Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૬૪૧
તે લગભગ વીજળીને દીવા કે એવી બાબતમાં પરદેશી સંસ્કૃતિને ફાયદો થાય, અને પુરોહિતને દક્ષિણા આપવાને બદલે રજિસ્ટર કરાવવાની ફી વગેરે મળે. અને આખી પ્રજા અને મોટા માણસોએ રસ્તે ચડી ગયા પછી ખર્ચનું પ્રમાણ રહેવાનું જ નથી. કોઈ પણ નવી પદ્ધતિ પરિણામે એકંદર ખર્ચાળ જ જોવામાં આવી છે. ગાર્ડન પાર્ટીની એક એક ડીશ ૩૦૦-૩૦૦ રૂપિયાની થાય છે, ત્યારે અમારી નાતના જમણમાં માણસદીઠ ૪ કે ૫ આના ખર્ચ આવે છે. એટલે તેમાં આધ્યાત્મિક દૃષ્ટિથી કે લોકોને મુશ્કેલીમાંથી બચાવવાની દષ્ટિ નથી હોતી, તેવા વિચારોનો માત્ર પ્રચારક કાર્યના અંગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બાકી કોઈ પણ જૂનું તોડીને તેને બદલે પોતાના આધીન હોય કે આધીન રહે તેવું નવું પ્રચારમાં લાવવું એ મુખ્ય હેતુ હોય છે.
સારાંશ કે, તેમાં આધ્યાત્મિક કે પ્રજાના હિતનો હેતુ નથી હોતો ત્યારે એ રિવાજ પાછળ અહીં શા હેતુઓ હતા ? તે સમજી લેવું જોઈએ. ૧. રડવું કૂટવું એ શોકની લાગણી બતાવવાની નિશાની છે. શોક સ્થાયી ભાવવાળો કરુણ રસ
એ નવ રસમાંનો એક રસ છે, એટલે તે કુદરતી છે. એટલે શોકમાં કૃત્રિમતા નથી, એ સૌ કબૂલ કરશે. નવરસનાં નામ : શૃંગાર, હાસ્ય, કરુણ, વીર, બીભત્સ, ભયાનક, અદ્ભુત, રૌદ્ર અને શાંત. આ નવરસ પ્રાણીમાત્રમાં હોય છે. નિમિત્ત મળતાં તે જાગ્રત થાય છે. શોકની તીવ્ર લાગણી ઉત્પન્ન થાય ત્યારે તેને બહાર વહી જવા દેવા માટે રુદન, કૂટન, પડવું વગેરે સાધનો છે. નહીંતર તે લાગણી શરીરમાં રંધાઈ રહેતાં કાંઈને કાંઈ નુકસાન કરી બેસે છે. ઘણીવાર શોક બહાર ન કાઢી નાખવામાં આવે, તો ઘણા રોગ થવાના દાખલા છે. ભયની લાગણી વખતે નાસભાગ, ઘૂજવું, ચીસો વગેરે તેને વહી જવા દેવાનાં સાધનો છે. વીર રસની લાગણીમાં પણ હાથ પછાડવા, પગ પછાડવા, તિરસ્કારના શબ્દો બોલવા, હોઠ પીસવા વગેરેથી તેને વહેવા દેવી પડે છે. તેમ આમાં પણ સમજવું. જો સ્નેહી સંબંધીઓમાં લાગણીનું તત્ત્વ ઓછું હોય તો શોક ઓછો થાય છે, અને તેથી રડવું,
કૂટવું ઓછું બને છે. તે પ્રમાણે જ દરેક રસને માટે સમજવું. ૪. આર્ય પ્રજાના જીવનના દરેક અંગો સારી રીતે ખીલેલાં હોવાથી તેનામાં લાગણીપ્રધાનતા પણ
સારા પ્રમાણમાં હોય એ સ્વાભાવિક છે. જ્યારે એક કોમનો માણસ ચોરી કરતાં ખચકાતો નથી, પરંતુ ત્યારે બીજી કોમનો માણસ પોતાને માથે ખોટું આળ ન આવે, તેને માટે આકાશ પાતાળ એક કરતાં હોય છે. એક સ્ત્રી બબ્બે ત્રણ-ત્રણ ધણી કરવામાં ન સંકોચાય, ત્યારે એક સ્ત્રીને પતિનું માથું દુ:ખે તો પણ ઘણા દુ:ખનું કારણ થઈ પડે, અને બીજા પુરુષના છાંયાથી પણ દૂર નાસે. આ સ્થિતિને લીધે ઉચ્ચ લાગણીવાળા પણ માણસોનો આ દેશમાં ઘણો સંભવ છે. તેવા લોકોને પ્રિયના વિયોગથી સહજ શોક થાય, અને તેને વહી જવા દેવાનાં સાધનો પણ ગોઠવવાં જોઈએ. આ દેશની પ્રજા બીજી દરેક બાબતમાં આગળ વધેલી હોવાથી તેની શોકની લાગણી પણ તીવ્ર હતી. જંગલી પ્રજામાં લાગણી ખરી, પણ અહીંની સંસ્કારી પ્રજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org