Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૨૪
પંચ પ્રતિક્રમણ સૂત્રો
આજે નાટક, સિનેમા, નૉવેલો, હોટલોનાં ખાણાં, સંસ્થાઓમાં ચારિત્રહીને બાળકોના સંસર્ગ, નિશાળોમાં બાળકો અને બાળાઓના સંસર્ગ, રેલવે, ટ્રામ, મોટરો વગેરેમાં વિચિત્ર સંસર્ગો વગેરે બ્રહ્મચર્યભંગના અનેક સંજોગો ઊભા થઈ ચૂકયા છે, તો પછી ઈદ્રિયોને ઉશ્કેરાટ વિષે તો પૂછવું જ શું? જેમ બને તેમ તેથી બચવામાં કલ્યાણ છે.
સુહાણે-સ્વપ્નાન્તરે સ્વપ્નમાં બ્રહ્મચર્ય ભંગની ઈચ્છા તે અતિક્રમ, તે તરફ પ્રયાસ તે વ્યતિક્રમ. ભંગની કેટલીક હદ સુધી જઈ પહોંચવાની સામગ્રી મેળવાય તે અતિચાર, અને ભંગ થઈ જાય તે અનાચાર. માત્ર સ્વપ્નના અનાચાર હોવાથી વાસ્તવિક રીતે અનાચારરૂપ છે.
કેટલીક વખત બ્રહ્મચર્યના ભંગને લાયક માનસિક તેમજ તેવા પ્રકારના બાહ્ય સંસર્ગ ન હોય, વ્યકિતની ઈચ્છા સારી રીતે બ્રહ્મચર્ય પાળવાની હોય, વારસામાં શિયળને લાયક મનોબળ તથા સંસ્કાર મળ્યાં હોય, છતાં રાત્રિદોષ-સ્વપ્નદોષ વગેરે ઘણાને થઈ આવે છે ત્યારે તેઓ ગભરાય છે, અને તેના ઉપાયો અનેક અજમાવે છે પણ સફળતા મળતી નથી. ત્યારે કેટલાક વારંવાર થઈ આવતી વાસનાનો નાશ કરવા વીર્યનો નાશ કરનારી અને વીર્ય સૂકવી દેનારી ક્ષારાત્મક દવાઓનો પ્રયોગ કરે છે.
પરંતુ બન્નેય ઠીક નથી. કેટલીક આહારની વિષમતા, તપશ્ચર્યાના અવિધિપૂર્વકના આદિના અંતર પારણા અને પછીના ઉત્તર પારણાની વિષમતા કારણભૂત બની ગયેલ હોય છે. તપશ્ચર્યા પોતે બ્રહ્મચર્યમાં મદદગાર છે એટલું જ નહીં પણ શરીરને કાન્તિમાન બનાવી શકે છે. પરંતુ તેની આગળ પાછળની અવિધિઓ તેમાં હરત કરે છે તેમજ રોજના અજીર્ણ, મળની શુષ્કતા, દીર્ઘ અજીર્ણથી શરીરમાં લાગુ થયેલો તપારો વગેરે રાત્રિદોષ વગેરેના પણ કારણ હોય છે. યોગ્ય આહાર, આરામ અને બહાચર્ય, એ ત્રણેય આરોગ્યના મૂળ થાંભલા છે. પરંતુ, તેમાં આહાર પદ પહેલું હોવાથી મુખ્ય આધાર તેના ઉપર જ છે. આહારની વિષમતા મટીને સમતા થાય તો બધું પાછું વ્યવસ્થામાં આવી જાય છે. ખોરાકમાંથી પૂરતું વીર્ય બનીને તેનો ખૂબ સારો ભરાવો થાય છે. ઓછાશ અને અશુદ્ધિ પણ ઉશ્કેરાટનું કારણ બને છે.
ખોરાક બરાબર પાચન થઈને જોઈએ તે પ્રમાણમાં વિર્ય ન બને અથવા વિષમ આહારથી ગરમી ઉત્પન્ન થઈ વીર્ય બહાર નીકળી જઈને તેની જરૂરી પ્રમાણમાં ઓછાશ થઈ જાય તથા તીખાં, ગરમ, ઉગ્ર, ઝેરી પદાર્થોના દવા તરીકે કે બીજી રીતે સેવનથી વીર્યમાં પણ ગરમતત્ત્વો દાખલ થાય. આહારમાંથી ઉત્પન્ન થયેલી સાત ધાતુઓ ચોખ્ખી ઉત્પન્ન ન થતાં મલિન થાય, તો તેમાંથી ઉત્પન્ન થયેલું વીર્ય પણ ઉશ્કેરાય છે, માટે તે અશુદ્ધ ગણાય છે. સ્ત્રીઓ અને પુરુષોએ બન્નેયે વીર્યનો પૂરતો ભરાવો અને શુદ્ધિ જાળવવાની જરૂર હોય છે. તો બ્રહ્મચર્ય સારી રીતે પાળી શકાય છે.
વીર્યનાશની કે સુકાવવાની દવાઓ કરતાં વીર્યની શુદ્ધિ અને ભરાવા માટે પ્રયત્ન કરવો જોઈએ. શુદ્ધિ વિનાનો ભરાવો પણ ટકી શકશે નહીં, માટે શાંત, સ્થિર, ઠંડું, ઘટ્ટ અને નિર્દોષ વીર્યનો ભરાવો રોજ થતો રહે તેવી આહારવિહારમાં સંપૂર્ણ કાળજી રાખવી જોઈએ. એ જ વીર્યરક્ષા અને બ્રહ્મચર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org