Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૪૦
પંચ પ્રતિક્રમણ સૂત્રો
તેમને તો વાસ્તવિક રીતે આપણો અને આપણે સ્વાધીન હોય તેવો કોઈ પણ રિવાજ ઈષ્ટ કે ટકવા દેવા જેવો જ નથી. ભલે આપણો કોઈ રિવાજ ગમે તેટલો સારો હોય, તો પણ તે આપણે તેમની છાયામાં રહીને કે તેમની મારફત કરવો જોઈએ, એટલે કે, પુરોહિતનું કામ કે એવા આપણને સ્વાધીન કાર્યો પણ તેમના સર્ટિફિકેટ વિના ન જ થઈ શકે. તેને માટે વિરુદ્ધ પ્રચારકાર્ય કરવા માટે અજ્ઞાનતા વગેરે ભૂલો કાઢી રાખી હોય છે. ઓછું વધતું અજ્ઞાન તો દરેકમાં હોય છે. આજે દુનિયામાં સંપૂર્ણ જ્ઞાની કે કેળવાયેલ કોણ છે ? છતાં અમુક પ્રજાને કેળવાયેલી ગણી લેવામાં આવે છે, અને અમુક પ્રજાને કેળવણી લેવાની જરૂર છે માટે તે બિનકેળવાયેલી અને અજ્ઞાન છે એમ કરાવી દેવામાં આવેલ છે.
- સારાંશ કે, તેઓએ કુરૂઢિ ગણાવી માટે આપણે પણ વગર વિચાર્યું કુરૂઢિ ગણીને તેને છોડવી ન જોઈએ-વિચાર કરવો જોઈએ. અને માનો કે કોઈ કુરૂઢિઓ હોય તો પણ તેમની મારફત કે તેમની સંસ્થા મારફત કે તેમની હિલચાલના પરિણામરૂપ તો તે છોડાવી ન જોઈએ. કેમ કે, તેમ કરવામાં તેમને-આપણું આખું જીવન પલટાવીને પોતાના સ્વાર્થમાં ફેરવી નાંખવાની યોજનાને ટેકો આપવા બરાબર થાય છે. જે આપણને ખાસ હાનિકારક છે અને એવી કોઈ બાબતમાં કદાચ તેને સ્થાન આપીએ, તો પણ તેટલાથી તેનો છેડો આવે તેમ નથી, તેનું ધ્યેય તો ઘણું જ દૂર હોય છે, જેમાં આપણને કેવળ નુકસાન જ હોય છે.
અલબત્ત, મરણ પાછળની આપણી બધી વિધિઓનો વિરોધ પરદેશીઓએ પોતાના લાભને માટે સમજીને કરાવેલ છે. અને તેઓ તે વિરોધ ખરા કયા કારણે કરાવતા હતા, તે તેઓ સમજતા પણ હતા. પરંતુ આપણા દેશના તેના અનુયાયીઓ છે, તેઓ આજે પણ તે સમજતા નથી. એટલે કે, આવા રિવાજો વિરુદ્ધ પ્રચારકાર્ય શા માટે કરવામાં આવ્યું છે ? અને આવા રિવાજે કેમ કરવામાં આવ્યા છે ? તે બન્નેયનાં ખરાં કારણો પરદેશીઓના આજના અનુયાયીઓ આ દેશના દેશનેતા વગેરે ગણાતા લોકો પણ સમજી શકતા નથી.
તે જ પ્રમાણે આવા રિવાજો હિંદમાં શિષ્ટ કોમોમાં ચાલુ હોવાના પણ ખરાં અને વાજબી કારણો ખાસ હશે તે પણ આજે કોઈ ભાગ્યે જ સમજી શકે છે. એટલે આવા રિવાજો સામે સુધારકો સિવાય ધર્મચુસ્તોમાંનો પણ અમુક વર્ગ ગતાનુગતિકતાથી અણગમો બતાવે છે, તે ઠીક નથી.
આધ્યાત્મિક દૃષ્ટિથી શોક કરવો એ તાજ્ય વસ્તુ છે. પરંતુ તે પ્રમાણે તો હર્ષ વગેરે પણ ત્યાજ્ય ઠરે છે. અને તેથી વિવાહ વગેરે પણ ત્યાજ્ય ઠરે છે. તે લોકો આપણા વિવાહની નિંદા ખર્ચાળ તરીકે ગણીને કરે છે. તેમાં તેઓને આપણા ખર્ચની ચિંતા નથી પણ સિવિલ મેરેજના રસ્તે વિવાહને ચડાવી દેવાનો હેતુ છે. નહીંતર આજનું જીવન જ કયાં ઓછું ખર્ચાળ છે. એ વખતે તો માત્ર વિવાહ વગેરે પ્રસંગે જ ખર્ચાળપણું જણાતું હતું. ત્યારે આજે તો આખું જીવન જ ખર્ચાળ બની ગયું છે. ઓછા ખર્ચ કરાવવાની લાલચે પહેલાં અહીંની લગ્નપદ્ધતિનો વિરોધ કરાવીને નવી ઓછા ખર્ચની પદ્ધતિને રસ્તે ચડાવવાથી તેમાં આજે થોડો પણ જે ખર્ચ થાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org