પરિણામે, અજ્ઞાન ભાવે, કોઈ પણ સહેતુક રિવાજ ન છૂટી જવામાં આપણું શ્રેય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org