Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૬૩૭
પણ એ વિચાર પ્રમાણે દરેક “શ્રાવકને માટે અત્યંત ત્યાજ્ય નથી” એમ ગણાશે. “પીપળે પાણી રેડવા”, “માનતાઓ માનવી” એ વગેરે અતિચારરૂપ ગણાવ્યા છે ત્યારે શું તે અનાચાર રૂપ ન જ હોઈ શકે કે વ્રત સાપેક્ષપણે અતિચારરૂપ છે, અને વ્રતને નિરપેક્ષપણે એ જ અનાચારરૂપ છે. એ જ પ્રમાણે વ્રત સાપેક્ષ અને કોઈ જીવ વિશેષને મધ, માંસ અતિચારરૂપ થઈ શકે છે. અન્યથા અનાચાર રૂપ પણ હોઈ શકે છે. તેથી તે વિધેય કે અલ્પનિષિદ્ધ સર્વથા ઠરી શકતું નથી પરંતુ, અવિધેય અને સંપૂર્ણ નિષિદ્ધ સાબિત પણ થાય છે.
માટે આવા જઆિવારા જેવા પાઠની જેમ ભળતા અર્થની વાત શાસ્ત્રવિરુદ્ધ આગળ કરીને હાલના જમાનાને ટેકો આપનારી કોઈ પણ વાત કોઈ ઠસાવવા માંગે તો વિવેકથી વિચાર કરવો, અને બનતા સુધી તો એવી વાત સાંભળવી પણ નહીં જોઈએ. કેટલાક માણસો આવાં કૃત્રિમ છિદ્રો કાઢીને ધર્મની નિંદા કરાવવામાં તત્પર હોય છે. તથા ધર્મમાં શી સત્યતા, રચનાત્મકતા, કલ્યાણકારિતા અને ખૂબી છે તે ન સમજાવતાં હાલમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી યેનકેન પ્રકારે અછતી ભૂલો કાઢીને ધર્મની નિંદાના-પરદેશીઓના પ્રચારના પરિચયને લીધે કેટલાક ભાઈઓ વ્યામોહને લીધે-હથિયારરૂપ બનેલા જોવામાં આવે છે.
કેમ કે, જે બદલાયેલી દૃષ્ટિથી પોતાની યુક્તિ તરફ શાસ્ત્ર વાકયો વગર સમયે ઘસડી જનારા ઘણા છે. માટે બાળ જીવો સહજ રીતે તેવી ઊડતી વાતોમાં ગૂંચવાય નહીં, માટે અમોએ આટલો ખુલાસો કર્યો છે.
૩-૨-૮ આજની આખી જડવાદની સંસ્કૃતિ જૈન શૈલીથી વિચારતાં અનર્થદંડમય છે. પછી તેનાં ન્યાયખાતાં, નિશાળો, મ્યુનિસિપાલિટીઓ, રેડિયો, મિલો, વીજળી, કૉલેજો, ધારાસભાઓ, નાટકો, સિનેમા, તાર-ટેલિફોન, દવાખાનાઓ, અનાથાશ્રમો, બૉર્ડિંગો, હોસ્ટેલો, સંસ્થાઓ, મંડળ, પુરાતત્વ ખાતાંઓ, લોકસેવાનાં ખાતાંઓ, છાપખાનાં, સાહિત્ય પ્રસિદ્ધિની સંસ્થાઓ, લાઈબ્રેરીઓ વગેરે વગેરે ગમે તે હોય. એટલું જ સંક્ષેપમાં અહીં જણાવીએ છીએ.
અતિચારોની દરેક વિગત ઉપર ઘણું લખવા જેવું પડે છે પરંતુ, પુસ્તક ઘણું મોટું થવાના ભયથી અમારે તેમાં સંયમ રાખવો પડે છે. ઉપસંહાર :
પાંચ આચારના અતિચાર પૂરા થયા બાદ પણ ઉપસંહારમાં પડિસિદ્ધાર કરાણે-ને લગતા ચાર મહત્વના જૈનત્વ સાથે સંબંધ ધરાવતા અતિચારો આપવામાં આવેલા છે.
( ૧ ) જિનેશ્વર પરમાત્માએ મનાઈ કરેલાં કાર્યો ન કરવાં જોઈએ છતાં કોઈ સંજોગોમાં કે નબળાઈથી કરવાં પડે તો સંકોચ સાથે જ કરાય. અને તેનો પૂરો પશ્ચાત્તાપ થવો જોઈએ. તો તે અતિચારરૂપ છે, અન્યથા અનાચારરૂપ છે.
( ૨ ) એ જ પ્રમાણે જિનેશ્વર પરમાત્માએ ફરમાવેલાં કૃત્યો અવશ્ય કરવાં જ જોઈએ. છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org