Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૩૮
પંચ પ્રતિક્રમણ સૂત્રો
તેમાં ખામી રહી જાય તો તેનો પણ પશ્ચાત્તાપ થાય, તો ન કરી શકનારને અતિચાર લાગે છે. અન્યથા અનાચાર લાગે છે.
તથા જિનેશ્વર પરમાત્માઓના ઉપદેશ ઉપર અશ્રદ્ધા જાણતાં અજાણતાં થઈ જાય તો તે અતિચાર છે. અન્યથા જાણીબૂજીને તેમના ઉપદેશની દરકાર વગેરે અનાદરપણે અનાચાર છે. ક્ષાયોપથમિક સમ્યકત્વીને તરતમતાએ શંકા, આકાંક્ષા વગેરે સ્વરૂપમાં દેશથી અશ્રદ્ધા થવાનો સંભવ છે. તે અતિચારરૂપ છે, પરંતુ સર્વથા અશ્રદ્ધા તો અનાચારરૂપ છે.
વિપરીત પ્રરૂપણા - જિનેશ્વર પરમાત્માના ઉપદેશની શ્રદ્ધા તો દૂર રહી, પરંતુ તેના ઉપદેશ કરતાં વિપરીત ઉપદેશ આપવો અથવા તેમના નામે વિપરીત ઉપદેશ આપવો એ કેવળ અનાચારરૂપ છે. છતાં અજાણતાં કે ઉતાવળમાં કે કોઈ પરિસ્થિતિ વિશેષને આધીન થવાથી કે ભૂલથી તેમ થઈ જાય તો અતિચાર છે.
આ ચારેયનું પ્રતિક્રમણ એ સર્વ પ્રતિક્રમણનો સાર છે, ઉપસંહાર છે. કદાચ સર્વથા – પ્રતિષેધ કૃત્યો આચર્યો હોય, ઉપદેશેલાં કર્તવ્યો ન કર્યા હોય, ઈરાદાપૂર્વક સર્વથા અથદ્ધા કરી હોય કે બેધડક થઈને વિપરીત પ્રરૂપણા કરી હોય છતાં પાછળથી પસ્તાવો થાય તો તેની એ ક્રિયાઓ અતિચારરૂપ બનતી હોવાથી આલોચના, પ્રતિક્રમણ વગેરે પ્રાયશ્ચિત્તને લાયક બને છે પરંતુ, પસ્તાવોયે ન હોય અને તેવાં અયોગ્ય કાર્યોમાં વધુ રસ આવતો હોય તો તે અનાચાર છે, અને તે પ્રાયશ્ચિત્તની મર્યાદાથી યે બહાર છે અને તેવી વ્યક્તિ જેને પણ ગણાય નહીં.
એટલે એકંદર આરાજુનો ધમો એ પણ જૈન ધર્મના પાલન કરનાર માટે મુખ્ય શરતરૂપ મૂલતત્ત્વ આ ઉપરથી સ્પષ્ટ સમજાશે. તીર્થંકર પરમાત્માની ઉત્સર્ગ અને અપવાદમય, ભિન્ન ભિન્ન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસરતી આશાઓ રૂપ જૈનધર્મ તેના અનુયાયીના કર્તવ્ય તરીકે ઠરે છે.
એટલે હાલના જડવાદના જમાનાની દૃષ્ટિથી રચનાત્મક કે ખંડનાત્મક હોય અને તેથી આત્મવાદરૂપ જૈનધર્મને બહારથી ફાયદા કે નુકસાન માટે દેખાતા હોય છતાં કોઈ પણ કાર્ય આજ્ઞા બહાર છે, અને અનાચારરૂપ છે.
જડવાદનું પ્રાધાન્ય જ નિષિદ્ધ અકૃત્ય, અશ્રદ્ધેય અને વિપરીત પ્રરૂપણારૂપ છે.
તેને પોષક સંસ્થાઓ મારફત કોઈ પણ જાતનો લાભ ઉઠાવવો અને તેને સારો માનવો તેને પ્રગતિ માનવી એ મિથ્યાત્વ, આજ્ઞાવિરુદ્ધ, અનાચાર સ્વરૂપ કે તીવ્ર અતિચાર સ્વરૂપ કેમ ન ગણાય ?
એટલે હાલના જમાનાને અનુસરીને જે જે સગવડો, અનુકૂળતાઓ, સંસ્થાઓ, ભાવનાઓ વગેરે ગોઠવાયા હોય અને લાભ આપતા બહારથી જણાતા હોય, તે પણ વાસ્તવિક રીતે પરિણામે નુકસાનકારક હોય છે એ સ્પષ્ટ જ છે. મરણ પાછળ શોક કે જમણ, કન્યાવિક્રય વગેરે કુરૂઢિઓ અને કુરિવાજો કાઢી નાખવા માટે ગુજરાત વર્નાકયુલર સોસાયટી મારત ફાર્બસ સાહેબે પ્રચારકાર્ય શરૂ કર્યાની હકીકત ઈતિહાસમાંથી આપણે જાણી શકીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org