Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૬૩૧
અર્થ :- અધર્મના હુમલાથી કુળ સ્ત્રીઓમાં દૂષણ પ્રવેશે છે. અને સ્ત્રીઓમાં દૂષણ પેઠા પછી વર્ણસંકરતા ઉત્પન્ન થાય છે. (અર્થાત પ્રજાનો ક્રમે ક્રમે વિનિપાત થાય છે.) કુલ સ્ત્રીઓની પવિત્રતા જેટલે અંશે હોય, તેટલે અંશે તે પ્રજાની ઉન્નતિ તથા અવનતિનું થર્મોમીટર છે. બાહ્ય-નામની દેખાવની ઉન્નતિ પ્રજાની ઉત્પત્તિનું માપ નથી જ,
હવે મુદ્દાનો એક જ પ્રશ્ન વિચારીને આ વિષય આપણે પૂરો કરીશું. “નારી નાગાગનો નહીં પરિચય” આ શ્રી ચિદાનંદજી મહારાજના સામાયિક નિષ્ઠ પુરુષની સ્તુતિના પદમાં તેવા પુરુષના બ્રહ્મચર્યની સ્તુતિને લગતું આવું એક કવિતાનું ચરણ છે. અને આવાં વાકયો કે આ અર્થનાં વાકયો ભારતીય આર્યસાહિત્યમાં ઠામઠામ નજરે પડે છે.
એ ઉપરથી પરદેશી લોકોએ અણસમજથી કે સ્વાર્થથી અહીંની ઊછરતી પ્રજાને એવું સમજાવવાનો પ્રયાસ કર્યો જણાય છે કે, “ભારતના આર્ય શાસ્ત્રકારો મોટે ભાગે પુરુષો જ છે. અને પુરુષ પ્રાધાન્યની પોતાની અહંતાના બળે નારી ઉપર એક જાતનો અન્યાય કરીને ઠામઠામ તેની નિંદા કરી છે, અને વેદકાળથી કે તેના પહેલાંથી આવી રીતે પુરુષોથી નારી કચડાતી આવી છે. રામ જેવા એકપત્નીવ્રત પાળનારાએ પણ સીતાજીને કાઢી મૂકીને કેટલાં હેરાન કર્યા હતાં વગેરે દષ્ટાન્તો આપીને એ વાતની પુષ્ટિ કરે છે.
પરંતુ એ કેવળ ગેરસમજ છે, જ્યાં જ્યાં સ્ત્રીના નામ નીચે આ રીતે નિંદા કરવામાં આવી છે, ત્યાં ત્યાં વિષયવાસનાની જ નિંદા છે. તે વાસના આધ્યાત્મિક પ્રગતિમાં વિદનરૂપ છે, માટે તે નિંદા કરવામાં આવી છે. અને વિષયવાસનાને નારી વાચક શબ્દોના ઉપચારથી સૂચવવામાં આવેલ છે. એ ઉપચાર પણ ભાષાના બંધારણનું એક અંગ છે.
“જે વિષયવાસનાની નિંદા જ કરવી છે, તો તેની સીધી નિંદા ન કરતાં નારી-સ્ત્રી બોધકશબ્દો વાપરીને કેમ કરવામાં આવે છે અને જે વિષયવાસનાની નિંદા મૂળ શબ્દને બદલે બીજા શબ્દોથી કરવાની હોય તો નર-પુરુષો પણ કયાં વિષયવાસનાથી પર છે ? તો પછી તેના શબ્દો મારફત પણ નિંદા કરી હોત તો માની શકાત કે શાસ્ત્રકારો બિનપક્ષપાતી છે.” આ પ્રશ્ન થાય છે. પરંતુ ખરી રીતે વિષયવાસનાનો નારી શબ્દમાં ઉપચારલક્ષણા કરવામાં આવેલ છે, અને લક્ષણા પ્રયોજન વિના થઈ શકતી નથી. “લાલા લજપતરાય પંજાબના સિંહ છે. બધી ખુરશીઓ હસી પડી. કાગડાથી દહીં જાળવજે. ઘી એ દીઘયુષ છે. આ છોકરો તો મોટો બળદિયો છે. આ બાઈ તો ઝેરી નાગણ છે. અમુક અમલદાર કાળો નાગ છે. કાળો પહાડ નામની ઐતિહાસિક નવલકથા” વગેરેમાં લક્ષણા-ઉપચાર થયેલ હોય છે. અને આવાં સેંકડો વાકયો ભાષામાં હોય છે. ગંગામાં (ગંગાને કાઠ) ગાયનો વાડો છે. ગંગામાં-પ્રવાહરૂપ ગંગામાં ગાયનો વાડો સંભવે નહીં, પરંતુ “ગંગાને કાંઠે ગાયનો વાડો છે”, એમ કહેતાં શું જેર પડતું હતું? જોર નહોતું પડતું, પણ તેમ બોલવામાં જે પ્રયોજન જળવાય છે, તે કાંઠો શબ્દ બોલવામાં જોઈએ તેવું જળવાતું નથી. ગંગામાં વાડો કહેવાથી સાંભળનારને ગંગામાં એ શબ્દ ઉપરથી ગંગાની શીતળતા અને પવિત્રતાનો વાડામાં ભાસ થાય છે. કાંઠો કહેવાથી તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org