Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૦૪
પંચ પ્રતિક્રમણ સૂત્રો
અને મારવાડમાં આજે પણ રાજ્યો તરફથી પજુસણની આજુબાજુ મહિનો મહિનો અહિંસા પળાતી હોવાના રિવાજો અને કાયદા છે. અને બીજી પણ ઘણી રીતે અહિંસાને ટેકો મળે છે, જેનોની અસર વગરના પ્રદેશોમાં આજની અહિંસાના પડદા પાછળની હિંસા જેટલી ને જેવી હિંસા થતી નથી.
ત્યારે આ જીવદયા મંડળીઓ પોતાના ઉદેશમાં જ લગભગ એવા આશયની શરત ગોઠવી છે કે, “રાજ્યના કાયદાને અસર ન પહોંચે તેવી રીતે જીવદયાનું કામ કરવું.” * એટલે એક રીતે હાલનું રાજ્યતંત્ર પોતાના કાયદા માટે ગમે તેવું હિંસક કાર્ય ઉપાડે તો પ્રજાજન તરીકે તેને રોકવાનો હકક ન હોવાનું કબૂલ કર્યું, જે હિંદમાં ન છાજે અને “વિનંતીથી રાજ્ય માને તો ભલે, નહીંતર મૂંગાં રહેવું.” આ જાતની તેમાં ગર્ભિત કબૂલાત થઈ. (આ બધી પરિસ્થિતિને પરિણામે જ અમદાવાદ જેવી જૈનપુરીની બાજુમાં દેશમાં જાહેર શિકારનો કાર્યક્રમ પાર પાડી શકાયો. ગામડાવાળા માંસાહારી લોકો માંસ મેળવવા જીવહિંસા કરે, પણ તે એક જાહેર કાર્યક્રમરૂપે નથી હોતું અને તેના ઉપર પ્રજાનો અમુક અંશ સુધી અંકુશ પણ હોય છે, ત્યારે આ તો જાહેર કાર્યક્રમ હતો તેની સામે વિરોધ હતો. વળી નામદાર ગવર્નર સાહેબને ખોરાક માટે અમદાવાદમાં માંસાહારની ચીજોનો તોટો નહોતો. પરંતુ “માંસાહારી તરીકે શિકાર કરવાની જરૂરિયાત સામે વાંધો ન લેવાવો જોઈએ, તો હવે માંસાહારીઓને જાહેર શિકારની છૂટ સામે મહાજન કેટલા બળથી વાંધો લઈ શકે છે ?” તે જાણવાને આ કાર્યક્રમ ખાસ જણાય છે. કેમ કે, આ દેશમાં ભાવિકાળે મોટા પ્રમાણમાં માંસાહારનો પ્રચાર કરવાનો છે, તેની ભૂમિકા આ રીતે નાંખી શકાય. મંડળી જે લાગવગવાળી હોત તો બંધ કરાવી શકત. અહીં એ દલીલ ચાલી શકે જ નહીં કે, “રાજ્યસત્તા પોતાની બળબજરીથી ગમે તેમ કરે, તેમાં મંડળી શું કરી શકે ?” કેમ કે, રાજ્ય કાયદેસર જ ચાલે છે, માટે જ રાજ્યના કાયદાને માન આપીને અહિંસાની પ્રવૃત્તિ કરવાનો ઉદ્દેશ મંડળી રાખી શકે છે. જે રાજ્ય કાયદેસર ચલાવવાને બદલે જોહુકમીથી ચલાવાતું હોય, તો પછી કાયદામાં રહીને અહિંસાની પ્રવૃત્તિ ચલાવવાની શરત રાખવાનો અર્થ પણ શો ? એમ બન્નેય રીતે મંડળી જૂઠી ઠરશે.)
જેનો સર્વ પ્રાણીની દયા પાળે છે, તેમાં મનુષ્ય દયા આવી જાય છે. માત્ર મનુષ્યો શક્તિશાળી હોવાથી અને “પ્રજામાં સ્વાશ્રયી ગુણો હોવા જોઈએ.” તથાદેશની એટલી આર્થિક સ્થિતિ ખરાબ ન હોવાને લીધે, બેકારી વગેરેનો સંભવ નહોતો. એટલે મનુષ્યદયા માટે આ દેશમાં પહેલાં આજના જેટલું કાર્યક્ષેત્ર બહોળું નહોતું. તેમજ કુટુંબીઓ લગભગ નબળાઓનું પાલનપોષણ કરી લેતા હતા અને કુટુંબો તેવી શક્તિ ધરાવતાં હતાં. તેમ ન કરે તો કુટુંબની આબરૂ જવાનું ગણાતું હતું. રોગો પણ બહુ નહોતા. અનાથની સંખ્યા પણ આટલી જાહેર જ નહોતી. એટલે એ ક્ષેત્રમાં ઘણું કરવા જેવું નહોતું, પરંતુ “જૈનોના દયાના ક્ષેત્રની બહાર મનુષ્યોની દયા હતી.” એમ હતું જ નહીં. આજે એક હાથ ઉપર મનુષ્યને દુઃખમાં મૂકીને બીજા ઉપર દયાનાં ખાતાં ઉઘાડવામાં આવે છે, તેમાં અહિંસા શી રીતે સંભવી શકે ?
ત્યારે મનુષ્યોની દયા માટે જુદો વિભાગ પાડીને અને તેને માટે સરકાર મારફત અમેરિકન
*
*
જા.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org