Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૩૦
પંચ પ્રતિકમાણસૂત્રો
કરેલ સામ્યવાદના ધોરણને વ્યાપક કરીને તે ભૂમિકા ઉપર લાવવા માટે સામ્યવાદનો પ્રચાર યુરોપવાસીઓ તરફથી ઈરાદાપૂર્વક કરવામાં આવે છે. આ વાત સૂક્ષ્મ અભ્યાસ અને તુલના વિના તથા ઈતિહાસના જ્ઞાન તથા ભાવિ સ્થિતિની કલ્પના વિના સમજાય તેમ નથી. સારાંશકે, ૧૮૫૭ના બળવાથી, અસહકારથી કે સમાજવાદથી એવા એકેયથી આપણી પ્રજાને લાભ નથી. એ ચોકકસ સાચી સમજથી માનવા જેવી વાત છે, વિચારકો વિચાર કરશે.
વળી સ્ત્રી-સ્વાતંત્ર્યથી પરાણે કે ખોટી રીતે સ્ત્રીઓને દરેક કામમાં આગળ પાડવાથી પુરુષોને દરેક કામમાં પાછળ પડવાનું રહે. આ દેશના પુરુષોનાં મગજ હજારો-લાખો વર્ષોથી અનુભવ અને કુશળતાથી ઘડાયેલાં છે. તેથી સામાજિક, તાત્વિક, રાજકીય, પ્રજાકીય, સાંસ્કૃતિક, શારીરિક વગેરે પ્રશ્નોમાં તેમના હાથમાં ઘણી બાબતો છે. એ દરેકમાં સ્ત્રીઓને આગળ રાખવામાં આવે એટલે પુરુષો પાછળ પડતા જાય અને જેમ જેમ પુરુષ પાછળ પડે, સ્ત્રીઓ બિન અનુભવને લીધે, પૂર્વાપરની સ્થિતિની અજ્ઞાત અવસ્થાને લીધે અથવા ખોટા શિક્ષણને લીધે, અવળા ખ્યાલને લીધે, આડે રસ્તે દોરવાઈ જાય એટલે આ દેશની અને સંસ્કારની અનુભવી થયેલી ત્રીજી પ્રજા દરેકમાં પોતાનું સ્થાન મેળવી સારી રીતે સ્વાર્થ સિદ્ધ કરી શકે. એ પરિણામ સિવાય સ્ત્રીઓને આગળ લાવવાનું વાસ્તવિક રીતે બીજું કશું યે પરિણામ જણાતું નથી. વખત ગયા પછી કદાચ અહીનાં સ્ત્રીઓ અને પુરુષોને આ વસ્તુસ્થિતિ સમજાશે ત્યાં સુધીમાં તો ઘણી પરિસ્થિતિ ચૂંથાઈ ચૂકી હશે અને એક વખત ભૂલ શરૂ થયા પછી તેમાંથી પરંપરા વધે છે. એટલે એક વર્ગ ચેતે, ત્યાં સુધીમાં બીજો અજ્ઞાન વર્ગ એવી જ રીતે આગળ આવવા તૈયાર કરી રાખ્યો હોય કે તેને આગળ રાખે જાય અને ધાર્યું પરિણામ લાવ્યે જાય. જે પરિણામ થોડે દૂરના ભવિષ્યમાં અચૂક ઊભું જ છે. આ સ્ત્રી-સ્વાતંત્ર્યની જાળમાં થોડી ઘણી ફસાયેલી અત્યારની કેટલીક સ્ત્રીઓને આગળ રાખીને સિનેમા નટીઓ જેવીઓને પણ) દેવીઓ તરીકે સંબોધવામાં આવે છે અને અમુક સામાન્ય સમજની પ્રજામાં તેમને આગળ કરી પ્રતિષ્ઠિત કરવામાં આવેલ હોય છે. એટલે, તેવા ભાગના મતને જાહેર પ્રજામતનો ટેકો ગણીને તેવી સ્ત્રીઓ મારફત અનેક જાતના કાયદાઓના ખરડા રજૂ કરાવવામાં આવે છે. ભારતની તે સ્ત્રીઓ પણ ઉપર જણાવેલું ભાવિ ન સમજવાને લીધે, તેમાં પ્રજાની ઉન્નતિ સમજીને, અજ્ઞાનભાવે એવા કાયદાઓ પસાર કરવા તેમજ પોતાની આર્ય સંસ્કારથી બદલાયેલા સંસ્કારને અંગે બદલાયેલી મનોવૃત્તિઓના દાખલાથી બીજી આર્ય સ્ત્રીઓ માટે તેવી કલ્પના કરીને સ્ત્રી જાતિની ઉન્નતિ સમજીને, એવા કાયદા પસાર કરાવવાના કામમાં હથિયાર તરીકે ખુશીથી ગોઠવાય છે. એથી સ્ત્રીઓને પણ કાંઈ પણ એકંદર ફાયદો થવાનો સંભવ જણાતો નથી. આ પ્રશ્નો સાથે બીજા પણ ઘણા આજના પ્રશ્નોને સંબંધ છે, પરંતુ તેનો વિચાર વિસ્તારભયથી અત્રે કરતા નથી. પરંતુ મુખ્ય મુખ્ય મુદ્દાઓનો વિચાર કરવામાં આવ્યો છે કે, જે આર્યપ્રજાના નાશમાં મોટો ફાળો આપવાને તીવ્રશકિત ધરાવે છે. આ સ્થળે ગીતાનો એક શ્લોક ખાસ નોંધવા જેવો છે –
અધર્મા-ડભિભાવાત્કૃષ્ણ! પ્રદુષત્તિ કુલસિય: સ્ત્રીપુ દુકાસુ વાષર્રીય! જાયતે વર્ણસંકર: ૧-૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org