Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૨૮
પંચ પ્રતિકમણસૂત્રો
ગણવામાં આવતી હતી. “કુટુંબમાં તેનું ભરણપોષણ થવું જ જોઈએ” આ ભાવના હતી. કુટુંબોની સ્થિતિ સધ્ધર હતી.
આમ છતાં “સ્ત્રીઓને સામાજિક કે જાહેર જીવન નહોતું” એમ હતું જ નહીં. મેળા, યાત્રા, લગ્નાદિક ઉત્સવો, ધાર્મિક ઉત્સવો, નાતના પંચના ચોખંડા મંત્રણ વગેરેમાં સહધર્મચારિણી સાથે જ હોય, મરણ પ્રસંગના ગામ ખર્ચ, તાલુકા ખર્ચ કે પરગણા કે આખી રાત કે એવા મોટા પ્રસંગોમાં સ્ત્રીઓ સાથે હોય જ. આથી પરસ્પરની ઓળખાણ, સ્થિતિનું માપ, લાયકાત વગેરે દરેકેદરેક પરસ્પર જણી શકતા હતા. ગુરુઓના વ્યાખ્યાનમાં તથા બીજા પ્રસંગોમાં સ્ત્રીઓની સગવડ પૂરેપૂરી જળવાતી હતી.
જ્ઞાતિઓ વગેરેમાં સ્ત્રી સન્માન અને તેના હકક માટે સંપૂર્ણ ધ્યાન આપવામાં આવતું હતું. ખાસ ભાર મૂકીને કહીએ તો સ્ત્રીઓ માટે જ વધારેમાં વધારે ધ્યાન આપવામાં આવતું હતું, અને આજે પણ જ્ઞાતિઓના કામકાજમાં સ્ત્રી પ્રશ્ન-કન્યા વ્યવહાર વગેરેનો પ્રશ્ન મુખ્યપણે હોય છે. અલબત્ત, જ્ઞાતિઓ પોતાના પૂર્વાપરના આદર્શ પ્રમાણે વહીવટ કરે છે, તેની સામે નવા જમાનાવાળા વિરોધ કરે છે. તેનું કારણ આદર્શ-ભિન્નતા અને તેને અંગે ઉત્પન્ન થયેલ મતભેદ છે. જ્ઞાતિઓવાળા અન્યાય જ કરે છે, માટે આ કોલાહલ છે, એમ નથી. પણ તેને હલકી પાડવા જ અન્યાયની બૂમો મારવામાં આવે છે, અને વકીલો એવી બૂમો નીચે જ્ઞાતિઓના વાંધાવાળા કેસોને કોર્ટ ઘસડી જઈ શકે છે. ખરું કારણ ભારતીય સામાજિક સંગઠન તોડવાની મનોવૃત્તિમાંથી એ અણગમાને જન્મ છે અને કેસો વગેરે વિરોધી વાતાવરણને તાજું રાખ્યું જાય છે.
ગુજરાત વગેરે પ્રદેશમાં ઘણી વખત જોવામાં આવેલ છે કે, પતિની ગેરહાજરીમાં વિધવા પત્ની સંપૂર્ણ ઘરની માલિકની જેમ તમામ વહીવટ ચલાવે છે, સંઘો કાઢે છે. અને દરેક ધર્મકાર્યમાં સ્વતંત્રપણે વર્તે છે. અને પતિની હાજરીમાં પણ એક ખાનદાન કુટુંબની પવિત્ર સંસ્કારવાળી આર્ય નારીરત્નનું સન્માન અને તેની મનોવૃત્તિ તથા સલાહને તથા વલણને બહુ ઊંચા પ્રકારનું માન આપવામાં આવે છે. કુટુંબની આવકોમાંથી તેમને ધર્મકાર્યમાં ખર્ચ કરવા માટે અમુક સારા પ્રમાણમાં છૂટ રહે છે.
અને સ્ત્રીઓ પણ જગતની સભ્ય માનવ વ્યકિત તરીકે પોતાનું વ્યક્તિ સ્વાતંત્ર્ય જાળવીને પોતાનો સંપૂર્ણ મોભો તેમજ ખાનદાનીપૂર્વક જાહેર જીવન જીવી શકે છે. તેમાં પતિ આડે આવતા નથી બલ્ક તેની તેમાં સહાનુભૂતિ હોય છે. શેઠાણી તરીકે તેનો મોભો અને કડપ શેઠ કરતાં જરાયે ઊતરતો ન હોય તેમ જણાય છે. અને તે નારીરત્નો પણ પુરુષજાતનું રાખવું જોઈતું સન્માન, વિનય, મર્યાદા વગેરે સભ્યતાના સિદ્ધાંતને બરાબર અનુસરીને આશ્ચર્યકારક રીતે જાળવે છે. તે પોતાના અભિપ્રાયને દબાવી ગૂંગળાવીને નહીં જ. છતાં કુટુંબની આબરૂ, મોભો, પ્રતિષ્ઠા વગેરે મોટીની પુરુષ જેટલી જ કાળજી ધરાવે છે, અને જરૂર પડ્યે પુરુષની સાથે આત્મભોગ પણ આપે છે. એટલું જ નહિ પણ વિષમ સ્થિતિમાં સહન કરવા જેટલું સહન કરવામાં પુરુષ જેટલું જ સહન કરે છે. અને તે જરાયે દુ:ખ લગાડ્યા વિના કે ઉદ્ધતાઈ કર્યા વિના, સહજ સમજશકિતથી વગર કહ્યું વગર સૂચનાએ ઈગિતાકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org