Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
ચીજો ધર્મમાં તાજ્ય હોય છે, છતાં કોઈએ ભૂલથી કે અજ્ઞાનથી કે ખરાબ સોબતથી તેનો ઉપયોગ કર્યો હોય અથવા જૈન ધર્મ પામ્યા પહેલાં અથવા પાછળના ભવોમાં ઉપયોગ કર્યો હોય અને પાછળથી તેને પસ્તાવો થાય તો તેઓને અતિચારની આલોચનાનો સંભવ છે. એવા સંભવોને લીધે મૂકવામાં આવેલા શબ્દો ઉપરથી એવો અર્થ કાઢવો કે ‘“અગાઉના શ્રાવકો માંસાહાર કરતા હતા અને તેના પ્રમાણ તરીકે અતિચારની આલોચના માટે વંદિત્તુસૂત્રની ગાથામાં આવા શબ્દો મૂકવામાં આવેલા છે.’’ પરંતુ તે વાત કેવળ બાલિશતા અને મૂર્ખતાભરેલી છે.
૬૩૬
કેમ કે, જો વ્રતધારી શ્રાવક આવા છેલ્લી કોટિના નિંદ્ય ખોરાકની છૂટ રાખે, તો તે અનાચાર ગણાય. વ્રતમાં તેવી છૂટ તો હોય જ નહિ પરંતુ અજાણતાં કે ધર્મપ્રાપ્તિની પૂર્વાવસ્થામાં સંભવિત છે, તેનો પસ્તાવો થવાથી અતિચારરૂપ ઠરે છે. વળી આલોચનાઓમાં આ અને પૂર્વભવની પણ ભૂલોનો સમાવેશ થતો હોય છે. એટલે ઉપલક્ષણા માટે તે અંતિમ ચીજો જ રાખવાથી સર્વનો સંગ્રહ થાય. માંસ શબ્દ સર્વ અયોગ્ય ખોરાકનાં ઉપલક્ષણો માટે, મઘ શબ્દ સર્વ અપેયના ઉપલક્ષણ માટે છે. પુષ્પ ફળ અને ગંધમાલ્ય પણ વનસ્પતિની વિવિધ ઉપયોગની વસ્તુઓના ઉપલક્ષણ તરીકે છે. તથા ગંધમાલ્ય અને પુષ્પ શબ્દ કેટલેક અંશે બાહ્ય ઉપભોગની વસ્તુના ઉપલક્ષણ તરીકે ય હોઈ શકે છે. એ શબ્દોને બદલે એ વ્રતનું સ્વરૂપ જોતાં બીજા કોઈ શબ્દો ઉપલક્ષણ માટે બંધબેસતા થતા જ નથી.
વાસ્તવિક રીતે ચાર મહાવિગય તો સામાન્ય રીતે વ્રતમાંના જ ત્યાગની વસ્તુ નથી, પણ સમ્યક્ત્વના વ્રતમાં તેનો ત્યાગ શાસ્ત્રોથી સૂચિત થાય છે. એટલે વ્રતધારી ન હોવા છતાં માત્ર જૈન જ હોવાની એ ચાર મહાવિગઇનો ત્યાગ અનિવાર્ય શરતરૂપ છે. અને સંઘના સર્વસામાન્ય ઠરાવોમાંનો ઠરાવ હોવાથી પણ તે મૂળથી જ તાજ્ય હોય છે. ‘“અવિરતિ સમ્યગ્દષ્ટિને કોઈ પણ જાતની વિરતિ ન જ હોય.’’ એવી વ્યાખ્યા કરવાની નથી. કેમ કે, મિથ્યાત્વની અને તત્સહચરિત ઘણી વસ્તુઓની તો તેને વિરતિ હોય જ છે. દેવ, ગુરુ અને ધર્મની સેવા, વૈયાવૃત્યના નિયમોનું પાલન કરવાનું પણ તેને હોય જ છે. તે જ રીતે સમ્યક્ત્વ વ્રત ધારણ કરનાર થાય, ત્યારે કે વ્રત ઉચ્ચર્યા વિના પણ જૈન તરીકેની સામાન્ય ફરજ બજાવવાના નિયમો સમ્યક્ત્વમાં તથા તેના વ્રતગ્રહણમાં જ ગૃહીત થઈ જાય છે. તેમાં સાથે ગર્ભિત રીતે સ્વીકારાય છે કે, “વ્રત સ્વીકારતી વખતે શ્રી સંઘના સર્વ સામાન્ય જે જે નિયમો હોય અને ભવિષ્યમાં કરવામાં આવે પાળવાની પણ કબૂલાત ગર્ભિત રીતે અપાઈ જાય છે.’’ એટલે ચાર મહાવિગઇ અને ખાસ કરીને માંસ-મદ્ય જેવી અતિનિદ્ઘ વસ્તુ શ્રાવક ફુલોત્પન્નને પ્રવેશક શરત તરીકે સર્વથા ત્યાજ્ય જ હોય છે. એવા સંઘના સર્વ સામાન્ય નિયમ દરેકને કબૂલ હોય છે, ને હોવા જ જોઈએ. તો વ્રતધારી માટે તો સંભવ જ શો હોઈ શકે ? અને કોઈ વ્યકિતવિશેષની ભૂલ હોય, તે ધોરણ ઠરતું નથી.
આ હકીકત જૈન શાસ્ત્ર સંદર્ભની આજુબાજુની અસરરૂપ શૈલી ઉપરથી પણ સમજી શકાય તેમ છે. છતાં આવો અર્થ કરવો એ ભાવને ન સમજતાં એકતરફી માત્ર શાબ્દિક સમજનું પરિણામ છે. એ જ પ્રમાણે દરેક વ્રતોમાં કોઈ કોઈ અનાચારરૂપ પદાર્થો પણ અતિચારરૂપ ગણાવેલા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org