Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૬ ૨૩
સમજાય છે. કુળવતી પવિત્ર વધૂ એ અર્થ તો પ્રસિદ્ધ છે.
દષ્ટિ-વિપર્ધાસ - કામવાસનાથી સામે જોવું. સભ્યતાપૂર્વક સામે જોવામાં હરકત નહીં પણ સભ્યતાને બહાને બીજી રીતે જોવાની સગવડ લેવી, તે દૂષણ છે. ઘર-ઘરણાં - પુનર્વિવાહ કરાવવામાં પણ અતિચાર તો કરવામાં અનાચાર હોય તેમાં પૂછવું જ શું? સ્ત્રી અને પુરુષ બન્નેયને માટે સરગવચન - સામાન્ય વાતચીત પણ કામવાસનાની અસરથી મિશ્રણ ભાવથી કરવામાં અતિચાર. ઢીંગલા-ઢીંગલી પરણાવવા - એ પણ કામવાસના સંબંધી બોળચેષ્ટા છે. (આ ક્રિયાનો સંભવ બાળાઓમાં એટલે સ્ત્રી જાતિમાં છે. તેથી આમાં શ્રાવિકાઓના અતિચારો પણ સાથે જ આવેલા જણાશે. તેથી શ્રાવિકાઓ માટે જે વિચાર જુદા અતિચાર-પાઠની જરૂર નથી. જુદો અતિચાર પાઠ આપવાથી પૂર્વપુરુષોની રચનામાં ન્યૂનતા બતાવવા બરાબર ગણાય છે, જે ધારણા અતિચાર પાઠ રચનાર માટે સંભવિત નથી. જુદો પાઠ રચવાથી સાધ્વીજી અને શ્રાવિકાઓ માટે ઘણા ફેરફાર સામાન્ય ક્રિયાઓમાં પણ કરવા પડે. વંદિત્ત સૂત્રની ગાથાઓમાં પણ ઉમેરા કરવા પડે વગેરે દોષો જણાય છે.)
સ્ત્રી કે પુરુષની જનનેન્દ્રિયો યોગ્ય સંતાનો માટે કુદરતે ઉત્પન્ન કરેલી હોવાથી, તે પ્રયોજન વિના, યથાયોગ્ય રીતે ઉશ્કેરવાના નિયમો સિવાય અથવા સ્વત: યથાયોગ્ય રીતે ઉશ્કેરાયા વિના કૃત્રિમ પ્રયત્નો, બાળચેષ્ટાઓ, રમતગમતમાં કે સંયમને અભાવે ઉશ્કેરવાથી, ઉશ્કેરી દેવાથી પણ તેમાં શિથિલતાનો સંચાર થાય છે, અને ક્રમે ક્રમે સ્ત્રીઓને અને પુરુષોને પણ ફલીબના એક જાતની નપુંસકતા પ્રાપ્ત થવાનો સંભવ થાય છે. એ અવયવો ગમે ત્યારે રમવાનાં રમકડાં નથી કે તેનો ગમે તેમ ઉપયોગ કરી શકાય. એ ઘણાં જ મહત્ત્વના અને રક્ષણ કરવા લાયક અવયવો છે, અને મર્મસ્થાનો છે માટે જ તેને ગુપ્ત રાખવામાં આવે છે.
બ્રહ્મચર્ય પાળવાની ઇચ્છાવાળાઓએ પણ જનન અવયવોની શિથિલતા થવા દેવી જોઈએ નહીં. કેમ કે, તેમ થવાથી સ્વપ્નદોષાદિ થવાનો સંભવ થાય છે. તેમજ બીજા અનેક રોગો ઉત્પન્ન થાય છે, કે જેથી કોઈ વખત ભયંકર સ્થિતિમાં મુકાવું પડે છે. જનન અવયવો સૌમ્ય ધાતુઓ પ્રધાન આશયો છે, તેનું કારણ પણ એ છે. તેથી જેમ બને તેમ શુદ્ધ સૌમ્ય ધાતુઓનો ભરાવો ખૂબ થાય તેવા આહારવિહાર, ખાનપાન, સંસર્ગ, મૈત્રી, મનોભાવના વગેરે રાખવાં જોઈએ. તેને માટે બ્રહ્મચર્યવ્રતની પાંચ ભાવના અને નવનાડોની ખાસ ભલામણ કરવામાં આવી છે. તે સાચવવાથી ઇંદ્રિયો ઉશ્કેરાય તો નહીં પણ વધુ શાંત થાય એ ચમત્કારિક માનસિક જડીબુટ્ટીઓ છે. મહાત્માઓની કૃપાની પ્રસાદી છે. કોઈ પણ સંજોગોમાં ઈદ્રિયો જરા પણ ન ઉશ્કેરાય, તેનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. કેમ કે તેમાંથી સર્વ અનર્થ પરંપરા શરૂ થાય છે. તે જ પ્રમાણે સાંસારિક સ્વદાર સંતોષી ગૃહસ્થોએ પણ ખાસ આત્યંતિક કારણ વિના લેશમાત્ર ઈંદ્રિયોને ઉશ્કેરાટ મળે તેવા સંજોગોથી ઈરાદાપૂર્વક દૂર રહેવું. બચપણથી જ આ નિયમ જાળવવો જોઈએ. તેથી સ્ત્રી-પુરુષનો પરસ્પર સ્નેહ અને વફાદારી ટકી રહે છે. દીર્ધાયુષ થાય છે, સંતતિ સારી, દીઘયુષી થાય છે અને ગૃહસ્થાશ્રમ પણ સ્વર્ગમય બને છે. આ જ દૃષ્ટિથી સ્ત્રીઓને મર્યાદામાં રાખવામાં આવે છે. કુલપુત્રોને પણ મર્યાદામાં અને સારી સોબતમાં તથા સારા વાતાવરણમાં રાખવામાં આવતા હતા, ને આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org